US Iran peace talks : વ્હાઇટ હાઉસથી માત્ર થોડા જ અંતરે આવેલા એક અત્યંત પોશ વિસ્તારમાં ઘટેલી આ ભયાનક ઘટનાએ ફરી એકવાર અમેરિકાની ગન કલ્ચર અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ સમગ્ર ઘટના વોશિંગ્ટન ડીસીના જાણીતા લોગન સર્કલ વિસ્તારમાં બની છે. જે અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન એટલે કે વ્હાઇટ હાઉસથી માત્ર એક માઈલના અંતરે આવેલો છે.
સવાલ એ છે કે વ્હાઇટ હાઉસની નજીક જે રીતે ફાયરિંગ થયું, શું તેની પાછળ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને નિશાન બનાવવાનો પ્રયાસ હતો? કે પછી બજારમાં ભયનો માહોલ ઊભો કરવાનું કોઈ ષડયંત્ર હતું? કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર અગાઉ પણ અનેક વખત હુમલાના પ્રયાસો થઈ ચૂક્યા છે.
આ ઘટનાઓ બાદ ટ્રમ્પની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી હતી. આમ છતાં વ્હાઇટ હાઉસની નજીક જે રીતે ફાયરિંગની ઘટના બની છે, તેનાથી લોકોની ચિંતા વધી છે. કારણ કે લોકો જ્યારે પોતાની રોજિંદી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતા, ત્યારે જ 15મી સ્ટ્રીટ પર આવેલા 'VIDA' ફિટનેસ સેન્ટરની આસપાસ અચાનક ગોળીઓના અવાજ ગુંજવા લાગ્યા હતા.
જોકે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોરનો નિશાન ટ્રમ્પ નહોતા. પરંતુ વ્હાઇટ હાઉસથી આટલા નજીકના વિસ્તારમાં થયેલી ફાયરિંગની ઘટના ચોક્કસપણે ચિંતાનો વિષય બની છે. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરને આ ઈમારતના હોમ ઓનર્સ એસોસિએશન સાથે કોઈ બાબતે જૂનો વિવાદ હતો. આ જ અદાવત કે ગુસ્સામાં તેણે આ લોહિયાળ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ફાયરિંગ થયું ત્યારે જિમની અંદર અંદાજે 50 લોકો હાજર હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલો થતાં જ એક વ્યક્તિ જમીન પર ઢળી પડ્યો હતો અને આસપાસ લોહી ફેલાઈ ગયું હતું. જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
હાલમાં પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. હુમલાખોરે જ્યાં ફાયરિંગ કર્યું ત્યાં ખરેખર કોઈ જૂનો વિવાદ હતો કે પછી ટ્રમ્પની સુરક્ષા વ્યવસ્થાને ભેદવામાં નિષ્ફળ રહેવાની અદાવત સામાન્ય લોકો પરના હુમલામાં બહાર આવી હતી...તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
જે ઈરાનને ખતમ કરવા માટે અમેરિકા અને ઈઝરાયલે સાથે મળીને મોરચો ખોલ્યો હતો. હવે એ જ ઈરાનના મુદ્દે બે કટ્ટર મિત્રો સામસામે આવી ગયા છે. એક તરફ ટ્રમ્પ ઈરાન સાથે વાતચીતથી રસ્તો કાઢવા માગે છે, તો બીજી તરફ નેતન્યાહુ ફરી યુદ્ધનો ભડકો કરવા ઉતાવળા છે. દાવો છે કે બંને વચ્ચે ફોન પર એવી બબાલ થઈ કે વર્ષોની દોસ્તીમાં તિરાડ પડી ગઈ. સવાલ એ છે કે શું ઈરાન સામેના યુદ્ધમાં હવે ટ્રમ્પ અને નેતન્યાહુની દોસ્તીનો અંત આવશે?
ઈરાનને સાથે મળીને ધમરોળનારા નેતન્યાહુ અને ડોનાલ્ડ ટ્રમ્પના હાલના દિવસો કંઈ સારા ચાલી રહ્યા નથી. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી હારી ગયા, તો બેન્જામિન નેતન્યાહુ લાંબા સમય બાદ ઈઝરાયલની સત્તાથી બહાર થઈ ગયા. આની અસર હવે સીધી ટ્રમ્પ અને નેતન્યાહુના સંબંધો પર જોવા મળી રહી છે કારણ કે અમેરિકા અને ઈઝરાયલ અત્યાર સુધી દરેક મુદ્દે એકબીજાની ઢાલ બનીને ઊભા રહેતા હતા. પરંતુ હવે ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે મોટી તિરાડ પડતી દેખાઈ રહી છે.
હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ વચ્ચે થયેલી વાતચીત લીક થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ફોનકોલની એક-એક વિગતો ચર્ચાનો વિષય બની છે...દાવો છે કે ફોન પર બંને નેતાઓ વચ્ચે જોરદાર દલીલબાજી થઈ હતી...બંને વચ્ચે તું-તું, મેં-મેં થઈ હતી. જેના પછી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે...
ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચેની બોલાચાલીના સમાચાર તો જાહેર થઈ ગયા, પરંતુ હવે આખી દુનિયા જાણવા માગે છે કે આખરે બે કટ્ટર મિત્રો એકબીજા પર કેમ ભડક્યા? ઈઝરાયલી મીડિયાના અહેવાલો અનુસાર, 8 નવેમ્બરે બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ દરમિયાન બંને એકબીજા પર બૂમો પાડવા લાગ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નેતન્યાહુ ઈરાન પર ફરી હુમલા શરૂ કરવા માટે અમેરિકા પર દબાણ બનાવી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે માત્ર વાતચીતથી ઈરાન નહીં અટકે અને અમેરિકાએ ફરી સૈન્ય કાર્યવાહી કરવી જોઈએ. એટલું જ નહીં, ઈરાનમાં સત્તા પરિવર્તન એટલે કે આયાતુલ્લાહ શાસનને હટાવવાની વાત પણ તેમણે જોરશોરથી ઉઠાવી હતી. જ્યારે બીજી તરફ ટ્રમ્પનું વલણ અલગ હતું. તેઓ તેહરાન સાથે ચાલી રહેલી રાજદ્વારી મંત્રણા ચાલુ રાખવાની તરફેણમાં હતા. તેમનું માનવું હતું કે ઈરાન પર આર્થિક દબાણ જાળવી રાખીને જ તેને ઝૂકવા માટે મજબૂર કરી શકાય છે. ફરી યુદ્ધ શરૂ કરવાની કોઈ જરૂર નથી..
જો કે, ઈઝરાયલના પ્રધાનમંત્રી કાર્યાલયે આ અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. કાર્યાલયે કહ્યું કે બંને નેતાઓ વચ્ચેની વાતચીત સામાન્ય રહી હતી અને કોઈ ટકરાવ થયો નહોતો. ઈરાન યુદ્ધને લઈને ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે અગાઉ પણ મતભેદ સામે આવી ચૂક્યા છે.
જૂન 2026માં બંને વચ્ચે આશરે 15 મિનિટ સુધી ફોન પર વાતચીત થઈ હતી. એ વખતે લેબનોનમાં ઈઝરાયલના વધતા હુમલાઓથી ટ્રમ્પ નારાજ હતા. તેમને ડર હતો કે આ હુમલાઓને કારણે ઈરાન સાથે અમેરિકાની શાંતિમંત્રણા તૂટી શકે છે. અમેરિકાની ન્યૂઝ વેબસાઈટ એક્સિયોસના અહેવાલ અનુસાર, ટ્રમ્પે ગુસ્સામાં નેતન્યાહુને 'પાગલ' કહી દીધા હતા. એટલું જ નહીં, ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે જો તેઓ મદદ ન કરતા તો નેતન્યાહુ જેલમાં હોત. જો કે, ત્યાર બાદ નેતન્યાહુએ સ્પષ્ટતા કરી હતી કે બંને નેતાઓ વચ્ચે ક્યારેક વ્યૂહરચનાને લઈને મતભેદ હોય છે, પરંતુ બંનેના લક્ષ્યાંક એક જ છે.
પરંતુ નબળો સમજીને અમેરિકા જે ઈરાન પર હુમલો કરીને યુદ્ધ શરૂ કરવા નીકળ્યું હતું. એ યુદ્ધ હવે ટ્રમ્પ અને અમેરિકા માટે ભારે પડી રહ્યું છે. કારણ કે ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં અમેરિકાએ અંદાજે 47.1 અબજ ડૉલર એટલે કે આશરે 4.4 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો અંદાજ છે. આ આંકડો 16 ઑક્ટોબર 2026 સુધીનો છે. અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે અમેરિકન સાંસદોને આ માહિતી આપી હતી. પરંતુ ઈરાન સાથે યુદ્ધ લડતાં-લડતાં હવે ટ્રમ્પ અને નેતન્યાહુ પોતે જ એકબીજાની સામે આવી ગયા છે.