• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગાંધીનગર
  • /માલધારી સમાજ સાથે મારો જૂનો નાતો, આજે પણ મારા ઘરે ગોગા મહારાજનો દીવો પ્રગટે છે: હર્ષ સંઘવી

માલધારી સમાજ સાથે મારો જૂનો નાતો, આજે પણ મારા ઘરે ગોગા મહારાજનો દીવો પ્રગટે છે: હર્ષ સંઘવી

DyCM Harsh Sanghavi : માલધારી મહાસંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માલધારી સમાજ સાથેના પોતાના જૂના સંબંધોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, હું બલોદરનો છું અને આજે પણ મારા ઘરે ગોગા મહારાજનો દીવો પ્રગટે છે. એક હજારથી વધુ રબારી પરિવારો સાથે પોતાનો જૂનો સંબંધ હોવાનું કહી તેમણે માલધારી સમાજને દિલથી કામ કરતો સમાજ ગણાવ્યો.

Written ByDilip Chaudhary
Published: Oct 08, 2026, 09:55 PM IST|Updated: Oct 08, 2026, 10:00 PM IST
joinshare
માલધારી સમાજ સાથે મારો જૂનો નાતો, આજે પણ મારા ઘરે ગોગા મહારાજનો દીવો પ્રગટે છે: હર્ષ સંઘવી

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર અને DA મર્જ બાદ કેટલી વધશે તમારી સેલરી? જાણો

8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર અને DA મર્જ બાદ કેટલી વધશે તમારી સેલરી? જાણો

2

માલધારી સમાજ સાથે મારો જૂનો નાતો, આજે પણ મારા ઘરે ગોગા મહારાજનો દીવો પ્રગટે છે: હર્ષ સંઘવી

3

કચ્છ : સસ્તા સોનાનો ખેલ, અસલી સોનું બતાવી નકલી પધરાવતી ટોળકીનો પર્દાફાશ!

4

GSTમાં બદલાયા અનેક મોટા નિયમો, ધરપકડમાંથી મળી રાહત, હવે 10 દિવસમાં મળશે રિફંડ ક્લેમ, જાણો

5

સોનું ફરી ચમક્યું, બુલિયન માર્કેટમાં વધ્યા ભાવ, જાણો આજનો રેટ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

DyCM Harsh Sanghavi : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીના અંતિમ તબક્કામાં વિવિધ પક્ષો દ્વારા રાત્રી સભાઓ અને સમાજલક્ષી સંમેલનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ભાજપ દ્વારા માલધારી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

'આજે પણ મારા ઘરે ગોગા મહારાજનો દીવો પ્રગટે છે'

સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા માલધારી સમાજ સાથેના પોતાના જૂના સંબંધોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, હું બલોદરનો છું અને આજે પણ મારા ઘરે ગોગા મહારાજનો દીવો પ્રગટે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રબારી સમાજના એક વડીલ પાસેથી તેમણે હીરા ઘસવાનું કામ શીખ્યું છે અને રબારી સમાજના એક હજારથી વધુ પરિવારો સાથે તેમનો જૂનો સંબંધ રહ્યો છે.

હર્ષ સંઘવીએ કહ્યું કે, માલધારી સમાજ મગજથી નહીં, દિલથી કામ કરતો સમાજ છે. તેમણે ભાજપ અને માલધારી સમાજ વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ નાતો વર્ષોથી મજબૂત રહ્યો છે. આ નાતો માત્ર રાજકારણનો નહીં, પરંતુ વિશ્વાસ અને લાગણીનો છે.

ગાંધીનગરમાં સૌથી મોટું પશુ દવાખાનું બનાવાશે

સંમેલનમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસકાર્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ખેડૂતો સુધી સહાય પહોંચાડવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમણે આરોગ્ય ક્ષેત્રની યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હવે જરૂરિયાતના સમયે લોકો માટે લાખો રૂપિયાની સારવારની સુવિધા છે.

ગાંધીનગરના વિકાસ અંગે તેમણે જણાવ્યું કે, શહેરમાં શાળાઓમાં કોમ્પ્યુટરાઇઝેશન સહિતના કામો કરવામાં આવ્યા છે. શહેરમાં 25થી વધુ વિસ્તારોમાં ગાર્ડન બનાવવામાં આવ્યા છે અને તળાવો પણ વિકસાવવામાં આવ્યા છે. તેમણે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સૌથી મોટું પશુ દવાખાનું બનાવવાની વાત પણ કરી હતી. સરકાર અબોલ પશુ-પક્ષીઓના કલ્યાણ માટે પણ કામગીરી કરી રહી હોવાનું તેમણે જણાવ્યું. તેમણે કહ્યું કે, ગૌહત્યાના કેસમાં આરોપીઓને માત્ર પકડવામાં આવતા નથી, પરંતુ કાયદાકીય કાર્યવાહી બાદ સજાની જોગવાઈ પણ છે.

'કોઈ પણ સારૂ કામ કરી રહ્યા હોવ તો ચૌદશ આવે જ'

વધુમાં તેમણે વિરોધીઓ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે કોઈ પણ સારૂ કામ કરી રહ્યા હોવ તો ચૌદશ આવે જ, પરિવારમાં પણ પાંચ ભાઈઓ હોય તો એકાદી ચૌદસ હોય. અંતમાં તેમણે સભામાં ઉપસ્થિત લોકોને આગામી દિવસોમાં સહકાર અને સાથ આપવા માટે વચન આપવા અપીલ કરી હતી.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News