• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /સુરત
  • /ઘરની આંગણે પણ અસુરક્ષા: ગાઢ નિંદ્રામાં પોઢેલા પરિવારને ખબર પણ ન રહી, બહાર વૃદ્ધા પર ઘાતકી હુમલો કરી લૂંટારૂઓ પલાયન

ઘરની આંગણે પણ અસુરક્ષા: ગાઢ નિંદ્રામાં પોઢેલા પરિવારને ખબર પણ ન રહી, બહાર વૃદ્ધા પર ઘાતકી હુમલો કરી લૂંટારૂઓ પલાયન

Vapi Robbery : શું હવે આપણા ઘરના આંગણા પણ સુરક્ષિત નથી રહ્યા? ઔદ્યોગિક નગરી વાપીમાંથી એક એવી સનસનાટીભરી અને હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે, જે સાંભળીને તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે! જ્યાં પરિવાર ઘરમાં ગાઢ નિંદ્રામાં પોઢ્યો હતો, ત્યાં ઘરની બહાર એક એવો ખૂની ખેલ રમાઈ રહ્યો હતો જેની કલ્પના પણ કોઈએ નહીં કરી હોય...

Written ByKaran Rajput
Published: Sep 24, 2026, 03:30 PM IST|Updated: Sep 24, 2026, 03:54 PM IST
joinshare
ઘરની આંગણે પણ અસુરક્ષા: ગાઢ નિંદ્રામાં પોઢેલા પરિવારને ખબર પણ ન રહી, બહાર વૃદ્ધા પર ઘાતકી હુમલો કરી લૂંટારૂઓ પલાયન

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ICC World Cup 2027 Schedule: ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન, કોની સામે ક્યારે રમશે ટીમ ઈન્ડિયા? જુઓ ફુલ શેડ્યૂલ

ICC World Cup 2027 Schedule: ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન, કોની સામે ક્યારે રમશે ટીમ ઈન્ડિયા? જુઓ ફુલ શેડ્યૂલ

2

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

3

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

4

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

5

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

વાપીના ડુંગરા ફળિયા વિસ્તારના કોળીવાડમાં બનેલી ઘટનાએ વલસાડ જિલ્લાને ધ્રુજાવી દીધો છે. વહેલી સવારે પરિવારના તમામ સભ્યો ઘરની અંદર મીઠી નિંદ્રા માણી રહ્યા હતા, ત્યારે ઘરની બહાર એક એવો ભયાનક ખેલ રમાઈ રહ્યો હતો જેની કલ્પના પણ પરિવારે કરી નહોતી. 75 વર્ષીય નાની બહેન પટેલ ઘરની બહાર બેઠા હતા અને એ જ સમયે કાળ બનીને બે લૂંટારુઓ ત્રાટક્યા.

  • વાપીમાં વૃદ્ધા પર ખૂની હુમલો
  • 7 તોલાથી વધુ સોનાની લૂંટ
  • મોઢામાં ડૂચો મારી લૂંટ ચલાવી
  • વૃદ્ધાને કીચડમાં ફેંકી ફરાર
  • બે અજાણ્યા લૂંટારૂઓની શોધ તેજ

આતંકીઓની જેમ ત્રાટકેલા બે શખ્સોએ સૌથી પહેલા આ વૃદ્ધાને દબોચી લીધી. લૂંટારુઓ સારી રીતે જાણતા હતા કે જો માજી બૂમાબૂમ કરશે તો ઘરમાં સૂતેલો પરિવાર જાગી જશે. એટલે ક્રૂરતાની તમામ હદો વટાવીને આરોપીઓએ વૃદ્ધાના મોઢામાં કપડાનો ડૂચો મારી દીધો. અવાજ દબાવી દીધા બાદ લૂંટારુઓએ વૃદ્ધા પર જાનલેવા હુમલો શરૂ કર્યો.

Vapi

વાડાના કીચડમાં ફેંકીને પલકારામાં ગાયબ 

લૂંટારુઓએ વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને કાન-ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી. પીડાથી કણસતા વૃદ્ધાના 7 તોલાથી વધુ સોનાના દાગીના જબરદસ્તી આંચકી લેવાયા. પાપીઓ એટલેથી ન અટક્યા, પુરાવાનો નાશ કરવા અને વૃદ્ધા કોઈને તાત્કાલિક કહી ન શકે તે માટે તેમને ઘરની પાછળ આવેલા વાડાના કીચડમાં ફેંકીને પલકારામાં ગાયબ થઈ ગયા. સવારે જ્યારે પરિવારે ઘરના મોભીની આ દશા જોઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ.

લૂંટ પાછળ કોઈ ચોક્કસ 'જાણભેદુ' હોઈ શકે છે

આ ચકચારી લૂંટની ઘટના વાયુવેગે પ્રસરતા ડુંગરા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પીડિત વૃદ્ધાના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસને આશંકા છે કે આ લૂંટ પાછળ કોઈ ચોક્કસ 'જાણભેદુ' હોઈ શકે છે, જેણે અગાઉ ઘરની રેકી કરી હતી. હાલ તો પોલીસે અલગ-અલગ દિશામાં ટીમો દોડાવી બંને જલ્લાદોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

શું લૂંટારુઓ આટલા બેખોફ બની ગયા 

વાપીમાં બનેલી આ ઘટના લાલબત્તી સમાન છે. 75 વર્ષના માજીની આપવીતી સાંભળીને કાળજું કંપી જાય છે. સવાલ એ થાય છે કે શું લૂંટારુઓ આટલા બેખોફ બની ગયા છે કે વૃદ્ધો પર હુમલો કરતા પણ તેમની આત્મા નથી કાંપતી?. પોલીસ હવે સીસીટીવી અને કડીઓ જોડીને આ 'જાણભેદુ' લૂંટારુઓ સુધી પહોંચવા રાત-દિવસ એક કરી રહી છે પણ જ્યાં સુધી આ જલ્લાદો જેલના સળિયા પાછળ નહીં ધકેલાય, ત્યાં સુધી કોળીવાડના રહીશોમાં ભયનો સન્નાટો યથાવત રહેશે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News