SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મોહ અને આડા સંબંધોએ એક હસતા-રમતા પરિવારનો માળો વિખી નાખ્યો, પ્રેમી સાથે મળી પતિની કરી દીધી હત્યા

વિશ્વાસ...પ્રેમ...અને સાત જન્મોનું પવિત્ર બંધન! જ્યારે આ ત્રણ શબ્દો કોઈના ઘરમાં જ લોહીથી ખરડાઈ જાય, ત્યારે કાયદો પણ ધ્રૂજી ઉઠે છે. મહીસાગરના લુણાવાડાનું એક શાંત ગામ ગરીયા. જ્યાં થોડા દિવસો પહેલા એક વ્યક્તિનો રહસ્યમય મૃતદેહ મળે છે. ગામના લોકોને એમ કે આ સામાન્ય મોત છે, પણ પોલીસની તીક્ષ્ણ નજર જાણી ચૂકી હતી કે પડદા પાછળ કોઈ મોટો અને લોહિયાળ ખેલ ખેલાયો છે!.

Written By Karan Rajput
Published: Oct 20, 2026, 04:23 PM IST | Updated: Oct 20, 2026, 04:27 PM IST
Image Credit: Ai Image
Join

Lunawada Gariya Murder Case : કહેવાય છે કે કાનૂનના હાથ બહુ લાંબા હોય છે અને પાપ ગમે તેટલું છુપાવો, એક દિવસ બહાર આવી જ જાય છે. મહીસાગરના લુણાવાડા તાલુકાનું ગરીયા ગામ. જ્યાં થોડા દિવસો પહેલા પ્રવીણભાઈ વણકર નામના વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. 

આ કોઈ સામાન્ય મોત નહોતું પરંતુ ક્રૂરતાપૂર્વક કરવામાં આવેલી હત્યા હતી. મહીસાગર પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલવા માટે હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી. પોલીસ રાત-દિવસ એક કરીને કડીઓ જોડી

પોલીસ તપાસમાં ખુલાસો થયો કે પ્રવીણભાઈની હત્યા કોઈ બહારના દુશ્મને નહીં, પરંતુ તેમના જ ઘરમાં રહેતી તેમની અર્ધાંગિની મનીષાએ કરી હતી. હા, મનીષા વણકર પોતાના જ પતિના લોહીની તરસી બની ગઈ હતી. મનીષાને કોલવણ ગામના હિતેશ પટેલ નામના યુવક સાથે આડા સંબંધો હતા. આ પ્રેમ સંબંધમાં પતિ પ્રવીણભાઈ નડતરરૂપ બનતા હતા. બસ, આ જ નડતરને કાયમ માટે રસ્તામાંથી હટાવવા માટે પત્ની મનીષા અને તેના પ્રેમી હિતેશે ઘડ્યું એક ખોફનાક કાવતરું..

ગોઝારો બન્યો મંગળવાર, અલગ અલગ અકસ્માતોમાં વડોદરાના PSI યશ પટેલ સહિત 12 લોકોના મોત

કળિયુગી પત્ની અને તેના પ્રેમીના દિલમાં દયા ન જાગી

યોજના મુજબ, મનીષા અને તેના પ્રેમી હિતેશે ઘરની ચાર દીવાલો વચ્ચે જ પ્રવીણભાઈ પર લાકડી અને કપડાં ધોવાના ધોકા વડે ઘાતકી હુમલો કરી દીધો. પ્રવીણભાઈ જીવ બચાવવા કરગરી રહ્યા હતા, પણ કળિયુગી પત્ની અને તેના પ્રેમીના દિલમાં દયા ન જાગી...ઘાતકી પ્રહારો કરીને પ્રવીણભાઈને કાયમ માટે મોતની ઊંઘ સુવડાવી દીધા..

 મનીષા વણકર અને તેના પ્રેમી હિતેશ પટેલને દબોચી લીધા

પાપ છુપાવવા માટે રાતોરાત લાશને ઘરની બહાર ફેંકી દીધી. પોલીસ તપાસમાં એ પણ ખુલ્યું છે કે પ્રેમી હિતેશે મનીષાને છૂપી રીતે વાત કરવા માટે સ્પેશિયલ મોબાઈલ પણ લઈ આપ્યો હતો. જોકે, મહીસાગર પોલીસે ગણતરીના દિવસોમાં મનીષા વણકર અને તેના પ્રેમી હિતેશ પટેલને દબોચી લીધા છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

TMC છોડતા જ પલટાઈ ગઈ બાજી : જે પ્લોટ માટે થયો હતો વિવાદ, તે હવે યુસુફ પઠાણને ફાળવાયો, 500 ચોરસ મીટર મળશે ‘ગિફ્ટ’

હાલ તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ ઘટનાએ સમાજમાં લાલબત્તી સમાન કિસ્સો સરજાવ્યો છે, જ્યાં ક્ષણિક મોહ અને આડા સંબંધોએ એક હસતા-રમતા પરિવારનો માળો વિખી નાખ્યો...


 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES