SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સુરતમાં ઈમાનદારી અને ખાખીની નિષ્ઠાના બે મોટા કિસ્સા; મહિલાને મળ્યા જિંદગીભર કમાયેલા 14 લાખ, તો મનીષભાઈએ બચાવી ડોક્ટરની ફ્લાઈટ

Surat News: આ બંને ઘટનાઓ સુરત શહેરની કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. એક તરફ, જિલ્લા પોલીસે સીસીટીવી તપાસ અને નિષ્ઠા દ્વારા કિમ ગામના ફૂલ વેચતા અલકાબેન માળીની જિંદગીભરની ₹14 લાખની ચોરાયેલી કમાણી 'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ હેઠળ સુપ્રત કરી ન્યાય અપાવ્યો છે. તો બીજી તરફ, સુરત રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા કુલી મનીષભાઈ વણઝારાએ પ્લેટફોર્મ પરથી મળેલી 7 લાખની રોકડ અને પાસપોર્ટ ભરેલી બેગ મૂળ માલિક ડોક્ટરને સલામત પરત કરી ઈમાનદારીની મિસાલ કાયમ કરી છે.

Written By Kinjal Patel
Published: Oct 03, 2026, 04:10 PM IST | Updated: Oct 03, 2026, 04:23 PM IST
Join

પ્રશાંત ઢીવરે/સુરત: સુરત જિલ્લા પોલીસે ફરી એકવાર 'તેરા તુઝકો અર્પણ' ને સાર્થક કર્યું. કિમ ગામની ફૂલ વેચતી મહિલા અલકાબેન માળીને તેમની 14 લાખની જિંદગીભરની કમાણી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પરત અપાવવામાં આવી. કિમ ગામના નિવાસી અલકાબેન માળી ફૂલનું વેચાણ કરી પરિવારનું ભરણપોષણ કરે છે. થોડા દિવસો પહેલા તેમના ઘરે ઘરફોડ ચોરી થઈ હતી, જેમાં તસ્કરો 14 લાખથી વધુ કિંમતના સોનાના દાગીના ચોરી ગયા હતા.

Gujarat News Live: રાત્રે 12 વાગ્યા સુધી જ 'લાઉડ' ગરબા, અમદાવાદની પ્રગતિ સ્કૂલમાં શિક્ષકની શરમજનક કરતૂત, ભરૂચની ઐતિહાસિક જુમ્મા 

પોલીસે ગાળેલા સોનાને વેચીને 14 લાખ રૂપિયા ઉપજાવ્યા
ફરિયાદ બાદ જિલ્લા પોલીસે CCTV ના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું કે ચોરી કરનાર બે આરોપીઓ પૈકી એક ફરિયાદીનો જ સગો સંબંધી હતો. જે મહારાષ્ટ્રથી તેમના ઘરે આવ્યો હતો અને તક મળતા ઘરેણા અને રોકડ ચોરી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીને મહારાષ્ટ્રના જલગાંવથી ઝડપી પાડ્યો. આરોપીએ તમામ ઘરેણા ગાળી નાખ્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે ગાળેલા સોનાને વેચીને 14 લાખ રૂપિયા ઉપજાવ્યા અને મુદ્દામાલ જપ્ત કર્યો.

આજે યોજાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અલકાબેન માળીને 14 લાખ રોકડા પરત આપવામાં આવતા અલકાબેન ભાવુક થઈ ગયા હતા

સુરત રેલવે સ્ટેશન પર કુલીની ઈમાનદારીને સલામ, 7 લાખ ભરેલો બેગ પરત કરી ડોક્ટરની અમેરિકાની ફ્લાઈટ બચાવી
સુરત રેલવે સ્ટેશન પર કુલીએ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્લેટફોર્મ પરથી મળેલો લાખો રૂપિયા અને પાસપોર્ટ ભરેલો બેગ કુલીએ મુસાફરને પરત કરી તેનું સપનું બચાવી લીધું. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પરથી એક લાવારિસ બેગ મળી આવ્યો હતો. ફરજ પર હાજર કુલી મનીષભાઈ વણઝારાની નજર બેગ પર પડી. મનીષભાઈએ બેગની તપાસ કરતા અંદરથી પાસપોર્ટ અને મોટી રકમની રોકડ મળી આવી. બેગ પર લખેલા મોબાઈલ નંબર પર તેમણે તાત્કાલિક મુસાફરનો સંપર્ક કર્યો.

ગુજરાતને ‘ગ્લોબલ કૅપેબિલિટી હબ’ બનાવવા માટે ડિજિટલ ઇન્સેન્ટિવનો નવો રોડમૅપ જાહેર, જાણો કઈ રીતે મળશે લાભ

કુલી મનીષભાઈ વણઝારા અને તેમની ટીમની આ ઈમાનદારીની સર્વત્ર પ્રશંસા
જાણવા મળ્યું કે આ બેગ એક ડોક્ટરનો હતો. જે ટ્રેનમાંથી વાપી ઉતરી ગયો હતો. ડોક્ટરને મુંબઈથી અમેરિકા જવા માટે ફ્લાઈટ પકડવાની હતી. જો પાસપોર્ટ ન મળત તો તેની આખી મુસાફરી રદ થઈ જાત.બેગમાં મહત્વનો પાસપોર્ટ અને અંદાજે 6 થી 7 લાખ રૂપિયાની કિંમતના અમેરિકન ડોલર હતા. કુલી મનીષભાઈએ સંપૂર્ણ સુરક્ષા સાથે બેગ મુસાફરને પરત કર્યો. બેગ પરત મળતા ડોક્ટરે ભાવુક થઈને મનીષભાઈનો આભાર માન્યો. કુલી મનીષભાઈ વણઝારા અને તેમની ટીમની આ ઈમાનદારીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES