SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarati News Live: દિવાળીના દિવસે અનેક જગ્યાએ આગની ઘટના, સુરતમાં એકની હત્યા, અમદાવાદમાં ફાયરિંગ

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 8 નવેમ્બરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written By Gokani Dhaval
Published: Nov 09, 2026, 07:48 AM IST | Updated: Nov 09, 2026, 11:30 AM IST
Join


Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..

09 Nov 2026, 11:28 AM

અમદાવાદમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ

અમદાવાદમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં 1024 કરોડ રૂપિયાના કામનું લોકાર્પણ થશે. જોધપુરમાં નવનિર્મિત નોલેજ હબનું ઉદ્ઘાટન. ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. રામાપીર ટેકરાના 1400 સહિત કુલ 9 હજાર મકાનોનો ડ્રો કરવામાં આવશે.

09 Nov 2026, 11:28 AM

અમદાવાદમાં નવા બ્રિજનું લોકાર્પણ

અમદાવાદમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઈસ્કોનથી સાણંદ ચોકડી સીધુના બ્રિજનું લોકાર્પણ કરશે. 4.03 કિમી લાંબા એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કરાશે. આ બ્રિજ શરૂ થવાથી લાખો વાહનચાલકોને રાહત મળશે.

09 Nov 2026, 9:52 AM

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર ફાયરિંગ

દિવાળીના દિવસે ફડાકડા ફોડવા જેવી બાબતે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર ફાયરિંગની ઘટના બની હતી. ટોળાના હુમલાથી બચવા માટે બે-ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મિનલ રબારી સહિત 25 લોકો સામે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
 

09 Nov 2026, 9:18 AM

સુરતમાં ફટાડકા ફોડવા બાબતે એકની હત્યા

સુરતના ભટાર વિસ્તારમાં દિવાળીના દિવસે હત્યાનો બનાવ બન્યો છે. ફટાકડા ફોડવા બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 18 વર્ષીય પ્રસિદ્ધ સંતોષ મોરે પર જીવલેણ હુમલો કરાયો હતો. યુવકને છાતીના ભાગે ધારદાર હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હતા. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

09 Nov 2026, 9:16 AM

રાજ્યમાં અનેક જગ્યાએ આગની ઘટના

દિવાળીના દિવસે અનેક જગ્યાએ આગની ઘટના બની હતી. ભરૂચ, સુરત, અમદાવાદ સહિત ઘણી જગ્યાએ આગ લાગી હતી. ફાયરની ટીમે આગને કાબુમાં લીધી હતી.

09 Nov 2026, 8:04 AM

અમરેલીમાં બે જૂથ વચ્ચે બબાલ


અમરેલીમાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની છે. ખાંભા ભગવતીપરા વિસ્તારમાં મનદુઃખને કારણે તીક્ષ્ણ હથિયાર દ્વારા મારામારી થઈ છે. તહેવારમાં છરી વડે હુમલો થતાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
 

09 Nov 2026, 8:03 AM

હિંમતનગરમાં મંડપના ગોડાઉનમાં લાગી આગ


દિવાળીની રાત્રે હિંમતનગરમાં આગની ઘટના બની છે. મંડપના ગોડાઉનમાં આગ લાહી હતી, જેથી ખુરશીઓ, મંડપના કાપડ, ગાદલા અને ફર્નિચર બળી ગયા છે. આગમાં લાખો રૂપિયાનો સામાન ખાક થયો છે. આગના સમાચાર મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી.
 

09 Nov 2026, 7:51 AM

તહેવારોને કારણે રાજ્યમાં વીજ માંગમાં ઘટાડો


ગુજરાતમાં તહેવારોને કારણે છેલ્લા પાંચ દિવસમાં વીજ માંગમાં ઘટાડો જોવા મળ્યો છે. તહેવારોમાં ઉદ્યોગો અને રહેણાંકોમાં વીજની માંગ ઘટી છે. હજુ પણ લાભપાંચમ સુધી વીજની માંગમાં ભારે ઘટાડો રહી શકે છે.

09 Nov 2026, 7:49 AM

દિવાળી બાદ હવાના પ્રદૂષણમાં વધારો

8 નવેમ્બરે દેશભરમાં દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન લોકોએ ફટાકડા ફોડ્યા હતા. જેની અસર હવાના પ્રદૂષણ પર જોવા મળી છે. અનેક શહેરોમાં AQI વધી ગયો છે. અમદાવાદમાં AQI 195 પર પહોંચ્યો છે. બીજીતરફ દિલ્હીનો એક્યુઆઈ 1000 જેટલો પહોંચ્યો હતો. દિલ્હી-એનસીઆરમાં આતિશબાજીને કારણે હવાનું સ્તર વધુ ખરાબ થઈ ગયું છે. સોમવારે સવારે 7 કલાકે દિલ્હીનો એક્યુઆઈ 1000 નજીક પહોંચી ગયો. સવારે એક્યુઆઈ 955 પર હતો.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES