• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /વડોદરા
  • /સોશિયલ મીડિયાની કાળી બાજુ: મિત્રતાના નામે મુંબઈની હોટેલમાં યુવતી પર દુષ્કર્મ, વડોદરાના યુવાનની કરતૂતથી હાહાકાર

સોશિયલ મીડિયાની કાળી બાજુ: મિત્રતાના નામે મુંબઈની હોટેલમાં યુવતી પર દુષ્કર્મ, વડોદરાના યુવાનની કરતૂતથી હાહાકાર

સોશિયલ મીડિયાની ઝળહળતી દુનિયા પાછળ કેવું ભયાનક અંધારું છુપાયેલું છે... તેનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમારા રૂવાડાં ઊભા થઈ જશે...એક યુવતી... જેણે એક ભણેલા-ગણેલા મિત્ર પર આંખો બંધ કરીને ભરોસો કર્યો...મુંબઈની એક હોટેલમાં 'ગેટ-ટુગેધર' ના નામે એક પાર્ટી ગોઠવાય છે...યુવતી પણ ત્યાં પહોંચે છે...પછી શું થયું.

Written ByGokani Dhaval
Published: Sep 30, 2026, 09:03 PM IST|Updated: Sep 30, 2026, 09:24 PM IST
joinshare
સોશિયલ મીડિયાની કાળી બાજુ: મિત્રતાના નામે મુંબઈની હોટેલમાં યુવતી પર દુષ્કર્મ, વડોદરાના યુવાનની કરતૂતથી હાહાકાર

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

જેના પર આંખો બંધ કરીને વિશ્વાસ કર્યો, એ જ દોસ્ત આખરે હેવાન નીકળ્યો...વડોદરાની પ્રખ્યાત એમ. એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો સફાન શેખ તેના ચાર મિત્રો સાથે મુંબઈમાં નશાની મહેફિલ માણવા પહોંચ્યો હતો...આ પાર્ટીમાં વડોદરાની કોલેજિયન યુવતીને પણ બોલાવવામાં આવી હતી...યુવતીને અંદાજો પણ નહોતો કે જે મિત્ર પર તે ગર્વ કરતી હતી, તે જ તેને હવસનો શિકાર બનાવવાનું ષડયંત્ર રચી રહ્યો છે...

મુંબઈની હોટેલમાં પાર્ટી દરમિયાન યુવતીને કોલ્ડ્રિંક્સ કે કેફી પીણું પીવડાવી બેભાન કરી દેવામાં આવી. યુવતી અર્ધબેભાન અવસ્થામાં હતી અને નરાધમોએ તેની મજબૂરીનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ ગુજાર્યું...આટલું જ નહીં, આ પાપ છુપાવવા માટે નરાધમોએ પીડિતાને ગાડીમાં બેસાડી ગુજરાત તરફ ભાગવાનું શરૂ કર્યું.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પીડિત યુવતી મુખ્ય આરોપી સફાન શેખના સંપર્કમાં સોશિયલ મીડિયા દ્વારા આવી હતી...ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક પર શરૂ થયેલી સામાન્ય હાય-હેલ્લો આખરે જિંદગીની સૌથી મોટી બરબાદી સાબિત થઈ.

આ પણ વાંચોઃ 4 લાખ રૂપિયા લેવાનો દાવો અને વિવાદમાં ફસાયા જીગ્નેશ મેવાણી! તમે પણ જાણો શું છે સમગ્ર મામલો

પાપ ગમે એટલું છુપાવો, પણ બહાર આવી જ જાય છે...મુંબઈથી ગુજરાત આવતી વખતે વાપીના ડુંગરા નજીક યુવતીની તબિયત અચાનક લથડી...આરોપીઓ ગભરાઈને તેને વાપીની હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોને શંકા જતાં તાત્કાલિક ડુંગરા પોલીસને જાણ કરી. પોલીસે એક્શનમાં આવીને મુખ્ય આરોપી સફાન ઝફર શેખ અને ફરીદ કોઠીયાવાલાને દબોચી લીધા છે...જ્યારે સલમાન, વસીમ અને ફૈઝાન મુલતાની હજુ પણ ફરાર છે...કોર્ટે પકડાયેલા નરાધમોના રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસ હવે તમામના મેડિકલ ટેસ્ટ કરાવી કાયદાનો ગાળિયો મજબૂત કરી રહી છે.

આજના હાઈ-ફાઈ જમાનામાં રીલ્સ અને લાઈક્સના ચક્કરમાં યુવાનો કેવી રીતે નશા અને ગુનાખોરીના રસ્તે ચડી રહ્યા છે, આ કિસ્સો તેનો જીવતો જાગતો પુરાવો છે..

ભણેલા-ગણેલા યુવાનોનું આ કૃત્ય સમાજ માટે લાલબત્તી સમાન છે. સોશિયલ મીડિયાના મિત્રો રિયલમાં કેટલા ખતરનાક હોઈ શકે છે તે વાપી પોલીસે ખુલ્લું પાડ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ફરાર ત્રણ નરાધમો ક્યારે પોલીસના સકંજામાં આવે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News