• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /નસીબ આને કહેવાય! અમેરિકાનો ભંગારનો વેપારી રાતો રાત બની ગયો કરોડપતિ, જાણો શું હાથ લાગ્યો ખજાનો

નસીબ આને કહેવાય! અમેરિકાનો ભંગારનો વેપારી રાતો રાત બની ગયો કરોડપતિ, જાણો શું હાથ લાગ્યો ખજાનો

Russian imperial Easter egg found : કિસ્મત ક્યારે. ક્યાં અને કઈ રીતે બદલાઈ જાય એ કોઈ જાણતું નથી. સામાન્ય રીતે આપણે જે સામાન ભંગારની દુકાનમાં વેચીએ છીએ. જેને આપણે નકામો સમજીએ છીએ પરંતુ શું તમે કલ્પના કરી શકો કે ભંગારના ઢગલામાંથી પણ એવી કોઈ વસ્તુ મળી શકે. જે રાતો રાત કોઈને જમીન પરથી સીધા આસમાનમાં પહોંચાડી દે. આવો જ એક ચમત્કાર અમેરિકામાં જોવા મળ્યો છે. જ્યાં એક ભંગારના વેપારીની કિસ્મત માત્ર એક ઈંડાએ બદલી નાખી. 13 લાખ રૂપિયામાં ખરીદેલું ઈંડું 312 કરોડ રૂપિયામાં વેચાયું!

Edited ByKaran Rajput
Published: Oct 22, 2026, 07:11 PM IST|Updated: Oct 22, 2026, 07:17 PM IST
joinshare
નસીબ આને કહેવાય! અમેરિકાનો ભંગારનો વેપારી રાતો રાત બની ગયો કરોડપતિ, જાણો શું હાથ લાગ્યો ખજાનો
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
એક મહિનામાં ₹7,510 સસ્તું થયું સોનું, શું દિવાળી સુધીમાં ભાવ વધુ ઘટશે? જાણો એક્સપર્ટ શું કહ્યું

એક મહિનામાં ₹7,510 સસ્તું થયું સોનું, શું દિવાળી સુધીમાં ભાવ વધુ ઘટશે? જાણો એક્સપર્ટ શું કહ્યું

2

"ગર્લફ્રેન્ડ બનાવવામાં કોઈ ખરાબી નથી, પણ માં બનાવીને ન છોડો, સંબંધોમાં જવાબદારી લેતા શીખો', આનંદીબેન પટેલનું મોટું નિવેદન

3

નસીબ આને કહેવાય! અમેરિકાનો ભંગારનો વેપારી રાતો રાત બની ગયો કરોડપતિ, જાણો શું હાથ લાગ્યો ખજાનો

4

અહીં નહીં અટકે RBI... ડિસેમ્બરમાં ફરી લાગશે ઝટકો, આ વખતે કેટલો થશે વધારો? જાણો એક્સપર્ટ પાસેથી

5

દિવાળીમાં ગામડે જવા GSRTC દોડાવશે આ રૂટ પર વધારાની બસો; તહેવારો પૂર્વે સરકારની મોટી જાહેરાત

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Imperial Faberge egg scrap dealer : અમેરિકાના એક ભંગારના વેપારીના હાથમાં એવો ખજાનો લાગ્યો. જેણે તેની કિસ્મત જ બદલી નાખી. આ વેપારી રાતોરાત કરોડપતિ બની ગયો. આ તસવીરો જુઓ.વેપારીની કિસ્મત બદલનાર આ જ એ ઈંડું છે!

  • ભંગારમાંથી મળ્યું 312 કરોડનું શાહી ઈંડું
  • માત્ર એક ઈંડાએ કિસ્મત બદલી નાખી
  • 13 લાખનું ઈંડું 312 કરોડમાં વેચાયુ
  • ભંગારમાંથી નીકળ્યો કરોડોનો ખજાનો
  • ભંગારનો વેપારી બની ગયો કરોડપતિ

આ કહાની શરૂ થાય છે અમેરિકાના મિડવેસ્ટ વિસ્તારના એક નાના શહેરથી. જ્યાં ભંગારનો વ્યવસાય કરતો એક સામાન્ય માણસ રોજની જેમ ભંગાર શોધી રહ્યો હતો. એ દરમિયાન સ્થાનિક બજારમાં તેની નજર સોનાના એક નાના ઈંડા પર પડી. વેપારીને લાગ્યું કે આ સોનાનું બનેલું કોઈ જૂનું શણગારનું સાધન છે. તેણે વિચાર્યું કે જો આ ઈંડાને ઓગાળીને વેચી દેવામાં આવે, તો થોડો નફો મળી શકે!

આશરે 13 લાખ રૂપિયામાં ખરીદી લીધું.

વેપારીએ જરાય મોડું કર્યા વિના એ ઈંડું માત્ર 14 હજાર ડોલર એટલે કે આશરે 13 લાખ રૂપિયામાં ખરીદી લીધું. તેનો પ્લાન એકદમ સ્પષ્ટ હતો. ઈંડાને ભઠ્ઠીમાં ઓગાળવું, સોનું અલગ કરવું અને બજારમાં વેચીને થોડા પૈસા કમાઈ લેવા પરંતુ કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હતું!

બજારમાં તેને સોનાની યોગ્ય કિંમત મળી રહી નહોતી. જેના કારણે એ ઈંડું ઘણા દિવસો સુધી તેની પાસે જ પડ્યું રહ્યું. એક દિવસ વેપારીએ ઈન્ટરનેટ પર ઈંડાની અંદર આવેલી ઘડિયાળ પર લખેલું નામ સર્ચ કર્યું અને ત્યારે જે હકીકત સામે આવી, તે જાણીને તેના હોશ ઊડી ગયા!

 3.3 કરોડ ડોલર એટલે કે લગભગ 312 કરોડ રૂપિયામાં વેચ્યું

આ ઈંડું રશિયાના શાસક ઝાર એલેક્ઝાન્ડર ત્રીજાએ વર્ષ 1887માં ઈસ્ટરના તહેવાર પર પોતાની પત્નીને ભેટમાં આપેલું 'ત્રીજું શાહી ઈસ્ટર ઈંડું' હતું, જે દાયકાઓ પહેલાં ગુમ થઈ ગયું હતું! આ ઐતિહાસિક ઈંડાની ઓળખ થયા બાદ એક પ્રાચીન વસ્તુઓના સંગ્રાહકે તેને આશરે 3.3 કરોડ ડોલર એટલે કે લગભગ 312 કરોડ રૂપિયામાં ખરીદી લીધું અને આ રીતે ભંગારના વેપારીની કિસ્મત રાતોરાત ચમકી ઊઠી!

આ ઈંડું સોના, કિંમતી હીરા અને નીલમથી બનેલું છે અને તેની અંદર એક પ્રતિષ્ઠિત ઘડિયાળ છુપાયેલી છે! ભંગારના વેપારીની કિસ્મત સંપૂર્ણપણે બદલાઈ ચૂકી હતી.જે માણસ ગઈકાલ સુધી બીજા લોકો દ્વારા ફેંકી દેવામાં આવેલી વસ્તુઓમાંથી પોતાનું ગુજરાન ચલાવતો હતો, તે આજે અબજોપતિઓની હરોળમાં આવી ગયો હતો!

સંજોગો બદલાતાં એક ક્ષણનો પણ સમય લાગતો નથી

આ કહાની એ વાતનો સૌથી મોટો પુરાવો છે કે જ્યારે કિસ્મત બદલાય છે, ત્યારે સંજોગો બદલાતાં એક ક્ષણનો પણ સમય લાગતો નથી! કહેવાય છે કે કિસ્મત મહેરબાન હોય તો ગધેડો પણ પહેલવાન બની જાય...પરંતુ આ કહાનીએ સાબિત કરી દીધું કે કિસ્મત મહેરબાન હોય તો ભંગાર પણ કોહિનૂર બની જાય!

રશિયાના શાહી પરિવારનું એ ખોવાયેલું ઈંડું આજે કોઈ મ્યુઝિયમ કે તિજોરીની શોભા વધારતું હશે પરંતુ એ ઈંડાએ એક સામાન્ય ભંગારના વેપારીની દુનિયા હંમેશ માટે બદલી નાખી!

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News