SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

હિંસા કરનાર ઉપદ્રવીઓએ પરિણામ ભોગવવા તૈયાર રહે, રાષ્ટ્રપતિ મેક્રોં એ આપી દીધી ચેતવણી

France Sabotage: ફ્રાંસમાં થયેલા વિરોધ પ્રદર્શનો, તોડફોડ અને હિંસાની ઘટનામાં ઉપદ્રવ ફેલાવનારા લોકોને રાષ્ટ્રપતિ મેક્રોં એ ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું છે કે રસ્તા પર ઉતરેલા ઉપદ્રવીઓએ તેમણે કરેલા કામની કિંમત ચુકવવી પડશે.

Written By Krupa Shah
Published: Oct 19, 2026, 09:28 AM IST | Updated: Oct 19, 2026, 09:30 AM IST
Join

France Sabotage:  ફ્રાન્સમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્થિતિ વણસી રહી છે. ફ્રાન્સ પર કોઈ અન્ય દેશ એ હુમલો કર્યો નથી પરંતુ ફ્રાન્સમાં આંતરિક હિંસા વધી રહી છે. ફ્રાન્સના બીજા સૌથી મોટા શહેર માર્સેઈ ને ઉપદ્રવ્યો એ કબજે કરી લીધું હતું.. અહીં ઉપદ્રવીઓએ વિરોધ પ્રદર્શનના નામ પર રસ્તા પર ઉતરીને તોડફોડ, આગજની કરીને હિંસા ફેલાવી દીધી હતી. હવે આ લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પણ ચેતવણી આપી દીધી છે કે ઉપદ્રવીઓએ પરિણામ ભોગવવા તૈયાર રહેવું.

શું ચાલી રહ્યું છે ફ્રાન્સમાં ?

મહત્વપૂર્ણ છે કે ફ્રાન્સ માં અલ્ટ્રા લેફ્ટ સમૂહના પ્રદર્શનકારીઓએ ઉપદ્રવીઓ સાથે મળીને શહેરમાં લૂંટફાટ, તોડફોડ આગજની જેવી ઘટનાઓને અંજામ આપ્યો હતો. જાણવા મળતી માહિતી અનુસાર લાખો પ્રદર્શન કાર્યોએ ફ્રાન્સની 140 થી વધુ જગ્યા પર પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન અચાનક જ દુકાનોને લૂંટવાનું શરૂ કરી દેવામાં આવ્યું અને સાર્વજનિક સંપત્તિઓને આગચાંપીને નુકસાન પહોંચાડવામાં આવ્યું. આ ઘટના પછી ફ્રાન્સના રાષ્ટ્રપતિ હવે આંકરાપાણીએ જોવા મળે છે.

ફ્રાંસના રાષ્ટ્રપતિની ચેતવણી

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોં એ હિંસા ફેલાવનાર ઉપદ્રવીઓને ચેતવણી આપી દીધી છે અને કહ્યું છે કે જે લોકોએ હિંસા ફેલાવી તોડફોડ કરી તેમણે પરિણામ ભોગવવા તૈયાર રહેવું. ફ્રાન્સમાં થયેલી હિંસા મામલે પોલીસ પણ એક્શન મોડમાં આવી ચૂકી છે. પોલીસે આ ઘટનામાં 2000થી વધુ લોકોની ધરપકડ કરી છે. હિંસા ફેલાવનાર લોકો વિરોધ ફ્રાન્સના રાષ્ટ્રપતિ પણ કડક કાર્યવાહીની વાત કરી રહ્યા છે.

લૂંટફાટ અને તોડફોડ કરનાર લોકોએ તેની કિંમત ચૂકવવી પડશે

રાષ્ટ્રપતિ મેક્રોએ ફ્રાન્સમાં થયેલી હિંસા મુદ્દે નિવેદન આપીને કહ્યું કે શહેરોમાં લૂંટફાટ અને તોડફોડ કરનાર લોકોએ તેની કિંમત ચૂકવવી પડશે. જે લોકોએ લૂંટફાટ કરી છે તેમણે તેની ભરપાઈ કરવી પડશે. જે લોકોએ ગણતંત્રને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે તેમને જવાબ પણ આપવો પડશે.

મેક્રો એ આ તકે વધુમાં કહ્યું હતું કે શનિવાર 17 ઓક્ટોબરે લેફ્ટ સમૂહના પ્રદર્શનકારીઓએ સાથે મળીને કેટલાક ઉપદ્રવીઓએ ફ્રાન્સના શહેરોમાં હિંસા, લુંટપાટ અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા જેવા કામ કર્યા છે. ઉપદ્રવી લોકોએ સાર્વજનિક ઈમારતો, દુકાનો અને ટાઉનહોલ પર હુમલો કર્યો હતો. ફ્રાન્સમાં શનિવારે જે કંઈ થયું તેમાં જવાબદાર લોકોએ હવે પરિણામ ભોગવવું પડશે. તેમ રાષ્ટ્રપતિએ કહ્યું છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES