• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગાંધીનગર
  • / બાળકો અને દીકરીઓ માટે આશીર્વાદરૂપ છે સરકારની આ ૩ યોજનાઓ: જાણો કોને અને કેવી રીતે મળશે લાભ!

બાળકો અને દીકરીઓ માટે આશીર્વાદરૂપ છે સરકારની આ ૩ યોજનાઓ: જાણો કોને અને કેવી રીતે મળશે લાભ!

Gujarat government schemes : ગુજરાતમાં અનાથ, નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકોના જીવન ઘડતર અને ભવિષ્યને વધુ સુરક્ષિત કરવા માટે પાલક માતા પિતા યોજના', 'શેરો પોઝીટીવ ઇલનેસ શિષ્યવૃત્તિ' તેમજ 'પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરીના લગ્ન સમયે કુલ ૨.૦૦ લાખ સહાય યોજના ગુજરાતમાં અમલમાં છે.

Written ByKaran Rajput
Published: Sep 28, 2026, 04:34 PM IST|Updated: Sep 28, 2026, 04:36 PM IST
joinshare
 બાળકો અને દીકરીઓ માટે આશીર્વાદરૂપ છે સરકારની આ ૩ યોજનાઓ: જાણો કોને અને કેવી રીતે મળશે લાભ!
Image Credit: Gujarat Government’s Major Welfare Schemes!

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mukhyamantri Bal Seva Yojana : ગુજરાતમાં વર્ષ ૨૦૨૫-૨૬ થી ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં ૨૭ હજાર થી વધુ   જરૂરિયાતમંદ બાળકોને રૂ.૧૩૨ કરોડથી વધુની આર્થિક સહાય અને શિષ્યવૃત્તિરૂપી સન્માન અપાઈને તેમનું ભવિષ્ય વધુ સુરક્ષિત કરવા આવ્યું છે.

વિવિધ ત્રણ યોજનાઓ વિશે:

૧.પાલક માતા પિતા યોજના

પાત્રતાના માપદંડ:  ૦ થી ૧૮ વર્ષની ઉંમરના જે બાળકોના માતા-પિતા મૃત્યુ પામ્યા હોય તથા પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુન:લગ્ન કર્યા હોય અથવા માતા મૃત્યુ પામતાં પિતાએ પુન:લગ્ન કર્યા હોય અને બાળક તેઓ સાથે ન રહેતુ હોય તેવા બાળકો માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે.

સહાયનું ધોરણ: બાળકોની સાર સંભાળ રાખતા નજીકનાં સગાને માસિક પ્રતિ બાળક રૂ.૩૦૦૦/- ની સહાય ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર (DBT)થી તેના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે.

જરૂરી ડોક્યુમેન્ટ:

  1.  બાળકના જન્મનો દાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  2. બાળકના માતા-પિતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ.

જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલ હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય અથવા માતા મૃત્યુ પામતાં પિતાએ પુન:લગ્ન કરેલ હોય તે અંગેનું સોગંધનામું/લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર/તલાટી કમ મંત્રીનો દાખલો/સ્વ-ધોષણાપત્ર પૈકી કોઇ પણ એક. આવકના દાખલાની નકલ (ગ્રામીણ વિસ્તાર માટે રૂ.૨૭,૦૦૦/- થી વધારે અને શહેરી વિસ્તાર માટે રૂ.૩૬,૦૦૦/થી વધારે આવક હોવી જરૂરી છે.)

  1. બાળક અથવા પાલક માતા-પિતાના સંયુક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ.બાળકના આધારકાર્ડની નકલ.
  2. બાળક હાલ જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના પ્રમાણપત્રની નકલ
  3. પાલક માતા/પિતાના આધારકાર્ડની નકલ પૈકી કોઇ પણ એક.


૨. શેરો પોઝીટીવ ઇલનેસ શિષ્યવૃત્તિ

આ યોજનાનો લાભ શેરો પોઝિટીવ ઇલનેશના કારણે અનાથ નિરાધાર થયેલ તેમજ શેરો પોઝિટીવ ઇલનેશવાળા બાળકોને વર્ષમાં એકવાર અભ્યાસ અર્થે શિષ્યવૃતિ રૂપે તેમના અભ્યાસ તેમજ જીવન ધડતરમાં મદદરૂપ થઇ શકે તેવા આશયથી આપવામાં આવે છે. આમાં બાળકોને વાર્ષિક ધોરણ મુજબ રૂ.૫૦૦૦/- થી રૂ. ૨૫,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે.

૩.પાલક માતા પિતા અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના

  • આ યોજનાની લાભાર્થી દીકરીના લગ્ન સમયે કુલ ૨.૦૦ લાખ સહાય આપવાની યોજના
  • આ યોજના હેઠળ લાભાર્થી દિકરીના લગ્ન સમયે કુલ ૨.૦૦ લાખ સહાય આપવાની યોજના

આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?:

પાલક માતા પિતા યોજના અથવા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીને ૧૮ વર્ષ પૂર્ણ કરેલ હોય તેમને લગ્ન સમયે આ સહાય મળવાપાત્ર છે.
કેટલી સહાય આપવામાં આવે છે ?:

લાભાર્થી દિકરીને ૨.૦૦ લાખ એક વાર

યોજના ક્યારે શરૂ થઇ અને તેના ધારા ધોરણો

  • આ યોજના તા.૦૧/૦૪/૨૦૨૩ થી  ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવી છે.
  • આ યોજનાની લાભાર્થી પૈકી તા.૦૧/૦૪/૨૦૨૩ ના રોજ કે ત્યારબાદ લગ્ન કરનાર કન્યાઓને જ આ ઠરાવથી મળનાર સહાયનો લાભ મળવાપાત્ર થશે.
  • આ યોજનાનો લાભ એક જ વાર મળશે.
  • આ યોજનાના લાભાર્થી દ્વારા લગ્ન થયા તારીખથી ૨ વર્ષની અંદર અરજી કરવાની રહેશે.
Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News