SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ઇઝરાયલમાં બની શકે છે નવી સરકાર, વિપક્ષના આઈજેનકોટને મળી પહેલી તક, નેતન્યાહૂને મોટો ઝટકો

ઇઝરાયલમાં ચૂંટણી પરિણામમાં મળેલા ઝટકા પછી પ્રધાનમંત્રી નેતન્યાહૂને બીજો મોટો ઝટકો મળ્યો છે. ઇઝરાયલના રાષ્ટ્રપતિએ રવિવારે નવી સરકાર બનાવવા માટે વિપક્ષના આઈજેનકોટને પહેલી તક આપી છે. હવે ઇઝરાયલમાં સરકાર બનાવવા માટે આઈજેનકોટ પાસે 28 દિવસનો સમય છે.

Written By Krupa Shah
Published: Nov 08, 2026, 08:26 AM IST | Updated: Nov 08, 2026, 08:28 AM IST
Join

ઇઝરાયલમાં ચૂંટણી પરિણામો જાહેર થયા પછીથી સરકાર બનાવવા મામલે ખેંચતાણ ચાલી રહી હતી. તેવામાં હવે એક નવો વળાંક ઇઝરાયલ મામલે આવ્યો છે. ઇઝરાયલમાં કોઈને પણ સ્પષ્ટ બહુમતી મળી નથી તેવામાં ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઈસાક હર્જોગએ વિપક્ષના નેતા આઈજેનકોટને નવી સરકાર બનાવવાની તક આપી દીધી છે. નેતન્યાહૂ માટે આ મોટો ઝટકો છે. આઈજેનકોટ પાસે સરકાર બનાવવા માટે 28 દિવસનો સમય હશે. 28 દિવસ પછી જરૂર પડશે તો રાષ્ટ્રપતિ તેમને વધારાના 14 દિવસ પણ આપી શકે છે.

જણાવી દઈએ કે આઈજેનકોટ વિપક્ષના નેતા છે અને તેઓ ઇઝરાયલના પૂર્વ સૈન્ય પ્રમુખ પણ છે. આઈજેનકોટને રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન સરકાર બનાવવાનું ઔપચારિક આમંત્રણ આપવામાં આવ્યું. હવે આઈજેનકોટ પાસે 28 દિવસનો સમય છે જેમાં તેણે ઇઝરાયલમાં સરકાર બનાવવી પડશે. જો કે તેમની પાસે 28 દિવસ પછી વધારાના 14 દિવસનો સમય પણ હશે.

ઇઝરાયલમાં થયેલી ચૂંટણીમાં નેતન્યાહૂને મોટો ઝટકો મળ્યો હતો. ચૂંટણી પરિણામમાં તેમને સ્પષ્ટ બહુમતિ મળી નહીં. કોઈપણ ગઠબંધન પાસે સરકાર બનાવવા માટે 61 બેઠક હોવી જરૂરી છે. જે કોઈપણ પક્ષને મળી નહીં. તેવામાં ઇઝરાયલમાં કોની સરકાર બનશે તે અંગે પ્રશ્ન હતો. જેમાં હવે થોડી સ્પષ્ટતા આવી છે. હવે જોવાનું રહ્યું કે આગામી 28 દિવસમાં આઈજેનકોટ સરકાર બનાવી શકે છે કે નહીં.

આઈજેનકોટને સરકાર બનાવવાની તક તો મળી છે પરંતુ તેમના માટે પણ સરકાર બનાવવાનો રસ્તો સરળ નથી. નિષ્ણાંતોના મત આઈજેનકોટ પાસે 3 વિકલ્પ છે જેમાં પહેલો છે કે તેઓ અલ્પમત સરકાર બનાવે જેમાં અરબ સાંસદ બહારથી સમર્થન આપે. બીજો વિકલ્પ છે કે તેઓ અતિ રુઢિવાદી યહૂદી પાર્ટી સાથએ સમજૂતી કરી સરકાર બનાવે. ત્રીજો વિકલ્પ છે કે તેઓ લિકુડ પાર્ટી સાથે મળી રાષ્ટ્રીય એકતાની સરકાર બનાવે. જો કે ત્રીજો વિકલ્પ શક્ય બને તેવું નથી લાગતું કારણ કે આઈજેનકોટ પોતે કહી ચુક્યા છે કે તે નેતન્યાહૂ સાથે મળીને સરકાર નહીં બનાવે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES