• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /વડોદરા
  • /દેશસેવાનું સપનું જોતા યુવાનો માટે મોટી તક, વડોદરામાં અપાશે ફ્રી ડિફેન્સ ટ્રેનિંગ

દેશસેવાનું સપનું જોતા યુવાનો માટે મોટી તક, વડોદરામાં અપાશે ફ્રી ડિફેન્સ ટ્રેનિંગ

Vadodara News : વડોદરામાં સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે નિઃશુલ્ક 30 દિવસીય નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. મદદનીશ રોજગાર નિયામક કચેરી દ્વારા 90 પુરુષ ઉમેદવારોને ભરતી પૂર્વેની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે. તાલીમનો પ્રારંભ 1 ઓક્ટોબર, 2026થી થશે.

Written ByDilip Chaudhary
Published: Sep 27, 2026, 04:20 PM IST|Updated: Sep 27, 2026, 04:29 PM IST
joinshare
દેશસેવાનું સપનું જોતા યુવાનો માટે મોટી તક, વડોદરામાં અપાશે ફ્રી ડિફેન્સ ટ્રેનિંગ

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vadodara News : સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે વડોદરામાં મહત્વની તક ઊભી થઈ છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની મદદનીશ રોજગાર નિયામક કચેરી, વડોદરા દ્વારા 90 પુરુષ ઉમેદવારો માટે ભરતી પૂર્વેની પરીક્ષાલક્ષી નિઃશુલ્ક નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2026-27 માટેની આ 30 દિવસીય સઘન તાલીમનો પ્રારંભ 1 ઓક્ટોબર, 2026થી વડોદરા ખાતે થશે.

શારીરિક અને શૈક્ષણિક લાયકાત

આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને સંરક્ષણ ક્ષેત્રની ભરતી માટે શારીરિક અને શૈક્ષણિક રીતે તૈયાર કરવાનો છે. તાલીમમાં જોડાવા માટે ઉમેદવારની ઉંમર 17.5થી 25 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. સાથે જ ઉમેદવારે ધોરણ 10 કે તેથી વધુનું શિક્ષણ મેળવેલું હોવું જોઈએ. આ તાલીમ માત્ર પુરુષ ઉમેદવારો માટે રાખવામાં આવી છે.

તાલીમ દરમિયાન ડિફેન્સ ક્ષેત્રના નિવૃત્ત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શારીરિક કસોટીની તૈયારી કરાવવામાં આવશે. આ ઉપરાંત લેખિત પરીક્ષામાં સફળતા મેળવવા માટે નિષ્ણાત ફેકલ્ટી દ્વારા વિવિધ વિષયોનું સઘન થિયરી જ્ઞાન આપવામાં આવશે.

તાલીમાર્થીઓને સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે

તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે 80 ટકાથી વધુ હાજરી ધરાવતા ઉમેદવારોને દરરોજ રૂ.100નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત તાલીમ દરમિયાન અભ્યાસ સામગ્રી, ચા-નાસ્તો, પૌષ્ટિક ભોજન અને રહેવાની સુવિધા પણ નિઃશુલ્ક આપવામાં આવશે.

આ તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ 29 સપ્ટેમ્બર, 2026 સુધીમાં વડોદરાના તરસાલી સ્થિત રોજગાર કચેરી ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ઉંમરના પુરાવા, બેંક એકાઉન્ટની પાસબુક, રહેઠાણના સરનામા સહિતના જરૂરી અસલ દસ્તાવેજો સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.

આ રીતે સંરક્ષણ ક્ષેત્રમાં દેશસેવાનું સપનું જોતા યુવાનો માટે નિઃશુલ્ક તાલીમ, રહેઠાણ, ભોજન અને સ્ટાઈપેન્ડ સાથેની આ તક કારકિર્દીની તૈયારી માટે ઉપયોગી બની શકે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News