US Iran War: ઈરાન-અમેરિકા વચ્ચે સંઘર્ષ વધે તેવી શક્યતા, ટ્રંપએ હુમલાની ધમકી આપી તો ઈરાન એ કહ્યું, ઈંટરનેટ નેટવર્ક પર થશે હુમલો
US Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી ટેન્શન વધ્યું હોય થાય તેવું લાગી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાની વાત કરી છે. તો બીજી તરફ ઈરાન એ પણ અમેરિકાને ચેતવણી આપી છે કે જો તેના પર હુમલો થયો તો તેઓ ઈંટરનેટ કેબલ નેટવર્ક પર હુમલો કરી શકે છે.
US Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી યુદ્ધ ગતિવિધિ વધે તેવી શક્યતા સિવાય રહી છે. તેનું કારણ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પેટ એવી વાત કરી છે કે તેઓ ફરીથી ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી શકે છે. દ્વારા કહેવામાં આવેલી આ વાતને ધ્યાનમાં રાખીને ઈરાની સુરક્ષા અધિકારીઓએ પણ જણાવી દીધું છે કે જો હવે અમેરિકા અને ઇઝરાયેલ ઈરાન પર હુમલો કરશે તો ઈરાન ચૂપ નહીં રહે. હવે ઈરાન સમુદ્રમાં પાથરેલા ઈન્ટરનેટ નેટવર્કને નિશાન બનાવશે જેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ એ શુક્રવારે ફ્લોરિડામાં એક રેલી દરમિયાન એવું કહ્યું હતું કે અમેરિકા એપિક ફ્યૂરી કરી શકે છે. જો કે તેમણે એ સ્પષ્ટતા નથી કરી કે આ કાર્યવાહી ક્યારે અને કઈ રીતે કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ કહેલી આ વાતના જવાબમાં ઈરાની સુરક્ષા અધિકારીઓએ રોઈટર્સની જણાવ્યું કે અમેરિકા અને ઇઝરાયેલ વિરુધ્ધ હવે ઈરાન પણ તૈયારી કરી રહ્યું છે. હવે ઈરાન ખાડીમાં સમુદ્ર નીચે પાથરેલા કેબલ નેટવર્ક ને નિશાન બનાવશે.
આ પણ વાંચો: Himanshu Bhau: ભારતનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અમેરિકામાં ઝડપાયો, FBI એ હિમાંશુ ભાઉની ધરપકડ કરી
ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીથી ઈરાન વિરુદ્ધ અમેરિકા એ સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. આ યુદ્ધ નો અંત ક્યારે આવશે તે હજુ સુધી સ્પષ્ટ નથી ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલતા સંઘર્ષની અસર વિશ્વભરના દેશોને થઈ રહી છે કારણ કે તેનાથી ઇંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ યુદ્ધના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે અને લાખો લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે.
શું કહ્યું રાષ્ટ્રપતિ ટ્રંપ એ ?
ઈરાન પર ફરીથી હુમલો કરવાની વાત કરતી વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા જલ્દીથી યુદ્ધ ખતમ કરી શકે છે. તેમણે કહ્યું કે અમેરિકા પાસે યુદ્ધ પૂરું કરવાની ક્ષમતા છે પરંતુ પ્રશ્ન એ છે કે તેને તુરંત જ ખતમ કરી દેવામાં આવે કે ધીરે ધીરે નબળું પાડીને ખતમ કરવામાં આવે. તેમણે કહ્યું હતું કે હોર્મુઝથી અમેરિકાને એ બધું જ મળી રહ્યું છે જેની અમેરિકાની જરૂર છે. જોકે આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ એ એવી વાત પણ કહી હતી કે આગામી મહિનામાં જે ચૂંટણી થવાની છે તે પહેલા અમેરિકા ઈરાન પર હુમલો નહીં કરે.
ઈરાનની ઈંટરનેટ નેટવર્ક પર હુમલો કરવાની ચેતવણી
ડોનાલ્ડ ટ્રંપની સૈન્ય કાર્યવાહી કરવાની વાતનો જવાબ ઈરાન દ્વારા આપવામાં આવ્યો છે. આ વખતે ઈરાને કહ્યું છે કે જો અમેરિકા તેના પર હુમલો કરશે તો ખાડીમાં સમુદ્ર નીચે પાથરેલા નેટવર્કને નિશાન બનાવવામાં આવશે. ઈરાની સુરક્ષા અધિકારીઓએ રોઇટર્સને આપેલી જાણકારી અનુસાર જો ઈરાન પર હુમલો થયો તો સમુદ્ર નીચે પાથરેલું કેબલ નેટવર્ક અને સૈન્ય ઠેકાણા સુરક્ષિત નહીં રહે. ઈરાનના અધિકારીઓનું કહેવું છે કે આ નેટવર્ક સુધી તેમને પહોંચશે અને તેઓ તેને નષ્ટ પણ કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે સમુદ્રની નીચે સાત મુખ્ય ઇન્ટરનેટ કેબલ પાથરેલા છે જેને ઈરાન નિશાન બનાવવાની વાત કરી રહ્યું છે. સમુદ્ર નીચે પથરાયેલા આ કેબલ નેટવર્ક ને ઈરાન નિશાન બનાવે તો ક્લાઉડ સેવાઓ, ઓનલાઈન વેપાર, આર્થિક વ્યવહારો પર અસર પડી શકે છે.
ફ્રાંસ સહિતના દેશોની ચેતવણી
અમેરિકા ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરશે તે વાતની આશંકા વચ્ચે કેટલાક દેશોએ ચેતવણી પણ આપી છે. શુક્રવારે ઇસ્તાંમબુલમાં બ્રિટન, ફ્રાન્સ, જર્મની, તુર્કી, મિસ્ત્ર, પાકિસ્તાન, સાઉદી અરબ અને ઈટલીના પ્રતિનિધિઓની બેઠક થઈ હતી. આ બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે આ સંઘર્ષને વાતચીત અને કુટનીતિથી ખતમ કરવો જોઈએ. આ તકે ફ્રાન્સના વિદેશ મંત્રીએ નવી સૈન્ય કાર્યવાહી કરવાથી બચવાની ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે એના અને અમેરિકા વચ્ચે યુદ્ધ વધે તો તેનાથી ફાયદો નહીં થાય પણ ઈંધણની કિંમતો પર ગંભીર અસર થશે.