Nvidia ના CEO જેન્સેન હુઆંગે તમામ પદો પરથી ધર્યું રાજીનામું, 'ચાઈનીઝ જાસૂસ' સાથે અફેરના ખુલાસાથી મચ્યો હતો હડકંપ
Nvidia CEO Jensen Huang Resigns: ચાઈનીઝ જાસૂસ સાથે લવ અફેરના વિવાદ વચ્ચે આખરે Nvidiaના પ્રેસિડેન્ટ, CEO અને બોર્ડ મેમ્બર જેન્સન હુઆંગે તમામ પદો પરથી રાજીનામું આપી દીધુ છે. જેન્સેન હુઆંગના એક ચાઈનીઝ જાસૂસ અને પોતાની જ કંપનીના એક સીનિયર મહિલા અધિકારી સાથેના અફેરના ખુલાસા બાદ હડકંપ મચ્યો હતો.
ભારે હંગામા વચ્ચે આખરે Nvidia કોર્પોરેશનના જેન્સન હુઆંગે કંપનીના પ્રેસિડેન્ટ, CEO અને બોર્ડ મેમ્બરના પદેથી તત્કાળ પ્રભાવે રાજીનામું ધરી દીધુ છે. Nvidia કોર્પોરેશન તરફથી અપાયેલી જાણકારીમાં તેની પુષ્ટિ કરાઈ છે. કંપનીએ જણાવ્યું કે જેન્સેન હુઆંગનું રાજીનામું તત્કાળ પ્રભાવથી લાગૂ થશે. તેમની જગ્યાએ કોલેટ ક્રેસને વચગાળાના CEO બનાવવામાં આવ્યા છે. ક્રેસ હાલ એક્ઝીક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ તથા ચીફ ફાઈનાન્શિયલ ઓફિસરના પદે તૈનાત હતા.
એક સાથે બબ્બે અફેરનો ખુલાસો
જેન્સેન હુઆંગના એક કથિત ચીની જાસૂસ સાથે સંબંધ સામે આવ્યા બાદ તેમના પર રાજીનામું આપવાનું દબાણ વધી ગયું હતું. બુધવારે મોડી રાતે મીડિયા રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું કે હુઆંગનું એનવીડિયાના જ એક મહિલા કર્મચારી સાથે પણ અફેર હતું. જે સીધા તેમના અંડરમાં કામ કરતા હતા. દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંથી એક એનવીડિયાના શેરોમાં ગુરુવારે પ્રી માર્કેટ ટ્રેડિંગ દરમિયાન 10 ટકાનો ભારે કડાકો જોવા મળ્યો હતો.
ચિપ બનાવતી દિગ્ગજ કંપનીના CEO ચીનના હનીટ્રેપમાં ફસાયા? લફરું સ્વીકારી કર્મચારીઓ, પત્ની-બાળકો પાસે માફી માંગી
કોલેટ ક્રેસ 13 વર્ષથી Nvidia સાથે જોડાયેલા
કંપનીએ બોર્ડના કાયમી CEOની શોધ પણ શરૂ કરી દીધી છે. આ માટે કંપનીના અંદર અને બહાર બંને જગ્યાના નામો પર વિચાર કરવામાં આવશે. કોલેટ ક્રેસ સપ્ટેમ્બર 2012માં Nvidia સાથે જોડાયા હતા. તેઓ 13 વર્ષ કરતા પણ વધુ સમયથી કંપનીના ફાઈનાન્સ સંબંધિત કામો સંભાળે છે. આ અગાઉ તેઓ લગભગ 25 વર્ષ સુધી બીજી મોટી ટેક કંપનીઓમાં કામ કરી ચૂક્યા છે. જેમાં Cisco અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓ સામેલ છે.
કંપનીના બોર્ડમાં પણ મોટો ફેરફાર
કંપનીમાં CEO બદલાવવાની સાથે સાથે બોર્ડમાં પણ મોટો ફેરફાર થયો છે. Nvidia એ હાર્વે સી જોન્સને બોર્ડના પહેલા ચેરમેન નિયુક્ત કર્યા છે. તેમની પાસે ટેક્નોલોજી અને બિઝનેસની દુનિયામાં 30 વર્ષથી પણ વધુનો અનુભવ છે. તેઓ કારોબારી, ટેક કંપનીના અધિકારી અને રોકાણકાર રહી ચૂક્યા છે. આ અગાઉ તેો Synopsys ના CEO અને એક્ઝીક્યુટિવ ચેરમેન હતા. હાહ્વે જોન્સે કોલેટ ક્રેસના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે કોલેટે કંપનીના ફાસ્ટ ગ્રોથમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમને કંપનીના કારોબાર, ગ્રાહકો અને આર્થિક સ્થિતિની સારી સમજ છે.
'ફિલ્મી કહાની', ચીને Nvidia ના CEO હુઆંગના નિવેદન બાદ આપી પ્રતિક્રિયા, કહ્યું- બધું જૂઠું છે
જેન્સેને 33 વર્ષ સંભાળી કંપની
Nvidia ના બોર્ડે જેન્સેન હુઆંગના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો છે. જેન્સેને લગભગ 33 વર્ષ સુધી કંપનીનું નેતૃત્વ સંભાળ્યું. તેમે 1993માં આ કંપનીની શરૂઆત કરી હતી. તેમના નેતૃત્વમાં Nvidia ટેક્નોલોજીની દુનિયામાં મોટી ઓળખ ઊભી કરી. કોલેટ ક્રેસે પણ કહ્યું કે તેઓ જેન્સેને નાખેલા મજબૂત પાયા પર આગળ કામ કરશે. તેમણે કહ્યું કે કંપનીની લિડરશીપ ટીમ સાથે મળીને તેઓ AI અને એડવાન્સ કમ્પ્યુટિંગના ક્ષેત્રે કામ ચાલુ રાખશે.