'ફિલ્મી કહાની', ચીને Nvidia ના CEO હુઆંગના નિવેદન બાદ આપી પ્રતિક્રિયા, કહ્યું- બધું જૂઠું છે
ચીને એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગના નિવેદન બાદ પ્રતિક્રિયા આપી છે. હુઆંગે કબૂલ કર્યું છે કે તેનું એક ચીની મહિલાની સાથે અફેર ચાલી રહ્યું હતું.
ચીને એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગ પર લાગેલા જાસૂસી સાથે જોડાયેલા તમામ આરોપોને નકારી દીધા છે. હુઆંગનું ચીનની કથિત જાસૂસ એલિસ હુઆંગ સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું હતું. આ મામલાને લઈને આરોપ છે કે એલિસે એનવીડિયાના સીઈઓ સાથે મિત્રતા વધારી કંપનીની ઘણી સીક્રેટ જાણકારી બેઇજિંગ સુધી પહોંચાડી છે. પરંતુ બેઇજિંગે આ આરોપોને નકારી દીધા છે.
ગ્લોબલ ટાઈમ્સ પ્રમાણે ચીનના વિદેશમંત્રાલયે એનવીડિયાના સીઈઓ અને કથિત ચીની જાસૂસના સંબંધોના સમાચારને પાયાવિહોણા ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયે આ આરોપોને નકારતા સંબંધિત રિપોર્ટોને નિરાધાર ગણાવ્યા છે. તેમણે તેને ચીન વિરુદ્ધ માત્ર અફવા ગણાવી છે.
ચીને ગણાવી હોલીવુડની કહાની
દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીની વિદેશ મંત્રાલયે તે પણ કહ્યું કે આ એક શાનદાર કહાની છે, જેમાં હોલીવુડની કોઈ થ્રિલર ફિલ્મના તમામ વળાંક અને સસ્પેન્સ ઉપલબ્ધ છે. ચીને કહ્યું કે આ આરોપોને સાબિત કરવા માટે હજુ સુધી કોઈ પૂરાવા દેખાડવામાં આવ્યા નથી. મીડિયા રિપોર્ટ્સના દાવા સંપૂર્ણ રીતે અજાણ્યા સ્ત્રોત પર નિર્ભર છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીત, પાક મંત્રીનું નિવેદન
સિંગાપુરના ગૃહ મંત્રાલયે શું કહ્યું
તો સિંગાપુરના ગૃહ મંત્રાલયે પણ વોલ સ્ટ્રીટ જર્નલના તે રિપોર્ટનો નકારી દીધો છે, જેમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું કે સિંગાપુરના અધિકારીઓની ચિંતાઓ હતી અને તેમણે સિંગાપુર સ્થિત ડેટા સેન્ટર કંપની મેગાસ્પીડ સાથે જોડાયેલી એક ઉદ્યમી મહિલાની તપાસ કરી હતી. મંત્રાલયે કહ્યું કે ન તો સિંગાપુર સરકાર અને ન તેના અધિકારીઓએ આવું કહ્યું છે અને આવી કોઈ તપાસ થઈ નથી.
મહત્વનું છે કે એનવીડિયાના સીઈઓના મીડિયામાં સમાચાર સામે આવ્યા બાદ ઘણા દેશોમાં હલચલ જોવા મળી રહી છે. ચીન પર જાસૂસીના આરોપ લાગી રહ્યાં છે, પરંતુ ચીન તેનો ઈનકાર કરી રહ્યું છે.