ચીનમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે? ટ્રમ્પ, પુતિન, જિનપિંગ....દુનિયાના 3 શક્તિશાળી નેતાઓની મહાબેઠક!
વૈશ્વિક સ્તરે હાલ ભારે ઉથલપાથલ ચાલી રહી છે. શું વ્લાદિમિર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આમને સામને થવાના છે? અનેક દેશોમાં આ ત્રણ મહાશક્તિઓના મિલનની અટકળોનો દોર ચાલી રહ્યો છે.
અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે એક મહત્વની ત્રિપક્ષીય મુલાકાતની તૈયારીઓ ચાલુ છે. ધડાધડીમાં થઈ રહેલી આ મુલાકાતમાં ટ્રમ્પ, પુતિન અને શી જિનપિંગ આગામી અઠવાડિયે ચીનના શેનઝેનમાં સીધી મુલાકાત કરશે એવા સમાચાર છે. ત્રણેય નેતા APEC સમિટથી અલગ પણ મુલાકાત કરી શકે છે. આ બેઠકમાં દુનિયાભરમાં અસ્તિત્વમાં રહેલા પરમાણુ હથિયારોની સંખ્યાને મર્યાદિત કરવાની સાથે સાથે ઈરાન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. જો કે અમેરિકી અધિકારીઓના જણાવ્યાં મુજબ યુક્રેન યુદ્ધ એજન્ડામાં નહીં હોય.
વ્હાઈટ હાઉસે કરી નાખી પુષ્ટિ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી અઠવાડિયે ચીનમાં થનારા એક શિખર સંમેલન દરમિયાન અલગથી મુલાકાત કરવાની યોજના ઘડી રહ્યા છે. વ્હાઈટ હાઉસે તેની પુષ્ટિ કરી નાખી છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા ઓલિવિયા વેલ્સે મીડિયાને જણાવ્યું કે અમેરિકા, રશિયા અને ચીનના નેતાઓની ઐતિહાસિક બેઠક ટ્રમ્પના એશિયા પ્રશાંત આર્થિક સહયોગ એટલે કે એપેક સમિટમાં સામેલ થવા દરમિયાન દક્ષિણી શહેર શેનઝેનમાં થશે.
US Air Traffic: અમેરિકામાં એર ટ્રાફિક સિસ્ટમ ઠપ્પ થતાં સર્જાઈ સમસ્યા, હજારો લોકો એરપોર્ટ પર ફસાયા
રશિયા અને ચીનની ચૂપ્પી
ઓલિવિયાએ એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે એ સ્પષ્ટ કરી દીધુ છે કે અન્ય મુદ્દાઓ ઉપરાંત તેઓ દુનિયામાં પરમાણુ હથિયારોની સંખ્યા ઘટાડવા પર ચર્ચા કરશે. રાષ્ટ્રપતિનું માનવું છે કે આ હથિયારોની સંખ્યા વધારવી એ અત્યંત ખતરનાક છે. એપેક સમિટથી અલગ થઈ રહેલી આ મુલાકાતમાં દુનિયાની 3 મોટી પરમાણુ શક્તિઓના નેતાઓ ઈરાન મુદ્દે પણ વાત કરી શકે છે. જો કે અમેરિકી મીડિયા રિપોર્ટ્સ મુજબ આ મુલાકાત દરમિયાન યુક્રેન યુદ્ધ પર ચર્ચા થવાની આશા નથી.
એ જ રીતે ન્યૂઝ એજન્સી AP અને રોયટર્સના જણાવ્યાં મુજબ એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ નામ ગુપ્ત રાખવાની શકતે જણાવ્યું કે બેઠક બાદ કોઈ સમજૂતિની આશા નથી. અત્રે જણાવવાનું કે રશિયા અને ચીને હજુ પણ આ બેઠકને લઈને કોઈ ટિપ્પણી કરી નથી.
ટ્રમ્પ માટે બે તરફી મુશ્કેલી: વ્હાઇટ હાઉસ પાસે લોહિયાળ ખેલ, તો ઈરાન સામેના જંગમાં નેતન્યાહુ સાથે થયો જોરદાર ટકરાવ
ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યક્રમ
ટ્રમ્પ આગામી બુધવારની મોડી રાતે ચીનના શેનઝેન પહોંચશે. ટ્રમ્પની આ એશિયા યાત્રા મંગળવારે ફિલિપાઈન્સમાં ASEAN શિખર સંમેલનમાં સામેલ થવાથી શરૂ થશે. ત્યારબાદ તેઓ 21 સભ્યવાળી APECના બે દિવસના શિખર સંમેલનની ગતિવિધિઓ પર નજર રાખશે. ગુરુવારે ટ્રમ્પની શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાત થશે. 2025માં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ટ્રમ્પ અને શીની આ ચોથી મુલાકાત હશે.
ઓલિવિયાએ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચીનના પોતાના પ્રવાસનું સમાપન અમેરિકાના રાષ્ટ્રપતિ, ચીનના રાષ્ટ્રપતિ અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે ત્રિપક્ષીય બેઠક સાથે કરશે. કારણ કે તેમના આ પ્વરાસનો હેતુ અમેરિકી જનતા માટે ઐતિહાસિક ઉપલબ્ધિઓ મેળવવાનો અને હિંદ પ્રશાંત વિસ્તારમાં અમેરિકાના હિતોને આગળ વધારવાનો છે.