SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Flood Alert: ભૂટાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું, ભારતમાં પુરના જોખમ વચ્ચે બંગાળ-આસામના નીચાણવાળા વિસ્તાર ખાલી કરાવાયા

Flood Alert: ભૂટાનમાં એક ગ્લેશિયર તળાવ ફાટ્યું છે જેના કારણે ભારતમાં પણ પુર આવવાની શક્યતા સેવાઈ રહી છે. ભારતના બંગાળ અને આસામના કેટલાક વિસ્તારોમાં પુરનું જોખમ વધ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને એલર્ટ કરી નીચાણવાળા વિસ્તારોમાંથી ખસેડવામાં આવી રહ્યા છે.

Written By Krupa Shah
Published: Oct 30, 2026, 07:54 AM IST | Updated: Oct 30, 2026, 07:57 AM IST
Join

Flood Alert: થોડા મહિના પહેલા નેપાળમાં આવેલા જળપ્રલયને કોઈ ભુલી શક્યું નથી. તેવામાં હવે ભૂટાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું હોવાની જાણકારી સામે આવી છે. માહિતી અનુસાર ભૂટાનના લેમથાંગના શિતાંકૂ તળાવ ફાટ્યાની વાત સામે આવી છે. જેના કારણે ધસમસતો પાણીનો પ્રવાહ મોકૂ નદીના રસ્તે આગળ વધી રહ્યો છે. જેના કારણે ભારતમાં પણ બંગાળ અને આસામમાં પુરનું જોખમ વધ્યું છે.

ભૂટાનમાં તળાવ ફાટતાં બંગાળ અને આસામના ઘણા જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર જે જિલ્લામાં પુરનું જોખમ સૌથી વધારે છે તેવા વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

દાર્જિલિંગ સહિતના જિલ્લામાં એલર્ટ

ભૂટાનમાં શિંતાકૂ તળાવ ફાટ્યા પછી જે જળપ્રવાહ ભારત તરફ આવી રહ્યો છે તેને લઈને બંગાળના અલીપુરદ્વાર, જલપાઈગુડી, દાર્જિલિંગ સહિતના જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના મંત્રી નિશિથ પ્રમાણિક એ નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરી છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.

નદીઓમાં પાણીનું સ્તર વધી શકે

શિતાંકૂ તળાવ ભૂટાનનું અતિ સંવેદનશીલ તળાવ છે. તેમાંથી નીકળેલો જળપ્રવાહ ઝડપથી ભારત તરફ આવી રહ્યો છે. અહીં રસ્તામાં આવતા વિસ્તારોમાં સતત સાયરન વગાડવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે. અનુમાન છે કે બંગાળની સંકોશ નદી અને તેની સહાયક નદીઓમાં પણ પાણીનું સ્તર વધી શકે છે. સંકોશ નદી ભૂટાનમાંથી ભારતમાં આવે છે અને બંગાળ તેમજ આસામના ઘણા વિસ્તારોમાંથી પસાર થાય છે. એટલા માટે લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે અને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES