SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ચિપ બનાવતી દિગ્ગજ કંપનીના CEO ચીનના હનીટ્રેપમાં ફસાયા? લફરું સ્વીકારી કર્મચારીઓ, પત્ની-બાળકો પાસે માફી માંગી

Nvidia CEO Jensen Huang admits relationship with Alice Huang: AI ચિપ બનાવનારી એક દિગ્ગજ કંપની Nvidiaના સીઈઓ જેનસન હુઆંગે સિંગાપુર બેસ્ડ કંપની મેગાસ્પીડના સીઈઓ અને કથિત ચીની જાસૂસ સાથે અનૈતિક સંબંધોની સ્વીકારી લેતા હડકંપ મચ્યો છે. આ મુદ્દે તેમણે કંપનીના કર્મચારીઓને એક સંદેશ મોકલ્યો જેમાં આ સ્વીકારતા પત્ની અને બાળકોની પણ માફી માંગી માંગી છે.

Written By Viral Raval
Published: Nov 09, 2026, 09:06 AM IST | Updated: Nov 09, 2026, 09:13 AM IST
Image Credit: AI Generated Image
Join


એનવીડિયાના સીઈઓ જેન્સેન હુઆંગે પોતાના  કર્મચારીઓને એક ઈમેઈલ મોકલ્યો અને સ્વીકાર્યું કે તેમણે પત્ની સાથે બેવફાઈ કરી છે અને કથિત ચીની જાસૂસ સાથે અફેર હતું. કર્મચારીઓને મોકલેલા સંદેશમાં તેમણે લખ્યું કે તેમના આ પગલાં માટે કોઈ બહાનું નથી અને તેમને તેમની કરણી પર ઊંડો અફસોસ છે.  હુઆંગે પત્ની અને બાળકો પાસે પણ માફી માંગી છે. અત્રે જણાવવાનું કે એવા સમયે આ મામલો સામે આવ્યો છે કે જ્યારે ચિપ બનાવનારી કંપની એનવીડિયાએ તેમના કથિત સંબંધો અંગે સ્વતંત્ર તપાસ શરૂ કરી છે.

પાકિસ્તાનને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીત, પાક મંત્રીનું નિવેદન

હુઆંગે શું લખ્યું છે સંદેશમાં?

હુઆંગ સામે શરૂ થઈ તપાસ

જેન્સન હુઆંગે ભૂલ સ્વીકારતા જ એનવીડિયા સામે રાષ્ટ્રીય સુરક્ષા સંલગ્ન સવાલ પણ ઊભા થઈ ગયા છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કહ્યું કે તેમણે એક વિદેશી ઈન્ટેલિજન્સ અભિયાન સંલગ્ન આરોપોનો રિપોર્ટ સામે આવ્યા બાદ સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. આ  તપાસની નિગરાણી કંપનીના સ્વતંત્ર ડિરેક્ટર્સની એક સમિતિ કરશે. જેમાં બહારના કાનૂની સલાહકાર પણ મદદ કરશે. હુઆંગે આ તપાસનું સમર્થન કર્યું છે અને સંપૂર્ણ રીતે સહયોગ આપવાની વાત કરી છે.

કંપની એનવીડિયાએ કહ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રાષ્ટ્રી સુરક્ષા કે કંપનીના ગોપનીય  ડેટા સાથે સમાધાન થયું છે તેવું માનવા પાછળ કોઈ કારણ નથી. જો કે તપાસમાં ઉપલબ્ધ જાણકારીઓની સમીક્ષા થશે. કંપનીએ કહ્યું કે, અમેરિકાની રાષ્ટ્રીય અને આર્થિક સુરક્ષાની રક્ષા કરવી એ તેમની પ્રાથમિકતા છે.

દિવાળીની ઉજવણી વચ્ચે અમેરિકામાં હિંદુ વિરોધી પ્રદર્શનથી બખેડો, પ્રમિલા જયપાલે કહ્યું: નફરત નહીં ચાલે!

એલિસ હુઆંગ પર શું છે આરોપો

અત્રે જણાવવાનું કે એનવીડિયા અગાઉ કહી ચૂકી છે કે તેના સીઈઓ દર વર્ષે હજારો ગ્રાહક અધિકારીઓ સાથે વાત કરે છે. કંપનીનું કહેવું છે કે એશિયામાં તેમના ક્લાઉડ ગ્રાહકોને ફક્ત સામાન્ય કારોબારી જાણકારી મળે છે. સંવેદનશીલ વેપારી જાણકારી કે અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત જાણકારી નહીં. અમેરિકાએ 2022માં એવા નિકાસ નિયંત્રણ લાગૂ કર્યા છે જેનો હેતુ ચીનની એડવાન્સ એનવીડિયા ચિપ્સ અને તેને બનાવવા માટે જરૂરી ઉપકરણો સુધી પહોંચને સિમિત કરવાનું છે.

ટ્રમ્પનો ક્રોધાગ્નિ કે ઈરાનની જીદ્દ? મિડલ ઈસ્ટમાં ફરી મોટો ધડાકો થવાના એંધાણ, ઈરાનની ૭ શરતોનું સસ્પેન્સ

ટ્રમ્પે કેમ કર્યો બચાવ

જો કે આ આરોપો બાદ પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેન્સન હુઆંગનો બચાવ કર્યો. ટ્રમ્પે કહ્યું કે તપાસના સમાચાર સામે આવ્યા બાદ તેમણે એનવીડિયા સીઈઓ સાથે વાત કરી નથી. રિપોર્ટરો સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે, તેઓ હુઆંગને એક સારો માણસ ગણે છે. પરંતુ આ સાથે એમ પણ કહ્યું કે પડદા પાછળ શું ચાલે છે તે  કોઈને ખબર નથી. પણ તેમણે હુઆંગના વખાણ કરતા કહ્યું કે તેમણે અમેરિકા માટે શાનદાર કામ કર્યું છે. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેમણે ગત વર્ષે મળેલી ગુપ્ત માહિતી પર કાર્યવાહી ન થઈ તેનો અફસોસ છે. તો તેમણે કહ્યું કે, ના મને એવું લાગતું નથી. તેમણે હુઆંગને એક સન્માનિત વ્યક્તિ ગણાવ્યા. બીજી બાજુ ચીન પહેલેથી જ એનવીડિયા સીઈઓને ટાર્ગેટ કરવાના જાસૂસી અભિયાનના આરોપોને ફગાવી  ચૂક્યું છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES