• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગાંધીનગર
  • /એશિયન ગેમ્સ ૨૦૨૬ : શૂટર ઇલાવેનિલ વાલારીવને જીત્યા બે સિલ્વર મેડલ, ગુજરાત સરકારે આપ્યા ૨.૪૧ કરોડ

એશિયન ગેમ્સ ૨૦૨૬ : શૂટર ઇલાવેનિલ વાલારીવને જીત્યા બે સિલ્વર મેડલ, ગુજરાત સરકારે આપ્યા ૨.૪૧ કરોડ

Elavenil Valarivan : એશિયન ગેમ્સ ૨૦૨૬માં રાઇફલ શૂટિંગમાં ૨-સિલ્વર મેડલ પ્રાપ્ત કરવા બદલ ગુજરાતના પ્રતિભાવાન ખેલાડી ઇલાવેનિલ વાલારીવને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખેલપ્રતિભા પુરસ્કાર યોજના અંતર્ગત રૂ. ૧.૩૩ કરોડનો ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Written ByKaran Rajput
Published: Sep 28, 2026, 01:53 PM IST|Updated: Sep 28, 2026, 04:37 PM IST
joinshare
એશિયન ગેમ્સ ૨૦૨૬ : શૂટર ઇલાવેનિલ વાલારીવને જીત્યા બે સિલ્વર મેડલ, ગુજરાત સરકારે આપ્યા ૨.૪૧ કરોડ
Image Credit: Elavenil Valarivan

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Asian Games 2026: જાપાનમાં આયોજિત એશિયન ગેમ્સ ૨૦૨૬માં ઇલાવેનિલ વાલારીવને રાઇફલ શૂટિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિશ્વફલક પર દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં તેમણે 'Women's 10m Air Rifle (Individual)' અને 'Women's 10m Air Rifle (Team)' એમ બંને ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ૨ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે.

યુવા ખેલાડીને અભિનંદન પાઠવતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યની આવી ખેલપ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા અને તેમને વૈશ્વિક સ્પર્ધાઓ માટે તૈયાર કરવા જરૂરી તમામ તાલીમ-સુવિધાઓ ગુજરાત સરકાર તૈયાર છે. તેમણે ઉમેર્યું હતું કે જ્યારે કોઈ દીકરો કે દીકરી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરે છે, ત્યારે તેમાં માત્ર ખેલાડીની મહેનત જ નહીં પરંતુ તેમને સંસ્કારો આપીને આગળ વધારવામાં તેમના માતા-પિતાનું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે.

એશિયન ગેમ્સ ૨૦૨૬માં ગૂંજ્યું ગુજરાતનું નામ

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારની DLSS યોજના અંતર્ગત કાર્યરત સંસ્કારધામ સંકુલમાંથી અભ્યાસ કરીને આજે ઇલાવેનિલ વાલારીવને એશિયન ગેમ્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે જે આપણા સૌ માટે ગર્વની વાત છે. સંસ્કારધામમાં કેળવણી પામેલા યુવાનો જ્યારે રમતગમતની દુનિયામાં આ પ્રકારે ઇતિહાસ રચે છે, ત્યારે તે રાજ્યના અન્ય હજારો યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બને છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઇલાવેનિલ વાલારીવનને ખેલ જગતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન જાળવી રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા શક્તિદૂત યોજના અને ઓલિમ્પિક પ્રોત્સાહન અંતર્ગત કુલ રૂ. ૧.૩૩ કરોડ અને DLSS યોજના તથા ખેલ મહાકુંભ જેવી યોજનાઓ અંતર્ગત રૂ. ૭૪ લાખની સહાય આપવામાં આવી છે. આમ રાજ્ય સરકાર દ્વારા તેમને કુલ રૂ. ૨.૪૧ કરોડની પ્રોત્સાહક રકમથી સન્માનિત કરવામાં આવ્યા છે.

રાઇફલ શૂટર ઇલાવેનિલ વાલારીવને શાનદાર પ્રદર્શનથી જીત્યા બે સિલ્વર મેડલ

ગુજરાત જેની કર્મભૂમિ છે તેવા શૂટર  ઇલાવેનિલ વાલારીવનની સિદ્ધિઓ માત્ર રાજ્ય જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતી અને ૨૫ વર્ષીય પ્રતિભાશાળી ખેલાડી રાઇફલ શૂટિંગ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરી રહી છે. ગુજરાત સરકારની 'શક્તિદૂત યોજના' સાથે વર્ષ ૨૦૧૭-૧૮થી જોડાયેલી ઇલાવેનિલ હાલમાં આ યોજના અંતર્ગત 'A' કેટેગરીમાં સ્થાન ધરાવે છે અને રાજ્યના ખેલ જગતમાં એક અગ્રણી ચહેરો બની છે.

આવી છે કારકીર્દી

ઇલાવેનિલની કારકિર્દી અસંખ્ય ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલી છે. તેમણે ૨૦૨૦ ટોક્યો ઓલિમ્પિક અને ૨૦૨૪ પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. વર્ષ ૨૦૧૯માં રિયો ડી જેનેરો ખાતે યોજાયેલ ISSF વર્લ્ડ કપમાં તેમણે ૨૫૧.૭નો શાનદાર સ્કોર બનાવીને ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.

આંતરરાષ્ટ્રીય સ્તરે તેની પ્રતિભાની નોંધ લેતા ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨માં તેને પ્રતિષ્ઠિત 'અર્જુન એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવી હતી. જુનિયર વર્લ્ડ કપ (સુહલ અને સિડની ૨૦૧૮), એશિયન એરગન ચેમ્પિયનશિપ, વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ (ચેંગડુ) તેમજ ૨૦૨૫ મ્યુનિક અને કઝાકિસ્તાન સ્પર્ધાઓમાં તેણે અનેક ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News