અમેરિકાનો નવો ટેરિફ બોમ્બ... ભારત સહિત 6 દેશો પર નવા ટેરિફનો પ્રસ્તાવ, ચીન પર સૌથી વધુ
US Announces New Tariffs : અમેરિકાએ ભારત અને ચીન સહિતના અનેક દેશો પર ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં ચીન પર સૌથી વધુ ટેરિફનો સમાવેશ છે. જ્યારે ભારત સહિત અન્ય છ દેશો માટે પણ ટેરિફનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
US Announces New Tariffs : અમેરિકાએ ભારતીય માલસામાન પર ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવમાં ભારત ઉપરાંત અન્ય છ દેશોનો પણ સમાવેશ થાય છે. આ પ્રસ્તાવ હેઠળ, ચીન પર સૌથી વધુ ટેરિફ લાદવામાં આવી શકે છે, તો ચીન માટે 20% સુધીનો ટેરિફનો પ્રસ્તાવ છે.
ભારત અંગેના બ્લૂમબર્ગના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને દેશો વચ્ચે વેપાર કરાર થાય તો પણ, ભારતને ઓછામાં ઓછા 17% જેટલો ટેરિફનો સામનો કરવો પડી શકે છે. જોકે, ભારત પર લાદવામાં આવનારા પ્રસ્તાવિત ટેરિફનો સત્તાવાર દર હજુ સુધી નક્કી કરવામાં આવ્યો નથી.
ટ્રમ્પના નિશાન પર 16 દેશો... નવો ટેરિફ બોમ્બ ફોડવાની તૈયારી, ભારત પર પણ ખતરો!
કયા દેશો પર કેટલો ટેરિફ લાગી શકે છે?
આ ઉપરાંત USTRએ બાંગ્લાદેશ, યુરોપિયન યુનિયન (EU), જાપાન, સ્વિત્ઝર્લેન્ડ અને સિંગાપોર માટે 20%, તો વિયેતનામ માટે 35% સુધીના ટેરિફનો પ્રસ્તાવ મૂક્યો છે. વધુમાં, USTRએ સંકેત આપ્યો છે કે કંબોડિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ અને બાંગ્લાદેશ માટે ટેરિફ દર મહત્તમ 18% સુધી મર્યાદિત રહેશે. દક્ષિણ કોરિયા, તાઇવાન, EU, જાપાન અને સ્વિત્ઝર્લેન્ડ માટે આ દર 15% રહેશે, જ્યારે ચીન માટે હાલના ટેરિફ ઉપરાંત વધારાનો 20% ટેક્સ લાગુ કરવામાં આવશે, જેથી 40 ટકા સુધી પહોંચી જશે.
આ ટેરિફ શા માટે લાદવામાં આવી રહ્યા છે?
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ ટેરિફનો ઉદ્દેશ્ય મુખ્ય વેપારી ભાગીદારોની વધારાની ઔદ્યોગિક ક્ષમતાની અમેરિકી અર્થતંત્ર પર પડતી અસરને નિયંત્રિત કરવાનો છે, અને સાથે જ વેપાર ખાધ ઘટાડવાનો પણ છે.
ધ વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ મુજબ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર એવા દેશો પરના વર્તમાન ટેરિફમાં વધારો કરવાની તૈયારી કરી રહ્યું છે, જેના પર આરોપ છે કે તેઓ સબસિડી અને અન્ય સરકારી સહાય દ્વારા પોતાના સ્થાનિક ઉદ્યોગોને સમર્થન આપે છે. દરમિયાન, રોઇટર્સના એક અહેવાલ મુજબ, અમેરિકાએ ચીન અને ભારત સહિતની કેટલીક મોટી અર્થવ્યવસ્થાઓ પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.