• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: અમદાવાદમાં છઠપૂજાની ધામધૂમથી ઉજવણી, મોટી સંખ્યામાં શ્રદ્ધાલુઓ ઉમટી પડ્યા
Live Now

Gujarat News Live: અમદાવાદમાં છઠપૂજાની ધામધૂમથી ઉજવણી, મોટી સંખ્યામાં શ્રદ્ધાલુઓ ઉમટી પડ્યા

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 15 નવેમ્બરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByGokani Dhaval
Published: Nov 15, 2026, 03:54 PM IST|Updated: Nov 15, 2026, 09:12 PM IST
joinshare
Gujarat News Live: અમદાવાદમાં છઠપૂજાની ધામધૂમથી ઉજવણી, મોટી સંખ્યામાં શ્રદ્ધાલુઓ ઉમટી પડ્યા
15 Nov 2026 21:12 IST
share

સુરતમાં ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ


સુરત શહેર લાલગેટ પોલીસે ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ કરી છે. આરોપી રૂબીના યૂનુસખાન પઠાણ ચોરી-છુપીથી ડ્રગ્સના માલનું વેચાણ કરતી હતી. પોલીસે બાતમીના આધારે મહિલાને ઝડપી છે. મહિલા પાસેથી ૬૧.૭૮૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે. 

15 Nov 2026 19:09 IST

અમદાવાદમાં છઠપૂજાની ધામધૂમથી ઉજવણી, મોટી સંખ્યામાં શ્રદ્ધાલુઓ ઉમટી પડ્યા


દર વર્ષની જેમ ઇન્દિરા બ્રિજ ખાતે છઠપૂજાનું કરાયું આયોજન કરવામાં આવ્યું છે. છટપૂજા માટે સ્પેશિયલ ઘાટ બનાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ છઠપૂજા માટે પહોંચી હતી. ખાસ કરીને બિહાર અને અન્ય સ્થળેથી અમદાવાદમાં વસેલા લોકોએ ધામધૂમથી છઠપૂજા કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ છઠ પૂજાના કાર્યક્રમમાં હાજરી આપી છે. મેયર હિતેશ બારોટ અને ધારાસભ્ય પાયલ કુકરાની પણ હાજર રહ્યાં હતા.
 

15 Nov 2026 17:10 IST

અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસ જેટની ફ્લાઇટ કેન્સલ થતાં મુસાફરો અટવાયા


અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસ જેટના મુસાફરો અટવાયા છે. ફ્લાઇટ કેન્સલ થતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. એક બાદ એક ફ્લાઇટ કેન્સલ થતાં આ સ્થિતિ ઉભી થઈ છે. સવાર અને બપોરની ફ્લાઇટ કેન્સલ થયા બાદ હવે રાતની ફ્લાઇટ કેન્સલ થવાની ચર્ચા છે. જોકે આ વિશે હજુ એરલાયન્સ કંપનીએ કોઈ ખુલાસો કર્યો નથી.

15 Nov 2026 17:00 IST

શંકરસિંહ વાઘેલાએ આદિવાસીઓને આપી સલાહ

પંચમહાલના મોરવા હડફના મોરા ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, "તમે હિન્દુ નથી, આદિવાસી છો, એટલે વસ્તી ગણતરીમાં તમારી ઓળખ આદિવાસી તરીકે જ આપજો." તેમણે આદિવાસી સમાજને મળતા બંધારણીય લાભો તથા આદિવાસી સર્ટિફિકેટ માટે સાચા આદિવાસીઓની ઓળખ જરૂરી હોવાનું જણાવી ભાજપનું નામ લીધા વિના નેતૃત્વની પસંદગી પર શાબ્દિક કટાક્ષ કર્યા હતા. આયોજકોએ આ કાર્યક્રમને બિનરાજકીય ગણાવ્યો હતો, જેમાં યુવરાજસિંહ જાડેજા અને બ્રિજરાજસિંહ સહિત આપ અને કોંગ્રેસના રાજકીય તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

15 Nov 2026 17:00 IST

રાજકોટમાં સિંગતેલના ભાવમાં વધારો


રાજકોટમાં બજાર ખુલતાની સાથે જ સિંગતેલના ભાવમાં ડબ્બે રૂ. 20 થી 30નો મોટો ઉછાળો નોંધાયો છે, જેના પગલે સારી ક્વોલિટીના સિંગતેલનો એક ડબ્બો રૂ. 3150ને પાર પહોંચી ગયો છે. ઉત્પાદન ઘટવાને કારણે બજારમાં પુરવઠા પર અસર પડી છે, જ્યારે બીજી તરફ સિંગતેલની માંગ યથાવત રહેતા ભાવમાં આ તેજી જોવા મળી રહી છે. દિવાળી બાદ સિંગતેલના ભાવમાં સતત તેજીનો માહોલ યથાવત છે અને આગામી દિવસોમાં પણ ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. વેપારીઓની આગાહી મુજબ વર્ષ દરમિયાન સિંગતેલના ભાવમાં કોઈ ઘટાડો નહીં આવે, જેના કારણે મોંઘવારીના આ વધુ એક મારથી ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાશે.

15 Nov 2026 15:57 IST

ભારતે ન્યૂઝીલેન્ડને અંતિમ વનડેમાં હરાવ્યું

ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને પાંચમી અને અંતિમ વનડે મેચમાં હરાવી 5 મેચની સિરીઝ 3-1થી કબજે કરી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 209 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 187 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચમાં 4 બોલમાં 14 રન અને ત્રણ વિકેટ ઝડપનાર અર્શદીપ સિંહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ગુરનૂર બરાર પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો.

15 Nov 2026 15:57 IST

પ્રધાનમંત્રી મોદીએ છઠ પર્વની આપી શુભેચ્છા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મહાપર્વ છઠની શુભેચ્છાઓ આપી. તેમણે એક્સ પર પોસ્ટ કરતા કહ્યું 'તમામ દેશવાસીઓને મહાપર્વ છઠની સંખ્યા અર્ધ્યની અનેકાનેક શુભકામનાઓ. પ્રકૃતિ-પૂજનને સમર્પિત આ પાવન અવસર દરેક માટે નવી ચેતના અને સ્ફૂર્તિ લાવે, સાથે સમાજમાં સદ્ભાવ તથા સમરસતાને વધુ મજબૂત કરે. સૂર્યદેવની કૃપાથી બધાનું જીવન ઉજ્જવળ થાય. જય છઠી મઇયા!'

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..