• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /25 મિનિટ સુધી જીવ સટોસટનો ખેલ, 174 મુસાફરોના કેવી રીતે બચ્યા, જાણી લો પળે પળની આ છે સ્ટોરી

25 મિનિટ સુધી જીવ સટોસટનો ખેલ, 174 મુસાફરોના કેવી રીતે બચ્યા, જાણી લો પળે પળની આ છે સ્ટોરી

Plane Hijack Attempt : ફ્લાયદુબઈની ફ્લાઈટમાં 25 મિનિટ સુધી આ જીવ સટોસટનો ખેલ ચાલતો રહ્યો. 25 મિનિટ સુધી 180 મુસાફરોના શ્વાસ અધ્ધર રહ્યા. 34 હજાર ફૂટની ઊંચાઈ પર આ શું થઈ રહ્યું છે, પહેલાં તો થોડીવાર સુધી કોઈને કંઈ સમજાયું જ નહીં. પરંતુ જ્યારે કોકપિટનો દરવાજો ખુલ્યો અને એમાં હુમલાખોર ઓમાની પાયલટ અને ઈજાગ્રસ્ત ભારતીય પાયલટની હાલત દેખાઈ, ત્યારે હડકંપ મચી ગયો. વિમાનમાં બે પાયલટ હોય છે. એક ખરાબ રીતે ઈજાગ્રસ્ત હતો અને બીજો પ્લેનને હાઈજેક કરવાની ફિરાકમાં હતો. એ પછી શું થયું, કેવી રીતે પ્લેનનું સેફ લેન્ડિંગ થયું, જોઈએ આ આ રિપોર્ટમાં

Written ByKaran Rajput
Published: Oct 01, 2026, 06:15 PM IST|Updated: Oct 01, 2026, 06:26 PM IST
joinshare
25 મિનિટ સુધી જીવ સટોસટનો ખેલ, 174 મુસાફરોના કેવી રીતે બચ્યા, જાણી લો પળે પળની આ છે સ્ટોરી
Image Credit: Hijack Attempt on Flydubai Flight

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

2

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

3

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

4

તેને ચાકુથી મારા પર અનેક વાર કર્યા.... સામે આવ્યો ગંભીર રીતે ઘાયલ થયેલા કેપ્ટન સ્મિતનો પહેલો વીડિયો

5

Maruti ની આ કાર ખરીદવા લોકોની પડાપડી! 30 દિવસમાં 2.36 લાખ ગાડીઓ વેચાઈ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Flydubai Flight Incident : જ્યારે મોત બિલકુલ સામે દેખાઈ રહ્યું હોય, 34 હજાર ફૂટની ઊંચાઈ પર બચવાનો કોઈ રસ્તો ન બચ્યો હોય, અને મોતની તલવાર 25 મિનિટ સુધી માથા પર લટકતી હોય, આવી સ્થિતિમાં માણસ કાં તો હિંમત હારી જાય છે, અથવા તો પોતાને બચાવવાના આખરી પ્રયાસમાં 'કરો કે મરો' વાળા મિશન પર આવી જાય છે...

ફ્લાયદુબઈની ફ્લાઈટમાં આ જ થયું. પહેલા કેપ્ટન સ્મિત મચ્છારે હિંમત દાખવી અને એ પછી ચાર ઇઝરાયેલી નાગરિકોએ, જેમણે હુમલાખોર કો-પાયલટને કાબૂમાં કર્યો. યાનીવ નામનો આ એ જ ઇઝરાયેલી પેસેન્જર છે, જેણે પ્લેનમાં 25 મિનિટની આખી ઘટના ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂને મળીને સંભળાવી.

અમને લાગ્યું કે દરવાજો બંધ છે

“કેપ્ટન ચાકુના ઘાથી ખરાબ રીતે ઈજાગ્રસ્ત હતા અને લોહીથી લથપથ થઈને દરવાજા પાસે પડેલા હતા. અમને લાગ્યું કે દરવાજો બંધ છે, પરંતુ જેવો જ અમે ધક્કો માર્યો, તો તે ખુલી ગયો. બેભાન થતાં પહેલાં કેપ્ટને પોતાની આખરી બચેલી તાકાત લગાવીને અંદરથી લોક ખોલી નાખ્યો હતો.”

જો કોકપિટનો દરવાજો ન ખુલ્યો હોત તો શું થાત

નેતન્યાહૂએ જ્યારે ભારતીય પાયલટની આ બહાદુરી વિશે સાંભળ્યુ તો તેઓ હેરાન રહી ગયા. તેઓ ક્યારેક યાનીવના લોહીથી લથપથ કપડાં જોઈ રહ્યા હતા, તો ક્યારેક એ પાયલટ વિશે વિચારી રહ્યા હતા- જો કોકપિટનો દરવાજો ન ખુલ્યો હોત તો શું થાત...

“પહેલા અમને લાગ્યું કે કોકપિટનો દરવાજો બંધ છે, પરંતુ જેવો જ અમે ધક્કો માર્યો, તે ખુલી ગયો. જેવા તેઓ કોકપિટમાં ઘૂસ્યા, બંને પાયલટ સીટો પર કોઈ નહોતું. ભારતીય કેપ્ટન બેભાન પડેલા હતા અને હુમલાખોર કો-પાયલટ બંને સીટો વચ્ચેની પેનલ્સ અને બટનો પર ચડીને સાધનોને તોડવામાં લાગેલો હતો જેથી પ્લેન ક્રેશ થઈ જાય.”

યાનીવના જણાવ્યા મુજબ, કોકપિટમાં ઘૂસ્યા પછી તેણે ઝડપથી એ હુમલાખોરની ગરદન પકડી લીધી અને તેને ખેંચીને કોકપિટની બહાર ફેંકી દીધો. એ પછી બહાર ઊભેલા પેસેન્જર્સને બૂમ પાડીને કહ્યું કે આને મજબૂતીથી પકડી લો! આ પછી યાનીવે જે દાવો કર્યો, તે સાંભળીને નેતન્યાહૂ પણ હેરાન રહી ગયા.

યાનીવના જણાવ્યા મુજબ ઓમાની પાયલટને બહાર કર્યા પછી તેણે પ્લેનને કંટ્રોલ કર્યું. જ્યારે યાનીવનો એવિએશન ફિલ્ડ સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી!

નેતન્યાહૂ: “તેં જાતે કંટ્રોલ્સને પાછળ ખેંચ્યા? તને કેવી રીતે ખબર હતી કે પ્લેનને ઉપર ઉઠાવવા માટે આને પાછળ જ ખેંચવાનું હોય છે?”
યાનીવ: “હા, મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર! હું હંમેશાં ટીવી પર ‘એર ક્રેશ ઇન્વેસ્ટિગેશન’ શો જોતો હોઉ છું, એ જોઈ-જોઈને જ મને આ ખબર પડી હતી.”

ફ્લાયદુબઈની ફ્લાઈટ લેન્ડ થઈ

આ સાંભળતા જ પીએમ નેતન્યાહૂ અને રૂમમાં હાજર તમામ સુરક્ષા અધિકારીઓ ખડખડાટ હસી પડ્યા.  બીજી તરફ ફાઇટર જેટ્સની દેખરેખ હેઠળ જ્યારે ફ્લાયદુબઈની ફ્લાઈટ લેન્ડ થઈ, ત્યારે મુસાફરોમાં પણ ખુશીની લહેર દોડી ગઈ. મુસાફરો ‘ઇઝરાયેલ ઝિંદાબાદ’, ‘ઇઝરાયેલ અમર રહે’ના નારા લગાવવા લાગ્યા. સાથે જ એ ભારતીય પાયલટ અને 4 મુસાફરોનો આભાર પણ માન્યો, જેમની હિમતથી તેઓ મોતના મુખમાંથી બહાર નીકળી આવ્યા...

ઈરાનનો રોલ નીકળ્યો તો ભારે કિંમત ચૂકવવી પડશે

ઘટનાની તપાસ આગળ વધવાની સાથે જ એમાં આંતરરાષ્ટ્રીય ષડયંત્રના એંગલ પણ સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઇઝરાયેલી અધિકારીઓ એ વાતની પણ તપાસ કરી રહ્યા છે કે શું આ ઘટના પાછળ ઈરાનનો કોઈ હાથ તો નથી ને. ઇઝરાયેલના એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ ઇન્ટરવ્યુમાં ચેતવણીભર્યા લહેકામાં કહ્યું કે જો તપાસમાં એ વાત સાબિત થઈ જાય કે આ હુમલા પાછળ ઈરાન કે તેની કોઈ એજન્સીની ભૂમિકા હતી, તો ઈરાને આની બહુ ભારે કિંમત ચૂકવવી પડશે.

Add Zee News as a Preferred Source
TAGS:
Captain Smit Machchhar