SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: આજે ધનતેરસનું પાવન પર્વ, ચોટીલા મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર, અમદાવાદ-વડોદરામાં રફતારનો કહેર

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 5 નવેમ્બરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written By Kinjal Patel
Published: Nov 06, 2026, 08:27 AM IST | Updated: Nov 06, 2026, 08:52 AM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..
 

06 Nov 2026, 8:51 AM

Gujarat News Live: ચોટીલા ચામુંડા માતાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર...

ચોટીલા ચામુંડા માતાજી મંદિરમાં દિવાળી પર્વે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર. દિવાળીથી 14 નવેમ્બર સુધી પગથિયાંનો દરવાજો સવારે 3:30 વાગ્યે ખુલશે. સવારની આરતી સવારે 4:00 વાગ્યે થશે. 15થી 23 નવેમ્બર સુધી દરવાજો સવારે 4:30 વાગ્યે ખુલશે. આ સમયગાળા દરમિયાન સવારની આરતી 5:00 વાગ્યે થશે. 24 નવેમ્બર કારતકી પૂનમે દરવાજો રાત્રે 1:30 વાગ્યે ખુલશે. કારતકી પૂનમની વિશેષ આરતી રાત્રે 2:00 વાગ્યે યોજાશે. ભોજન પ્રસાદનો સમય સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી યથાવત્. સંધ્યા આરતી સૂર્યાસ્તના સમયે થશે. દિવાળી અને રજાઓમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટે તેવી શક્યતા. ડુંગર મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદ તેમજ પાર્કિંગ સહિતની સુવિધાઓ કરવામાં આવી. પોલીસ દ્વારા પણ ચુસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 

06 Nov 2026, 8:38 AM

Gujarat News Live: દિવાળીમાં ડ્રેનેજ સમસ્યાઓ નિવારવા પાલિકાનો નિર્ણય, 16 કલાક સફાઈ કામગીરી કરવા આદેશ

સુરત શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાની ફરિયાદો સામે ન આવે તે માટે મહાનગરપાલિકા દ્વારા આકરું આયોજન કરવામાં આવ્યું છે. લાઈનોની સફાઈ કામગીરી સતત ૧૬ કલાક સુચિબદ્ધ રીતે ચાલે તે માટે ઝોન કચેરીઓને બે શિફ્ટમાં કામ કરવા સૂચના આપવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી રીવ્યુ બેઠકમાં વર્ષ દરમિયાન તમામ ડ્રેનેજ લાઈનોનું પ્રિવેન્ટિવ ડીસિલ્ટિંગ (ગાડ-કચરો કાઢવો) કરવા પર ભાર મુકાયો હતો. આ સાથે જ સંબંધિત સ્ટાફ સાથે સંકલન કરીને આયોજન ઘડાયું છે અને કામગીરીમાં પારદર્શિતા રહે તે માટે દર સપ્તાહે ડ્રેનેજ વિભાગને ફોટોગ્રાફ્સ મોકલવાના સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.

06 Nov 2026, 8:38 AM

Gujarat News Live: મહેસાણાના લાછડી ગામ પાસે નીલગાય આડી આવતા કાર અકસ્માત, વડનગર સિવિલના મહિલા ડોક્ટરનું મોત

મહેસાણા જિલ્લાના વિસનગર નજીક આવેલા લાછડી ગામ પાસે એક દર્દનાક રસ્તા અકસ્માત સર્જાયો છે. ગાંધીનગરથી વિસનગર તરફ આવી રહેલા વડનગર સિવિલ હોસ્પિટલના બે ડોક્ટરોની કાર સામે અચાનક રોઝ (નીલગાય) આવી જતાં, કાર બેકાબૂ બનીને ગરનાળાની દીવાલ સાથે ભયાનક રીતે ટકરાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં વડનગર સિવિલમાં ફરજ બજાવતા મહિલા ડોક્ટર વિશ્રુતિ ધાનાણીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે રહેલા અન્ય ડોક્ટર સાહિલ ઓઝા ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
 

06 Nov 2026, 8:38 AM

Gujarat News Live: અમરેલીના ધારીના દેવળા ગામમ નજીક વાડી વિસ્તારમાં બાળકી પર કર્યો દીપડો, નાની બાળકી ઈજાગ્રસ્ત

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દેવળા ગામ નજીક આવેલા વાડી વિસ્તારમાં દીપડાએ માનવ વસ્તી પર હુમલો કરી નાની બાળકીને શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ અચાનક થયેલા હુમલામાં માસૂમ બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. દિન-પ્રતિદિન દીપડાના હુમલા અને વસ્તીમાં તેમની અવરજવર વધતી જતી હોવાથી સમગ્ર પંથકના ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ભય અને રોષનો માહોલ છવાઈ ગયો છે.

06 Nov 2026, 8:37 AM

Gujarat News Live: વડોદરામાં નશેડી થાર ચાલકે સર્જ્યો અકસ્માત, નશામાં ધૂત થાર કાર ચાલકે એક બાદ એક પોલને લીધા અડફેટે

વડોદરા શહેરમાં નશાની હાલતમાં ગાડી ચલાવતો વધુ એક બેજવાબદાર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક થાર કારના નશેડી ચાલકે બેફામ બનીને અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત થારે રસ્તા પર એક પછી એક વીજ કે અન્ય પોલને અડફેટે લીધા હતા, જેના કારણે વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. સદભાગ્યે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ સમગ્ર રફતાર અને બેકાબૂ થારનો આતંક નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગયો છે.

06 Nov 2026, 8:37 AM

Gujarat News Live: અમદાવાદમાં દૂરદર્શન સર્કલ પાસે કાર ચાલકે એક્ટિવા ચાલકને મારી ટક્કર

અમદાવાદના દૂરદર્શન સર્કલ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારી હતી. મળતી માહિતી મુજબ, અકસ્માત સર્જનાર કારનો ચાલક એક બેંક કર્મચારી છે અને તે નશાની હાલતમાં હોવાનો ગંભીર આરોપ સ્થાનિક લોકો દ્વારા મૂકવામાં આવ્યો છે. ઘટનાસ્થળે એકત્રિત થયેલા રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક કાર ચાલકને પકડીને પોલીસના હવાલે કર્યો હતો, અને પોલીસે આ માەલે વધુ તપાસ હાથ ધરી છે.

06 Nov 2026, 8:36 AM

Gujarat News Live: આજે ધનતેરસનું પાવન પર્વ, આજના દિવસે લક્ષ્મી માતાજીની કરવામાં આવે છે પૂજા

આજે ધનતેરસનું પાવન પર્વ છે, જે દિવાળીના તહેવારોની શુભ શરૂઆતનું પ્રતીક છે. આજના પવિત્ર દિવસે ધનની દેવી માતા લક્ષ્મીજી અને ભગવાન ધન્વંતરિની વિધિ-વિધાનપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે સાચા મનથી પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. આ ઉપરાંત, આજના દિવસે સોના, ચાંદી કે નવા વાસણો ખરીદવાનું પણ અનેકગણું પુણ્ય અને શુભ ફળદાયી માનવામાં આવે છે, જે આપણા જીવનમાં અખંડ લક્ષ્મી અને સદ્ભાગ્ય લઈને આવે છે.

06 Nov 2026, 8:36 AM

Gujarat News Live: ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૭ની જાહેર રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું, સરકારની કચેરીઓમાં ૨૨ જાહેર રજાઓ રહેશે

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ 2027ની જાહેર રજાઓનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નવા કેલેન્ડર મુજબ, વર્ષ 2027 દરમિયાન રાજ્ય સરકારની કચેરીઓમાં કુલ ૨૨ જાહેર રજાઓ રહેશે, જેમાં ઉત્તરાયણ, હોળી, જન્માષ્ટમી, દિવાળી અને ઈદ જેવા મુખ્ય તહેવારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સરકારી કર્મચારીઓ માટે ૪૨ મરજિયાત રજાઓની યાદી પણ જાહેર કરાઈ છે. સાથોસાથ, બેંક કર્મચારીઓ માટે પણ અલગથી જાહેર રજાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જેથી નાગરિકો અને કર્મચારીઓ પોતાના આગામી વર્ષનું આયોજન સરળતાથી કરી શકે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES