• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /ફ્લાયદુબઈની ફ્લાઈટમાં આખરે તીક્ષ્ણ હથિયાર પહોંચ્યું કઈ રીતે, કેમ વિમાનમાં રાખવામાં આવે છે 'કુહાડી'?

ફ્લાયદુબઈની ફ્લાઈટમાં આખરે તીક્ષ્ણ હથિયાર પહોંચ્યું કઈ રીતે, કેમ વિમાનમાં રાખવામાં આવે છે 'કુહાડી'?

દુબઈથી ટેકઓફ થયેલી તેલ અવિવ જનારી ફ્લાઈટમાં બુધવારે મોટી હોનારત સર્જાતા રહી ગઈ. કોપાયલટે ભારતીય મૂળના કેપ્ટન પર હુમલો કર્યો જેમાં કેપ્ટન સ્મિત મચ્છર ગંભીર રીતે ઘાયલ થયા જો કે તેમણે સાહસ દેખાડીને વળતો પ્રહાર કરતા મુસાફરોના જીવ બચાવ્યા હતા. પરંતુ અહીં સવાલ એ છે કે વિમાનમાં હથિયાર જેવી વસ્તુ આવી કેવી રીતે? તો ખાસ જાણો.

Written ByViral Raval
Published: Oct 01, 2026, 12:48 PM IST|Updated: Oct 01, 2026, 02:47 PM IST
joinshare
ફ્લાયદુબઈની ફ્લાઈટમાં આખરે તીક્ષ્ણ હથિયાર પહોંચ્યું કઈ રીતે, કેમ વિમાનમાં રાખવામાં આવે છે 'કુહાડી'?

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ગુજરાતી મૂળના પાયલટ સ્મિત મચ્છર હાલ દુનિયાભરમાં પ્રશંસાને પાત્ર બન્યા છે કારણ કે તેમણે અદમ્ય સાહસ દાખવીને વિમાનમાં સવાર 180 લોકોના જીવ બચાવવામાં સિંહ ફાળો આપ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઈઝરાયેલના પીએમ બેન્જામીન નેતન્યાહૂ, પીએમ મોદી સહિતની હસ્તીઓએ તેમને ખુબ બિરદાવ્યા અને સાચા હીરો ગણાવ્યા. જો કે આ બધા વચ્ચે સૌથી મોટો લોકોના મનમાં એ સવાલ હતો કે આખરે પ્લેનમાં ચાકૂ આવ્યું કેવી રીતે? કારણ કે અહેવાલોમાં ચાકૂથી સ્મિત મચ્છર પર હુમલો થયો હોવાનું સામે આવ્યું હતું. પરંતુ તમને જણાવી દઈએ કે એ ચાકૂ ન હતું પરંતુ કોકપિટમાં પહેલેથી જ હાજર ફાયર એક્સ એટલે કે ક્રેશ એક્સેનો ઉપયોગ  થયો હતો.  

હથિયાર કઈ રીતે ગયું પ્લેનમાં?
સામાન્ય રીતે જોઈએ તો વિમાનમાં સુરક્ષા મુદ્દે જરાય બાંધછોડ થતી નથી. નેઈલ કટરથી લઈને ઝીણામાં ઝીણી અણિયાળી વસ્તુઓ પર પ્રતિબંધ હોય છે. પરંતુ આમ છતાં આવું ધારદાર હથિયાર પ્લેનમાં પહોંચ્યું કઈ રીતે? દુબઈથી ઈઝરાયેલના તેલ અવિવ જતી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં કેપ્ટન તરીકે ભારતીય મૂળના સ્મિત મચ્છર હતા અને કો પાયલટ ઓમાની નાગરિક હતો. જેણે ફ્લાઈટ ટેકઓફ થયાના થોડા સમય વિત્યા બાદ અચાનક હુમલા શરૂ કર્યા હતા. જેમાં કેપ્ટન સ્મિત  ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

તપાસમાં શું સામે આવ્યું?
મીડિયા રિપોર્ટ્સ મુજબ તપાસમાં એ સ્પષ્ટ થયું છે કે વિમાનમાં બહારથી કોઈ ચાકૂ કે હથિયાર આવ્યું નથી પરંતુ જેનાથી હુમલો થયો તે વિમાનમાં પહેલેથી જ હાજર ફાયર એક્સ એટલે કે ક્રેશ એક્સે હતું. આંતરરાષ્ટ્રીય વિમાનન નિયમો મુજબ આ કુહાડી જેવી વસ્તુ વિમાન બને ત્યારે  ફેક્ટરીમાંથી જ તેની સાથે ફિટ કરવામાં આવતી હોય છે જે નિયમો મુજબ રાખવી ફરજિયાત છે. આ અંગે કાયદો પણ છે.

શાં માટે રખાય છે આ વસ્તુ?
આ કુહાડી રાખવા પાછળનો  હેતુ કોઈ હુમલા માટે નહીં પરંતુ ઈમરજન્સીમાં ઉપયોગી થાય તેના માટે હોય છે. જે લોકોના જીવ બચાવી શકે છે. કોકપિટમાં અંદર દીવાલો, છતોની લાઈનિંગ, નીચેની પેનલોની પાછળ છૂપાયેલા વીજળીના તારો કે સર્કિટમાં આગ લાગે  ત્યારે સામાન્ય રીતે બહાર પહોંચવું મુશ્કેલ બનતું હોય છે. આવી કટોકટીની સ્થિતિમાં ક્રૂ સભ્યો આ કહાડીથી પેનલ કાપીને આગ બુઝાવવાનું કામ કરી શકે છે. વિમાનની આંતરિક રચનાની અંદર છૂપી આગને  કાબૂમાં કરવા માટે ખાસ કરીને ડિઝાઈન કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ કુહાડીનો ઉલ્લેખ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહૂએ સીબીએસ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં પણ કર્યો છે.

EXTENDED INTERVIEW: Israeli Prime Minister Benjamin Netanyahu speaks with @TonyDokoupil about Wednesday's incident aboard a FlyDubai flight to Israel where the co-pilot allegedly stabbed the pilot and tried to crash the plane. https://t.co/onHO7bZE9Z pic.twitter.com/E5V1QylA40

— CBS Evening News with Tony Dokoupil (@CBSEveningNews) October 1, 2026

આ કુહાડીના બીજા શું ઉપયોગ થઈ શકે?

  • જ્યારે કોઈ વિમાન દુર્ઘટના કે ક્રેશ થાય તો એરફ્રેમ ડેમેજ થઈ શકે છે અને બહાર જવાના રસ્તા ખોરવાઈ શકે છે. આવી સ્થિતિમાં કુહાડીનો ઉપયોગ કરીને ક્રૂ સભ્યો બહાર જવાનો રસ્તો બનાવી શકે છે. 
  • તેની અસર ભૂમિકા જીવન રક્ષાની છે. સામાન્ય પરિસ્થિતિઓમાં તે સુરક્ષિત જગ્યાએ રખાય છે અને ફક્ત તાલિમબદ્ધ ક્રૂ સભ્યો જ તેનો ઉપયોગ કરી શકે છે. 
  • પરંતુ ફ્લાયદુબઈની ફ્લાઈટમાં ઘટેલી આ ઘટનામાં પહેલીવાર આ સુરક્ષા માટેના સાધનનો ઉપયોગ કોઈને નુકસાન પહોંચાડવા માટે થયો જેનાથી એવિએશન જગત સ્તબ્ધ છે. 
  • આ ઘટના બાદ સુરક્ષા મુદ્દે પણ ગંભીર સવાલ ઉભા થયા છે. કારણ કે એરપોર્ટ પર સુરક્ષાના ધોરણ મુસાફરો માટે ખુબ જ કડક હોય છે. બીજી બાજુ કોકપિટમાં તો આવું ધારદાર હથિયાર પહેલેથી જ હોય છે.

શું કટ્ટરપંથી હતો કો પાયલટ

  • ડેઈલી મેઈલના એક રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે હુમલો કરનારો કો-પાયલટ ઓમાનનો નાગરિક હોઈ શકે છે. તે એક ઈસ્લામિક કટ્ટરપંથી છે. 
  • ઈઝરાયેલના એક મીડિયા સંસ્થાને સૂત્રોના હવાલે એવો પણ દાવો કર્યો છે કે આ પાયલટ ખુબ વિચિત્ર વ્યવહાર કરતો હતો. તે હંમેશા પ્રાર્થના કરતો રહેતો હતો અને મહિલાઓ સાથે  હાથ પણ મિલાવતો ન હતો. 
  • ઈઝરાયેલી મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરાયો છે કે શક્ય છે કે તેણે કદાચ  આતંકી ટ્રેનિંગ પણ લીધી હોય. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો છે કે તે વિમાન ક્રેશ કરાવવાનો પ્રયત્ન કરતો હતો. જો કે સફળ થયો નહીં. 
  • સામાન્ય રીતે એવું પણ જોવા મળે છે કે અમીરાતી જ ઈઝરાયેલ માટે ઉડાણ ભરતા હોય છે પરંતુ આ વિમાનમાં ઓમાની નાગરિક કેવી રીતે પહોંચ્યો તેના વિશે કોઈ માહિતી સામે આવી નથી.

ઓમાન-ઈઝરાયેલ વચ્ચે કેવા સંબંધ?

  • ઓમાન એક અરબ દેશ છે અને ઈઝરાયેલ અને ઓમાન વચ્ચે કોઈ પણ રાજનયિક સંબંધો નથી. ઈઝરાયેલના હવાઈ વિસ્તારમાં ઉડાણ ભરતા કોઈ પણ  વિદેશી ક્રૂ પર નિગરાણી પણ રાખવામાં આવે છે. આ ઘટનાક્રમમાં જે તથ્યો સામે આવી રહ્યા છે તેને લઈને તપાસની વાતો થઈ રહી છે. 
  • ઈઝરાયેલી પીએમના જણાવ્યાં મુજબ હુમલાખોરની ધરપકડ થઈ  ગઈ છે અને હાલ સાઉદી અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે. જો કે આ હુમલાખોર વિશે હજુ પણ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી કે તેણે કયા ઈરાદે અને કોના ઈશારે હુમલો કર્યો? 
  • ફ્લાયદુબઈએ ઈઝરાયેલ જનારી તમામ ફ્લાઈટ્સ હાલ અટકાવી છે.

આતંકી હુમલાનો દાવો
બીજી બાજુ ઈઝરાયેલના રક્ષામંત્રીએ આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે મુસાફરોની બહાદુરીના કારણે હુમલો નિષ્ફળ થયો. યાનિવ હાયુન નામના એક ઈઝરાયેલી નાગરિકે તેમાં મહત્વની ભૂમિકા ભજવી જે પીએમ બેન્જામિન નેતન્યાહૂને પણ મળ્યો હતો. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Captain Smit Machchhar