Attack On Riyadh Airport: રિયાદમાં હૂતીઓનો સૌથી મોટો હુમલો, 12 લોકોના મોત, 300 થી વધુ ઘાયલ, જાણો હુમલાની વિગતો
Attack On Riyadh Airport: સાઉદી અરબમાં સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. હુથીઓ દ્વારા સાઉદીના રિયાદ એરપોર્ટ પર સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે. જેમાં 12 લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો થવાથી યાત્રીઓની સુરક્ષા જોખમમાં મુકાઈ ગઈ છે.
Attack On Riyadh Airport: ફરી એક વખત હુથી વિદ્રોહીઓએ સાઉદી અરબના રિયાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવ્યું છે.. કિંગ ખાલીદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શનિવારે હુથીઓ એ સૌથી મોટો હુમલો કર્યો. એરપોર્ટ પર આ ત્રીજો હુમલો છે. આ વખતના હુમલામાં 12 લોકોના મોત થયા હોવાનું અને 300 થી વધુ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ હુમલા પછી રિયાદના એરપોર્ટ નું સંચાલન અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યું છે.
ઈરાન સમર્થિત હુથીઓ વિદ્રોહીઓએ સાઉદી અરબની રાજધાની રિયાદને ટાર્ગેટ કરી રહ્યા છે. આ પહેલા પણ હુથીઓ દ્વારા એરપોર્ટ પર બે વખત હુમલા કરવામાં આવ્યા હતા. પરંતુ શનિવારે એરપોર્ટ પર સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો. રિયાદ એરપોર્ટ પર થયેલા હુમલામાં અલગ અલગ દેશોના નાગરિકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 300 થી વધુ લોકો ઘાયલ થયા છે.
રિયાદ એરપોર્ટ પર હુથીઓ નો હુમલો
જાણવા મળતી માહિતી અનુસાર શનિવારે થયેલા હુમલામાં ટર્મિનલ ત્રણ પાસે અચાનક જ ધમાકાના અવાજ સંભળાયા હતા. આ ઘટના ના વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે જેમાં ટર્મિનલની અંદર વેરવિખેર કાટમાળ જોવા મળે છે. સાઉદી અરબ ના રિયાદ એરપોર્ટ પર થયેલા આ હુમલા પછી એરપોર્ટનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. આ મામલે સુરક્ષા સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી તમામ ફ્લાઈટ કેન્સલ કરી દેવામાં આવી છે.
રિયાદ એરપોર્ટ પર થયેલા હુમલા અંગે શુક્રવારે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુરુવારના દિવસે એરપોર્ટ પર બે હુમલા થયા હતા.આ હુમલામાં 3 સાઉદી નાગરિકોના મોત થયા હતા જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હતા. ત્યાર પછી શનિવારે ફરીથી એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું આ વખતે નુકસાન પણ વધારે થયું અને જાનહાની પણ વધી ગઈ. સાથે જ ઘાયલોની સંખ્યામાં પણ વધારો થઈ ગયો..
આ પણ વાંચો: Donald Trump: નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાથી ભડકેલા ટ્રંપ એ ગુસ્સો ઉતાર્યો ICC પર, લગાવ્યા કડક પ્રતિબંધો
રિયાદ એરપોર્ટના મૃતકોની સંખ્યા
શનિવારે રિયાદ એરપોર્ટ પર થયેલા હુમલામાં 4 સાઉદી નાગરિકો, 2 બાંગ્લાદેશના નાગરિક અને અમેરિકા, જોર્ડન, ફલીસ્તીન, સિરીયા અને મિશ્રના એક એક નાગરિકોનું મોત થયું છે.
શનિવારે થયેલી ઘટના પછી અમેરિકા દુત્તાવાસે ચેતવણી જાહેર કરી છે અને સાઉદી અરબમાં હોય તેવા અમેરિકી નાગરિકોને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને તે વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરી છે. સાથે જ અમેરિકી નાગરિકોને એરલાઇન અને એરપોર્ટની ડાયરેક્ટ ફ્લાઈટની સ્થિતિ તપાસવા સલાહ આપવામાં આવી છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે સાઉદી અરબમાં અમેરિકી કર્મચારીઓએ પણ એરપોર્ટ નો ઉપયોગ કરતા પહેલા વિશેષ અનુમતિ લેવી.