SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અલ કાયદાની ખુલ્લી ધમકી! યુદ્ધ હજું પત્યું નથી, ઈઝરાયેલ-યુએસના વિમાનો ઉડાવી દઈશું

ફ્લાયદુબઈની જે ફ્લાઈટ દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી તેને ક્રેશ કરવાની કોશિશ કરનારા ઓમાની કો પાયલટના આ આતંકી કૃત્યને હવે આતંકી સંગઠન અલ કાયદાએ વખાણ્યું છે અને આવા હુમલાઓ થવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

Written By Viral Raval
Published: Oct 04, 2026, 02:14 PM IST | Updated: Oct 04, 2026, 02:21 PM IST
Image Credit: હુમલાખોર કો પાયલટ હમામી અલ હમામી
Join

30 સપ્ટેમ્બરના રોજ મોટો આતંકી હુમલો જાણે ટળ્યો. કારણ કે ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 જે દુબઈથી ઈઝરાયેલના તેલઅવીવ જઈ રહી હતી તેમાં દોઢ બે કલાક જેટલો સમય વીત્યો ત્યારબાદ પ્લેનના કો પાયલટે કેપ્ટનને ગંભીર રીતે ઘાયલ કરીને પ્લેનને ક્રેશ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મચ્છરના સાહસથી 9/11 જેવી દુર્ઘટના ટળી. સાથી કો પાયલટનું હવે નામ પણ સામે આવ્યું છે અને ચોંકાવનારી વાત એ છે કે આતંકી સંગઠન સાથેના કનેક્શનની પણ વાતો થઈ રહી છે. અલ કાયદા આતંકી સંગઠને તો આ  હુમલાખોર ઓમાની પાયલટના વખાણ પણ કર્યા અને સાથે સાથે ધમકી પણ આપી.

ઓમાની કો પાયલટે ક્રેશ એક્સ (એક જાતની કુહાડી)થી કર્યો હતો હુમલો
ફ્લાઈદુબઈની આ ફ્લાઈટમાં કો પાયલટ એક ઓમાની નાગરિક હતો જેનું નામ હમામી અલ હમામી છે અને તેણે કેપ્ટન સ્મિત મચ્છર પર નમાજ પઢવાના બહાને ઊભા થઈને કુહાડીથી હુમલો કર્યો હોવાની વિગતોનો ખુલાસો કેપ્ટન સ્મિતની ઈઝરાયેલી પીએમ બેન્જામીન નેતન્યાહૂ સાથેની વાતોમાં બહાર આવી છે. આ ઓમાની નાગરિકના સોશિયલ મીડિયા હેન્ડલ્સ ચકાસાઈ રહ્યા છે. જેમાં અલ કાયદાના પૂર્વ પ્રમુખ ઓસામી બિન લાદેન અને અયમાન અલ ઝવાહિરી સહિત અનેક લોકો સંલગ્ન કન્ટેન્ટ જોવા મળ્યા છે.

અલ કાયદાએ કૃત્ય વખાણ્યું
હવે આ ઘટના અંગે આતંકી સંગઠન અલ કાયદાએ ટિપ્પણી પણ કરી છે. આતંકી સંગઠને ઓમાની નાગરિકની આ આતંકી  કરતૂતના વખાણ કર્યા છે અને અમેરિકા અને ઈઝરાયેલી વિમાનોને ટાર્ગેટ કરવાની પણ વાત કરી છે. ધ ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ અલ કાયદાનું આ નિવેદન પ્રો અલ કાયદા સપોર્ટર્સ તરફથી જુલાઈ 2026માં શરૂ કરાયેલા વીકલી પબ્લિકેશન અલ બયાનની નવી  એડિશનમાં પ્રકાશિત થયું છે. જો કે આતંકી સમૂહની ટેલિગ્રામ ચેનલો પર સર્ક્યુલેટ થયા બાદ તેને હટાવી લેવાયું.

શું આપી ધમકી
રિપોર્ટ મુજબ આ પબ્લિકેશનમાં 9/11ના હુમલા અને 30 સપ્ટેમ્બર 2026ના રોજ ઘટેલી ફ્લાયદુબઈની ફ્લાઈટના હાઈજેક કરવાના પ્રયત્નનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 
આ વિમાનમાં 174 જેટલા લોકો સવાર હતા. જેમાંથી મોટાભાગના ઈઝરાયેલી હતા. 
ધ ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ અરબી ભાષામાં લખાયેલા આ લેખમાં અણેરિકી અને ઈઝરાયેલી લોકોને લઈ જઈ રહેલા વિમાનો પર હુમલા કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. 
પોસ્ટમાં લખાયું કે યુદ્ધ હજુ ખતમ થયું નથી અને ઈસ્લામ વિરુદ્ધ લડતા જાયોનિસ્ટો, અમેરિકનો અને તમામ  કાફિરોને લઈ જતા વિમાનો હજુ પણ આકાશમાં મંડરાઈ રહ્યા છે અને તેમને ટાર્ગેટ કરવામાં આવી શકે છે. જેવું 11 અને 30 સપ્ટેમ્બરે થયું હતું.

UAEના મતે આ આતંકી ઘટના
અત્રે જણાવવાનું કે યુનાઈટેડ આરબ અમીરાતના ડાયરેક્ટર જનરલ પ્રોસિક્યુશને ફ્લાયદુબઈવાળી ઘટનાને આતંકી હુમલાની કોશિશ ગણાવી છે. પરંતુ અધિકારીઓએ હજુ એ જાણવામાં સફળતા મેળવી નથી કે આ હુમલા પાછળનો મુખ્ય હેતુ શું હતો અને કો પાયલટે કેમ આવું કરવાની કોશિશ કરી. 
બીજી બાજુ ઈઝરાયેલી પ્રધાનમંત્રીએ ફોક્સ ન્યૂઝને જણાવ્યાં મુજબ કો પાયલટને કટ્ટર ઈસ્લામિક વિચારધારાની ટ્રેનિંગ મેળવી ચૂકેલો હતો અને તે આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યો હતો. જો કે અંગે હજુ તપાસ ચાલુ છે.

હુમલાખોર કો પાયલટ વિશે બહાર આવેલી માહિતી

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES