"હવે મામલો કાયદાના હાથમાં છે...": મૂળ ગુજરાતી પટેલે 27 વર્ષની રૂપસુંદરી સાથે કરી સગાઈ, જુઓ લવ સ્ટોરી.
FBI Director Kash Patel : અમેરિકાની ગુપ્તચર એજન્સી FBIના ભારતીય મૂળના ડાયરેક્ટર કાશ પટેલ એકવાર ફરી ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ કોઈ સરકારી ઓપરેશન નથી પરંતુ તેમની પર્સનલ લાઈફ છે. 46 વર્ષીય કાશ પટેલે પોતાની 27 વર્ષીય મંગેતર અને જાણીતી કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ સાથે સગાઈ કરી લીધી છે. ઉંમરમાં 19 વર્ષનો તફાવત હોવા છતાં આ હાઈ-પ્રોફાઈલ કપલની સગાઈની તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
FBI Chief Kash Patel News : દુનિયાની સૌથી શક્તિશાળી અને પ્રતિષ્ઠિત તપાસ એજન્સી એટલે કે અમેરિકાની FBIના ડાયરેક્ટર અને ભારતીય મૂળના કાશ પટેલ હાલના દિવસોમાં ચર્ચાના કેન્દ્રમાં છે કારણ કોઈ મોટું ગુપ્તચર ઓપરેશન નથી પરંતુ તેમની પર્સનલ લાઈફ સાથે જોડાયેવી એક વાતથી છે.
અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન એટલે કે FBIના વડા કાશ પટેલ અને સિંગર એલેક્સિસ વિલ્કિન્સ આખરે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. સોશિયલ પ્લેટફોર્મ X પર આ જોડીએ પોતાની સગાઈની તસવીર શેર કરીને આની સત્તાવાર જાહેરાત કરી.
કાશ પટેલે કરી સગાઈ, કોણ છે એલેક્સિસ વિલ્કિન્સ?
- FBI ચીફ કાશ પટેલની સગાઈ, 19 વર્ષ નાની છે મંગેતર
- કાશ પટેલ બનશે દુલ્હો, એલેક્સિસ સાથે સગાઈ
- કાશ પટેલની મંગેતર કોણ? જાણો એલેક્સિસની કહાની
- FBI ચીફની લવ સ્ટોરી, 19 વર્ષનો ઉંમરનો તફાવત
- કાશ પટેલ-એલેક્સિસની સગાઈથી અમેરિકામાં ચર્ચા
- FBI ડાયરેક્ટર કાશ પટેલની સગાઈની તસવીર વાયરલ
કાશ પટેલ સાથે પોતાની એક પ્યારી બ્લેક-એન્ડ-વ્હાઈટ તસવીર પોસ્ટ કરી. આ ફોટોમાં વિલ્કિન્સ પોતાની સગાઈની વીંટી બતાવતી નજરે પડી રહી છે અને તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે કે "હવે મામલો કાયદાના હાથમાં છે."
આ પોસ્ટને તરત જ રીપોસ્ટ કરતા FBI ડાયરેક્ટર કાશ પટેલે પણ આ સંબંધ પર પોતાની મહોર લગાવી દીધી. બંને છેલ્લા કેટલાક વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને વિલ્કિન્સને અવારનવાર કાશ પટેલના અનેક સરકારી અને સત્તાવાર કાર્યક્રમો, એટલું જ નહીં તેમના શપથ ગ્રહણ સમારોહમાં પણ તેમની સાથે જોવામાં આવ્યા હતા.
- કાશ પટેલની ‘મિસ્ટ્રી વુમન’ બની મંગેતર!
- FBI ચીફની મંગેતર છે ફેમસ કન્ટ્રી સિંગર
- કાશ પટેલની સગાઈ, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ
- 46ના કાશ પટેલ, 27ની એલેક્સિસ… લવ સ્ટોરી ચર્ચામાં
- કોણ છે કાશ પટેલની મંગેતર એલેક્સિસ વિલ્કિન્સ?
- કાશ પટેલ-એલેક્સિસની સગાઈ, અમેરિકામાં ખળભળાટ
- FBI ચીફની સગાઈ, મંગેતરે દેખાડી એન્ગેજમેન્ટ રિંગ
- કાશ પટેલની લવ લાઈફ ફરી ચર્ચામાં કેમ?
કાશ પટેલની ઉંમર 46 વર્ષ છે જ્યારે એલેક્સિસ વિલ્કિન્સ માત્ર 27 વર્ષની છે. એટલે કે એલેક્સિસ વિલ્કિન્સ, કાશ પટેલ કરતા 19 વર્ષ નાના છે. હવે વાત કરીએ ભાવિ FBI ની ફર્સ્ટ લેડી એટલે કે એલેક્સિસ વિલ્કિન્સની.
- એલેક્સિસ માત્ર એક કન્ટ્રી મ્યુઝિક સિંગર જ નથી પરંતુ તેઓ એક જાણીતા પોલિટિકલ કમેન્ટેટર પણ છે
- તેઓ ઘણા સમયથી કન્ઝર્વેટિવ ગ્રુપ્સ સાથે જોડાયેલા રહ્યા છે અને પોતાની બેબાક ટિપ્પણીઓ માટે ઓળખાય છે
- વર્ષ 2023માં તેમણે પોતાનું પહેલું મ્યુઝિક આલ્બમ રિલીઝ કર્યું હતું
વિલ્કિન્સ ત્યારે વધુ ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે 'અમેરિકા 250' હેઠળ નેશનલ મોલમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 'ગ્રેટ અમેરિકન સ્ટેટ ફેર'માં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. જોકે એ દરમિયાન કેટલાક કલાકારોએ આ કાર્યક્રમને રાજકીય ગણાવતા આમાં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો હતો, પરંતુ વિલ્કિન્સ પોતાના નિવેદનો અને કળા દ્વારા સતત રૂઢિચુસ્ત વર્તુળોમાં લોકપ્રિય બન્યા રહ્યા.
મૂળ ગુજરાતી પરિવાર સાથે સંબંધ ધરાવતા કાશ પટેલ અમેરિકી રાજનીતિમાં જાણીતા વ્યક્તિ છે.
ન્યૂયોર્કમાં જન્મેલા કાશ પટેલના પિતાના મૂળ આણંદ જિલ્લા સાથે જોડાયેલા છે
- રાજકારણ બાદ હવે લવ લાઈફથી ચર્ચામાં કાશ પટેલ
- કાશ પટેલની સગાઈથી અમેરિકામાં નવી ચર્ચા
- FBI ચીફ કાશ પટેલની ‘હાઈ-પ્રોફાઈલ’ સગાઈ
- કાશ પટેલની દુલ્હન બનશે 27 વર્ષની એલેક્સિસ
- કાશ પટેલ-એલેક્સિસ: સગાઈથી લગ્ન સુધીની કહાની
ગયા વર્ષે જ્યારે તેમણે FBI ડાયરેક્ટર પદની કમાન સંભાળી હતી, ત્યારે તેમણે પવિત્ર ભગવદ્ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા, જેથી કાશ પટેલની દુનિયાભરમાં વાહવાહી થઈ હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત નજીકના માનવામાં આવતા કાશ પટેલ પોતાની કાર્યશૈલીની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ અવારનવાર ચર્ચામાં રહે છે. જોકે આ જોડીને લઈને અમેરિકામાં કેટલાક વિવાદો પણ જોવા મળ્યા છે. હાલમાં જ કાશ પટેલ પર સરકારી વિમાનનો અંગત અને અનધિકૃત પ્રવાસોમાં ઉપયોગ કરવાના આરોપો લાગ્યા હતા.
બંનેની ચેમ્પિયનશિપ બેલ્ટ સાથેની તસવીરો પણ વાયરલ
આવો જ એક મામલો ત્યારે સામે આવ્યો હતો જ્યારે તેઓ FBI જેટથી પેન્સિલવેનિયા ગયા હતા, જ્યાં એલેક્સિસ વિલ્કિન્સ એક પ્રો-રેસલિંગ ઈવેન્ટમાં રાષ્ટ્રગીત ગાયું હતું. સોશિયલ મીડિયા પર બંનેની ચેમ્પિયનશિપ બેલ્ટ સાથેની તસવીરો પણ વાયરલ થઈ હતી જેના પર વિપક્ષી દળોએ તીખા સવાલો ઉઠાવ્યા હતા.
રાજનીતિ અને વિવાદો વચ્ચે કાશ પટેલ અને એલેક્સિસ વિલ્કિન્સની આ સગાઈ હવે અમેરિકાની ગલીઓ ચર્ચાનો સૌથી મોટો હોટ ટોપિક બની ચૂકી છે. સોશિયલ મીડિયા પર બંનેને સતત શુભકામનાઓ મળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ હાઈ-પ્રોફાઈલ જોડી ક્યારે સત્તાવાર રીતે લગ્નના બંધનમાં બંધાય છે.