• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /સુરત
  • /સુરતમાં ચર્ચને નિશાન બનાવનારા કુખ્યાત ચોર ઝડપાયો, 85,500નો મુદ્દામાલ જપ્ત

સુરતમાં ચર્ચને નિશાન બનાવનારા કુખ્યાત ચોર ઝડપાયો, 85,500નો મુદ્દામાલ જપ્ત

Surat Crime News: સુરત શહેરમાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવતી ગેંગ અને ગુનેગારો સામે સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. ચોકબજાર વિસ્તારમાં આવેલા એક ચર્ચમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર કુખ્યાત ચોર અનિલ પારગીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરીનો સામાન અને હથિયારો સહિત કુલ રૂપિયા 85,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Reported ByChudasama KrushnapalsinhEdited ByChudasama Krushnapalsinh
Published: Sep 27, 2026, 06:12 PM IST|Updated: Sep 27, 2026, 06:27 PM IST
joinshare
સુરતમાં ચર્ચને નિશાન બનાવનારા કુખ્યાત ચોર ઝડપાયો, 85,500નો મુદ્દામાલ જપ્ત

About the Author

    Chudasama Krushnapalsinh

    Chudasama Krushnapalsinh

    2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    2

    IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

    3

    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    4

    IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

    5

    જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Surat Crime News: મળતી માહિતી મુજબ, આરોપી અનિલ પારગીએ ચોકબજાર વિસ્તારમાં આવેલા ચર્ચને નિશાન બનાવ્યું હતું. તેણે ચર્ચમાં પ્રવેશ કરી ત્યાં રાખેલી દાનપેટીમાંથી રૂપિયા 45,500ની રોકડ રકમની ચોરી કરી હતી. 

    કિંમતી સામાન પણ ચોરી કરી ફરાર થઈ ગયો હતો

    આ ઉપરાંત ચર્ચમાંથી મલ્ટીમીડિયા સ્પીકર, પંખા અને અન્ય કિંમતી સામાન પણ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. CCTV ફૂટેજના આધારે પોલીસને સફળતા મળી હતી, ચર્ચમાં થયેલી આ ચોરીની સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજના આધારે પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી.

    85,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

    આ ચોરી અંગે અગાઉ લાલગેટ પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હથિયારો અને સ્પીકર સહિતનો મુદ્દામાલ રિકવરક્રાઈમ બ્રાન્ચે આરોપી અનિલ પારગીની ધરપકડ કરીને તેની પાસેથી ચોરી કરેલા સ્પીકર, મોબાઈલ ફોન, પંખા અને ગુનામાં વપરાયેલા/રાખેલા હથિયારો મળી કુલ 85,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે આરોપીને લાલગેટ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

    કુખ્યાત ચોર પકડાતા પોલીસે રાહતનો શ્વાસ લીધો

    ધાર્મિક સ્થળ પર ચોરી કરનાર આ કુખ્યાત ચોર પકડાતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે અને તેની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Gujarati News