દોસ્ત દોસ્ત ના રહા ! દર વર્ષે ઇઝરાયલને મળતી 4 અરબ ડોલરની મદદ બંધ કરવાની ટ્રંપની ઘોષણા
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપ એ ઇઝરાયલને મોટો ઝટકો આપ્યો છે. ટ્રંપએ જાહેર કર્યું છે કે આગામી વર્ષથી અમેરિકા ઇઝરાયલને 4 અરબ ડોલરની આર્થિક મદદ નહીં આપે. રાષ્ટ્રપતિ ટ્રંપના આ નિર્ણયથી ઇઝરાયલને મોટો ઝટકો લાગી શકે છે.
અમેરિકામાં એક તરફ મધ્યવર્તી ચૂંટણીના પરિણામ પર સૌની નજર છે તો બીજી તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ પોતાના મિત્ર દેશ ઇઝરાયલને મોટો ઝટકો આપ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ ઘોષણા કરી છે કે આગામી વર્ષથી અમેરિકા ઇઝરાયલને આર્થિક મદદ નહીં કરે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા તરફથી ઇઝરાઇલને દર વર્ષે અંદાજે 4 અરબ ડોલરની આર્થિક સહાયતા મળતી હતી. કે હવે આગામી વર્ષથી બંધ કરી દેવામાં આવશે.
અમેરિકા ઇઝરાયેલને આર્થિક મદદ નહીં કરે
રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ ચૂંટણી વચ્ચે મોટી ઘોષણા કરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકા આગામી વર્ષથી ઇઝરાયેલને 4 અરબ ડોલરની આર્થિક મદદ નહીં કરે. જોકે ટ્રમ્પ એ એવું પણ કહ્યું છે કે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નૈતન્યાહુ સાથે આ અંગે સહમતિ બની છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે ઇઝરાયેલને હવે આર્થિક સહાયતાની જરૂર નથી એટલા માટે અમેરિકા આ સહાય આપવાનું બંધ કરશે. ચૂંટણી વચ્ચે ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતને મહત્વની ગણવામાં આવી રહી છે.
ઇઝરાયેલને દર વર્ષે મળતાં 4 અરબ ડોલર
બીજી તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ સ્પષ્ટતા પણ કરી દીધી છે કે 4 અરબ ડોલરની આર્થિક મદદ બંધ કરવામાં આવશે પરંતુ અમેરિકા ઇઝરાયલને હથિયાર વેંચવાનું યથાવત રાખશે અને ઇઝરાયેલને જરૂર પડશે તો અમેરિકા તેની દરેક પ્રકારે મદદ પણ કરશે. જાણકારોનું કહેવું છે કે ચૂંટણી વચ્ચે ટ્રમ્પ એ આ ઘોષણા એટલા માટે કરી છે કે ઇઝરાયેલને અમેરિકા જે 4 અરબ ડોલરની દર વર્ષે મદદ કરે છે તે મુદ્દે વિપક્ષ ટ્રંપની આલોચના કરી રહ્યું હતું. જેને લઈને ચૂંટણી દરમિયાન ટ્રમ્પ એ આ મદદ બંધ કરવાની જાહેરાત કરી છે જેથી વિપક્ષની પાસે આલોચનાનો મુદ્દો ન રહે.
અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે સમજૂતી
રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ આ અંગે સત્તાવાર ઘોષણા કરતા કહ્યું હતું કે, અમેરિકા હવે ઇઝરાયલને આર્થિક મદદ આપવાનું બંધ કરી દેશે ઇઝરાયલને જરૂર પડશે તો અમેરિકા મદદ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે એક સમજૂતી થઈ છે જે સમજૂતી સપ્ટેમ્બર 2028 સુધી લાગુ રહેશે અને આ સમજૂતી અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અમેરિકા દર વર્ષે ઈઝરાઇલને 3.8 અરબ એટલે કે લગભગ ચાર અરબ ડોલરની સૈન્ય સહાયતા આપશે. હવે આ સહાયતા આપવાનું બંધ કરશે તેવું ટ્રમ્પ દ્વારા જાહેર તો કરવામાં આવ્યું છે પરંતુ આ ફંડ કેવી રીતે બંધ થશે તેની સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી.
ચૂંટણી દરમિયાન ટ્રમ્પ એ આ ઘોષણા વામપંથિઓ દ્વારા થતી આલોચનાને લઈને કરી હોવાની ચર્ચા પણ જાગી છે.. ટ્રંપની વિરોધી પાર્ટી ઇઝરાઇલને થતી મદદને લઈને ઘણા સમયથી ટ્રમ્પની પાર્ટીને ઘેરી રહી છે. સર્વેમાં પણ એવું આવ્યું છે કે અમેરિકા ઇઝરાયેલનું વધારે સમર્થન કરે છે. લોકોનું પણ એવું માનવું છે કે અમેરિકા મધ્ય પૂર્વમાં ઇઝરાયલને જરૂર કરતા વધારે મદદ આપી રહ્યું છે. આ વિરોધને ધ્યાનમાં લઈ ટ્રંપએ આ ઘોષણા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.