• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગાંધીનગર
  • /અંબાજીનો ભાદરવી પૂનમ મહામેળો સંપન્ન: 42 લાખથી વધુ ભક્તોએ ટેકવ્યું શીશ, 3 કરોડથી વધુનું દાન!

અંબાજીનો ભાદરવી પૂનમ મહામેળો સંપન્ન: 42 લાખથી વધુ ભક્તોએ ટેકવ્યું શીશ, 3 કરોડથી વધુનું દાન!

Ambaji Maha Mela : આસ્થા, શ્રદ્ધા અને સમર્પણનો સાક્ષી બનેલો અંબાજીનો ભાદરવી પૂનમ મહામેળો હવે પૂર્ણ થયો છે. છ દિવસ સુધી ચાલેલા આ મહામેળામાં 42 લાખથી વધુ ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતાની અનુભૂતિ કરી. ભક્તિના અનોખા રંગ, સુરક્ષાની શ્રેષ્ઠ વ્યવસ્થા અને સેવાની ભાવનાએ આ મેળાને યાદગાર બનાવી દીધો જુઓ આ ખાસ અહેવાલ.

Written ByKaran Rajput
Published: Sep 26, 2026, 07:50 PM IST|Updated: Sep 26, 2026, 07:58 PM IST
joinshare
અંબાજીનો ભાદરવી પૂનમ મહામેળો સંપન્ન: 42 લાખથી વધુ ભક્તોએ ટેકવ્યું શીશ, 3 કરોડથી વધુનું દાન!
Image Credit: Ambaji Bhadravi Poonam Mela

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bhadravi Poonam : કોઈ મહેસાણાથી... કોઈ અમદાવાદથી... તો કોઈ રાજકોટથી પગપાળા ચાલીને માના દર્શન માટે પહોંચ્યું. કોઈએ દંડવત યાત્રા કરી તો કોઈએ ભક્તિના જયઘોષ સાથે રાજમાર્ગોને માતાજીના નામથી ગુંજાવી દીધા. અંબાજી તરફ જતા દરેક માર્ગ પર માત્ર એક જ લાગણી દેખાઈ...જય અંબે...

મહામેળાના અંતિમ દિવસે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ અંબાજી પહોંચ્યા. માતાજીના ચાચર ચોકમાં હાથમાં ધજા લઈને ભક્તિભાવથી ગરબે રમ્યા અને મંદિરના શિખર પર ધજા અર્પણ કરી સુરક્ષા કર્મીઓની નિષ્ઠાભરી સેવાને બિરદાવી.

પૂનમના દિવસે જ પોણા ચાર લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા. લાખો લોકોની હાજરી છતાં સમગ્ર મેળો શાંતિપૂર્ણ રહ્યો. પોલીસ વિભાગે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા મોબાઈલ, પાકિટ અને કિંમતી વસ્તુઓ તેમના માલિકોને પરત આપી માનવતાની અનોખી મિસાલ રજૂ કરી. ઉત્કૃષ્ટ કામગીરી બદલ પોલીસ અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું.

ભક્તોએ માતાજીની દાનપેટીઓ પણ છલકાવી દીધી. અંદાજે ત્રણ કરોડ રૂપિયાથી વધુનું દાન પ્રાપ્ત થયું. વહીવટદાર કૌશિક મોદીના જણાવ્યા મુજબ છ દિવસમાં 29 લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ થયું અને ચાર હજાર જેટલી નાની-મોટી ધજાઓ માતાજીના શિખર પર અર્પણ થઈ.

  • છ દિવસમાં 29 લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ
  • 4 હજાર જેટલી ધજાઓ માતાજીના શિખર પર અર્પણ થઈ

ભક્તિના અવિસ્મરણીય દ્રશ્યો... સેવાની સુગંધ... અને લાખો હૃદયોમાં માતાજી પ્રત્યે અતૂટ વિશ્વાસ. ભાદરવી પૂનમનો મહામેળો પૂર્ણ થયો છે, પરંતુ મા અંબાના આશીર્વાદની આ અનુભૂતિ ભક્તોના હૃદયમાં વર્ષભર જીવંત રહેશે....જય અંબે...

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News