SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગાંધીનગર મનપા ચૂંટણી: 21 વર્ષના 'Gen Z' થી લઈ 71 વર્ષના બુઝુર્ગ મેદાનમાં, સસરા માટે બે પુત્રવધૂઓએ પ્રચારની કમાન સંભાળી

Gandhinagar Municipal Corporation Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે 21 વર્ષના 'Gen Z' યુવાઓથી લઈને 71 વર્ષના બુઝુર્ગ ઉમેદવાર મેદાને છે. કોંગ્રેસના 71 વર્ષીય ઉમેદવાર માનાજી મારવાડી (ઉર્ફે મોદી), જેઓ 1974માં બટાકા-ડુંગળીની લારી ચલાવતા હતા અને આજે મોટા વેપારી બન્યા છે, તેઓ આ ચૂંટણીના સૌથી સિનિયર ઉમેદવાર છે. તેમની આ ઉંમરે પણ ચૂંટણી લડવાની હિંમતને જોઈને તેમનો 11 સભ્યોનો આખો પરિવાર પ્રચારમાં જોડાઈ ગયો છે, જેમાં તેમની બે પુત્રવધૂઓ પણ સસરા માટે ઘરે-ઘરે જઈને મત માગી રહી છે.

Written By Kinjal Patel
Published: Oct 02, 2026, 03:54 PM IST | Updated: Oct 02, 2026, 03:58 PM IST
Join

હિતલ પારેખ/ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં જંગ રસપદ બન્યો છે. 21 વર્ષ ના જેન ઝી ઉમેદવાર છે તો 71 વર્ષના ઉમેદવાર પણ મેદાનમાં છે. મહાનગરપાલિકામાં સૌથી વધુ ઉંમરવાળા ઉમેદવાર 71 વર્ષના છે. ઉંમરના કારણે તેમનો પ્રચાર ની કમાન તેમના પરિવારે અને બે પુત્રવધુઓએ હાથમાં લીધી છે.

માનાજી મારવાડી ઉર્ફે મોદી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં માનાજી મારવાડી ઉર્ફે મોદી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, કોંગ્રેસનું ખેસ પહેરી પોતાના માટે મત માગી રહ્યા છે. સૌથી આશ્ચર્ય ની વાત એ છે કે મહાનગરપાલિકાના જંગમાં સૌથી સિનિયર સિટીઝન ઉમેદવાર કહી શકાય. ગાંધીનગરમાં તેમનો ઇતિહાસ પણ લોકો છે 1974માં ગાંધીનગરમાં આવ્યા બાદ બટાકા ડુંગળી લારીમાં સેકટરે સેક્ટરે વેચતા હતા. તેમાંથી આજે મોટા વેપારી બન્યા છે.

ગાંધીનગર મનપા ચૂંટણીમાં ગરમાવો! ગુજરાત કોંગ્રેસનો વોર્ડ નં-6માં GEN-Z દાવ, માત્ર 21 વર્ષની મેઘનાને ચૂંટણી મેદાનમાં ઉતારી

71 વર્ષના ઉમેદવારના પરિવારમાં 11 સભ્યો
71 વર્ષે પણ જોમ અને જુસ્સાથી ચૂંટણી પ્રચાર કરે છે ઘરમાં પત્ની બે દીકરા અને બે દીકરાઓની પત્નીઓ અને તેમના સંતાનો આમ કુલ 11 સભ્યો સંયુક્ત પરિવારમાં રહેશે. ઘરના મોભી ચૂંટણીમાં ઉમેદવાર બન્યા છે એટલે આંખો પરિવાર ચૂંટણી પ્રચાર કરવા લાગી ગયો છે. બે દીકરા અને બંને પુત્રવધુ પોતાના સસરા માટે વોટ માગે છે.

માનાજી મારવાડીના જુસ્સો અને ઉત્સાહને સલામ
ગાંધીનગરમાં સિનિયર સિટીઝન મતદારોની સંખ્યા પણ વિશેષ જોવા મળે છે ઉમેદવાર માનાજી મારવાડીને વિશ્વાસ છે કે મતદારો પોતાની ઉંમર ની મુશ્કેલી જોયા વગર મત આપશે અને આખી પેનલને વિજય બનાવશે. પહેલા નોરતે મતદાન અને ત્રીજા નોરતે મતગણતરી છે જેન ઝી અને સિનિયર સિટીઝનો નોખો સમન્વય ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં થયો છે હાર અને જીત જે થાય તે પણ સિનિયર સિટીઝન તરીકે માનાજી મારવાડીના જુસ્સો અને ઉત્સાહને સલામ કરવી પડે.

'હનુમાનજીએ બચાવ્યા...', કેપ્ટન મચ્છરે PM મોદીને ફોન કોલ પર જણાવી અંદરની હકીકત, હુમલા સમયે કેવી રીતે મળી હિંમત

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES