SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

2027ની ચૂંટણી પહેલા કોડીનારના પૂર્વ MLA જે ડી સોલંકી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા, BJP છોડવાનું કારણ અત્યંત ચોંકાવનારું

2027ની વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપને મોટો ફટકો પડ્યો છે. કોડીનારના પૂર્વ ધારાસભ્ય જે ડી સોલંકીએ હવે ભાજપને ટાટા બાય બાય કરી કોંગ્રેસ જોઈન કરી લીધી છે. તેમણે કહ્યું કે, કોડિનાર વિસ્તારમાં અસામાજિક તત્વો ત્રાસ છે. આ વિસ્તારમાં દિનુ સોલંકીના ત્રાસથી પ્રજા ત્રાહિમામ છે. આ વિસ્તારમાં મંત્રી હોવા છતાં તમામ સંચાલન આ વ્યક્તિ જ કરે છે. તેના કારણે જ હું ભાજપ છોડું છું. આ વિસ્તારમાં કોઇ વિકાસ થયો નથી.

Written By Viral Raval
Published: Oct 22, 2026, 01:39 PM IST | Updated: Oct 22, 2026, 01:56 PM IST
Join

એકબાજુ જ્યાં તમામ રાજકીય પક્ષો આવતા વર્ષે થનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગ્યા છે ત્યાં તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે કારણ કે કોડીનારના પૂર્વ ધારાસભ્ય જે ડી સોલંકી દાયકાઓ સુધી ભાજપમાં રહ્યા બાદ હવે કોંગ્રેસમાં જોડાયા છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2012માં કોડીનાર બેઠક પરથી તેઓ ચૂંટણી જીત્યા હતા. જે ડી સોલંકીના પક્ષપલટાથી કોડીનારનું રાજકારણ ગરમાયું છે. 

કોંગ્રેસમાં જોડાયા બાદ શું કહ્યું જે ડી સોલંકીએ?

કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ જે ડી સોલંકીએ કહ્યું કે સમગ્ર કોડીનાર તાલુકાના સમગ્ર સમાજના લોકોની એવી લાગણી હતી કે જેઠાભાઈ સોલંકી કોંગ્રેસમાં જોડાય જેને માન આપીને આજે હું કોંગ્રેસમાં જોડાઉ છું. કોંગ્રેસમાં જોડાવા મુદ્દે પ્રશ્ન પૂછાતા તેમણે કહ્યું કે, અત્યારની પરિસ્થિતિ તમે જાણો છો. કોડીનારની સ્થિતિથી તમે માહિતગાર છો. અમારા ત્યાં અસમાજિક તત્વોના લોકોનું રાજ ચાલે છે અને અમાસાજિક તત્વોના ત્રાસના કારણે ગરીબ લોકો, નાના વર્ગના લોકોના કામ ન થતા હોવાન કારણે અમે ભાજપ છોડીએ છીએ

કેમ છોડ્યું ભાજપ?

અત્રે જણાવવાનું કે જે ડી સોલંકી પહેલા કોંગ્રેસમાં હતા અને પછી ભાજપમાં ગયા અને વળી પાછા  કોંગ્રેસમાં ગયા છે. તેના વિશે પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, અંદરોઅંદર કોઈ ખટરાગ નથી. માત્ર અને માત્ર કોડિનાર તાલુકામાં જે  અસામાજિક અને ડોન તરીકે જીવન જીવે છે તેને તમે જાણો છો, એ વ્યક્તિના કારણે જ સમગ્ર કોડીનાર તાલુકાના તમામ નાગરિકો નારાજ છે. જેમને તમે બધા જાણો છો ક્રિમિલન માણસ છે 302ના આરોપી દીનુભાઈ બોઘાભાઈ સોલંકી અને શિવાભાઈ સોલંકી છે.

તેમણે કહ્યું કે હું 2027ની ચૂંટણી માટે નથી આવ્યો કારણ કે હવે તો મારી ઉંમર થઈ ગઈ. સેવાકીય કામો પહેલેથી કરું છું અને એક પાયાના કાર્યકર તરીકે કરું છું. 1981થી જાહેર જીવનમાં છું અે તમામ લોકોની સાથે જમીન સ્તરે જોડાયેલો છું. વિસ્તારના ધારાસભ્ય તો મંત્રી છે ત્યારે એ વિસ્તારમાં શું અત્યારે ઘટી રહ્યું છે તે તમે પ્રજાને પૂછો.

સૌરાષ્ટ્રના રાજકારણમાં જોવા મળી શકે અસર

અત્રે જણાવવાનું કે કોડીનાર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જે ડી સોલંકીએ હવે ભાજપનો ભગવો છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. દાયકાઓ સુધી ભાજપમાં કહ્યા બાદ હવે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. વર્ષ 2012માં તેઓ ચૂંટણી લડ્યા અને કોડીનાર વિધાનસભા બેઠકના ધારાસભ્ય બન્યા હતા. તે સમય  દરમિયાન તેમણે સંસદીય સચિવ તરીકે પણ કામગીરી કરી હતી. કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપને હવે ગીર સોમનાથ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં પડકારો ઊભા થઈ શકે છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES