ભૂકંપનો આંચકો
સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. ગીર સોમનાથના તાલાલાથી 12 કિલોમીટર ઉત્તર-ઉત્તર પૂર્વ દિશામાં ભૂકંપનો આંચકો આવ્યો છે. રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતા નોંધાઈ છે. બપોરે 3 કલાકે 51 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
Live Updates:ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..
સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. ગીર સોમનાથના તાલાલાથી 12 કિલોમીટર ઉત્તર-ઉત્તર પૂર્વ દિશામાં ભૂકંપનો આંચકો આવ્યો છે. રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતા નોંધાઈ છે. બપોરે 3 કલાકે 51 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી અને શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ પટેલના નેતૃત્વમાં શિબિર યોજાશે. કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા કાર્યકરોને અપાશે પ્રશિક્ષણ. સંગઠનની કામગીરી, પક્ષની વિચારધારા અને આગામી રાજકીય રણનીતિ અંગે માર્ગદર્શન અપાશે. ગાંધીનગરમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં પ્રશિક્ષણ શિબિરનું આયોજન.
મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસમાંથી બળવો કરનાર ઋતબ્રત બેનર્જીને કોલકત્તા હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં નેતા વિપક્ષના રૂપમાં તેમની નિમણૂંકને રદ્દ કરી છે. સાથે કોર્ટે આ મામલે ફરીથી નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે શુક્રવારે પશ્ચિમ બંગાળ વિધાનસભા અધ્યક્ષના તે નિર્ણયને રદ્દ કર્યો, જે હેઠળ તેમણે ઋતબ્રત બેનર્જીની વિપક્ષના નેતા તરીકે નિમણૂંક કરી હતી.