• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /કચ્છ : સસ્તા સોનાનો ખેલ, અસલી સોનું બતાવી નકલી પધરાવતી ટોળકીનો પર્દાફાશ!

કચ્છ : સસ્તા સોનાનો ખેલ, અસલી સોનું બતાવી નકલી પધરાવતી ટોળકીનો પર્દાફાશ!

સોશિયલ મીડિયાની ચમક-દમક પાછળ કેવું મોટું કૌભાંડ છુપાયેલું છે, તેનું વધુ એક ચોંકાવનારું ઉદાહરણ કચ્છના ભુજમાંથી સામે આવ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવીને અડધા ભાવે સોનું આપવાની લોભામણી જાહેરાતો આપતી એક શાતિર ઠગ ટોળકી સક્રિય થઈ હતી. કોણ છે આ શાતિર ટોળકી અને કેવી લાલચ આપીને લોકોને છેતરતી હતી? તેના વિશે આ લેખમાં જાણીશું.

Written ByDilip Chaudhary
Published: Oct 08, 2026, 08:58 PM IST|Updated: Oct 08, 2026, 09:04 PM IST
joinshare
કચ્છ : સસ્તા સોનાનો ખેલ, અસલી સોનું બતાવી નકલી પધરાવતી ટોળકીનો પર્દાફાશ!

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
કચ્છ : સસ્તા સોનાનો ખેલ, અસલી સોનું બતાવી નકલી પધરાવતી ટોળકીનો પર્દાફાશ!

કચ્છ : સસ્તા સોનાનો ખેલ, અસલી સોનું બતાવી નકલી પધરાવતી ટોળકીનો પર્દાફાશ!

2

GSTમાં બદલાયા અનેક મોટા નિયમો, ધરપકડમાંથી મળી રાહત, હવે 10 દિવસમાં મળશે રિફંડ ક્લેમ, જાણો

3

સોનું ફરી ચમક્યું, બુલિયન માર્કેટમાં વધ્યા ભાવ, જાણો આજનો રેટ

4

પાકિસ્તાનનું કપાયું પત્તુ... ભારતમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશને મળ્યું સ્થાન

5

આ બાઇકના વેચાણમાં 902%નો વધારો, કંપનીએ લોન્ચ કર્યું એક નવું વેરિઅન્ટ, જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

રાજેન્દ્ર ઠક્કર, કચ્છ : જોજો હોં! સોશિયલ મીડિયા પર સસ્તા સોનાની લાલચમાં આવ્યા તો ગયા સમજો. સોશિયલ મીડિયા પર ફેક આઇડી બનાવીને લોકોને લૂંટવાનું આ આખું નેટવર્ક સરહદી જિલ્લા કચ્છના ભુજમાં ધમધમી રહ્યું હતું. આ ઠગ ટોળકીએ ઈન્સ્ટાગ્રામ પર 'madhav571' નામનું એક બોગસ એકાઉન્ટ બનાવ્યું હતું.

Instagram પર સસ્તા સોનાની લાલચ

આ આઈડી પર તેઓ સોનાના અસલી બિસ્કિટના વીડિયો અને ફોટા પોસ્ટ કરતા હતા અને બજાર ભાવ કરતાં અડધા ભાવે સોનું આપવાની લોભામણી જાહેરાતો મૂકીને ગ્રાહકોને પોતાની જાળમાં ફસાવવાનો કારસો રચતા હતા.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ભુજના ગીતા કોટેજ પાસે આવેલા એક મકાન પર ત્રાટકીને સુલતાન કુંભાર, બસીર કાતીયર, સાજીદ કુંભાર, અસગર કાતીયર અને ફહીમ સોઢા નામના પાંચ શખ્સોને રંગેહાથ દબોચી લીધા હતા.

અસલી સોનું બતાવી ઠગાઈનો કારસો

આ ઠગો ગ્રાહકોને વિશ્વાસમાં લેવા સેમ્પલ તરીકે એક કિલો અસલી સોનું બતાવતા હતા અને પછી નકલી બિસ્કિટ પધરાવી દેવાના ફિરાકમાં હતા. પોલીસે ઘટનાસ્થળેથી 10 અસલી અને 15 નકલી સોનાના બિસ્કિટ, એક ક્રેટા કાર, ૩ બાઈક અને નવ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

1.50 કરોડનું સોનું આવ્યું ક્યાંથી?

મોટો સવાલ એ છે કે, આ ઠગ ટોળકી પાસે 1.50 કરોડનું એક કિલો અસલી સોનું ક્યાંથી આવ્યું? આ ગેંગ પાછળ કોઈ મોટું આંતરરાજ્ય ડુપ્લીકેટ ગોલ્ડ રેકેટ કામ કરી રહ્યું છે કે કેમ? હાલ તો પોલીસે આ કાળા કારોબારના મૂળિયાં ઉખાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News