• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગોઝારો બન્યો મંગળવાર, અલગ અલગ અકસ્માતોમાં વડોદરાના PSI યશ પટેલ સહિત 12 લોકોના મોત

ગોઝારો બન્યો મંગળવાર, અલગ અલગ અકસ્માતોમાં વડોદરાના PSI યશ પટેલ સહિત 12 લોકોના મોત

Gujarat Accident News: આજે રાજ્યભર અને દેશમાં વિજયાદશમીના તહેવારની ધૂમ મચી છે પરંતુ રાજ્યમાં આજે મંગળવાર ગોઝારો બન્યો છે. કારણ કે અલગ અલગ અકસ્માતોમાં 12 લોકોના જીવ ગયા છે. મૃતકોમાં એક 27 વર્ષના પીએસઆઈ યશ પટેલ પણ સામેલ છે.

Written ByViral Raval
Published: Oct 20, 2026, 12:13 PM IST|Updated: Oct 20, 2026, 12:21 PM IST
joinshare
ગોઝારો બન્યો મંગળવાર, અલગ અલગ અકસ્માતોમાં વડોદરાના PSI યશ પટેલ સહિત 12 લોકોના મોત
Image Credit: AI Generated Image with Zee Media Original Pics

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર લાગ્યો પ્રતિબંધ, હવે નહીં રમી શકે ફુટબોલ; જાણો કારણ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર લાગ્યો પ્રતિબંધ, હવે નહીં રમી શકે ફુટબોલ; જાણો કારણ

2

Aadhaar Card Update Alert: આધાર કાર્ડ ધારકો સાવધાન! તુરંત ચેક કરી લો આ 6 જરૂરી બાબતો, નહીં તો પડશે મોટી મુશ્કેલી

3

ગોઝારો બન્યો મંગળવાર, અલગ અલગ અકસ્માતોમાં વડોદરાના PSI યશ પટેલ સહિત 12 લોકોના મોત

4

દાંતમાં દેખાતા આ લક્ષણ હોઈ શકે છે કેન્સરનો સંકેત, ન કરો નજરઅંદાજ

5

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસના તાર લોરેન્સ બિશ્નોઈ સુધી પહોંચ્યા, મુંબઈ પોલીસ આવશે સાબરમતી જેલ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

રાજ્યમાં એક બાદ એક અકસ્માતની ઘટનામાં 12 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. ભરૂચ, બનાસકાંઠા, ગાંધીનગરમાં થયેલા અકસ્માતમાં 3-3 લોકોના જીવ ગયા છે, જ્યારે અમીરગઢમાં 2 લોકોના મોત થયા અને અમદાવાદમાં માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો. ભરૂચ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટેમ્પો કાર અકસ્માતમાં 4માંથી 3ના ઘટનાસ્થળે જ મોત થયા. મૃતકોમાં વડોદરાના 27 વર્ષના પીએસઆઈ યશ પટેલનો પણ સમાવેશ છે.

ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર અકસ્માતમાં PSI સહિત 3ના મોત

દક્ષિણ ગુજરાતના ભરૂચ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર મનુબર ગામ નજીક ટેમ્પો અને કાર વચ્ચે અત્યંત ભયાનક ટક્કર થઈ જેમાં કારમાં સવાર 4 લોકોમાંથી 3 લોકોના તો ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. મૃતકોમાં વડોદરાના પીએસઆઈ 27 વર્ષના યશ પટેલનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય મૃતકોમાં 27 વર્ષના પાર્થ પટેલ, 28 વર્ષના અસફાક મોનીનનો સમાવેશ થાય છે.

કાર વડોદરા તરફથી આવી રહી હતી અને અકસ્માતમાં કચ્ચરઘાણ નીકળી ગયો. અકસ્માતની ઘટનાને પગલે પરિજનો અને પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળ્યો છે.

ગાંધીનગર: ગરબા રમીને આવતા ખેલૈયાઓને નડ્યો અકસ્માત, 3ના મોત

અન્ય એક ગોઝારો અકસ્માત ગાંધીનગરના અડાલજથી અમદાવાદ જતા માર્ગે પર થયો જેમાં હ્યુન્ડાઈની વેરના ગાડી ડિવાઈડર સાથે અથડાતા હવામાં ફંગોળાઈ. આ ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ કુલ 3 લોકોના મોત થયા છે.  જેમાં બે યુવાનો અને એક યુવતીનો સમાવેશ થાય છે. જ્યારે એકને સારવાર અર્થે અમદાવાદ કેડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે નવરાત્રીના ટ્રેડિશનલ ડ્રેસ લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યા. એવું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે કે ગાંધીનગરથી નવરાત્રીના ગરબા રમીને ગાડીમાં પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હોઈ શકે. અડાલજ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

પાલનપુર-ડીસા હાઈવે પર અકસ્માતમાં 3ના મોત

જ્યારે અન્ય એક અકસ્માત પાલનપુર ડીસા હાઈવે પર બાદરપુરા ઘરનાળા નજીક સર્જાયો જ્યાં અજાણ્યા વાહને રીક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષા ચાલક તેમજ વૃદ્ધ વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. વૃદ્ધ દંપત્તિ પાલનપુરથી રીક્ષામાં બેસીને ઘર તરફ જઈ રહ્યા હતા અને આ દરમિયાન અકસ્માત નડ્યો. અકસ્માતમાં વૃદ્ધ દંપત્તિ અને રીક્ષા ચાલકનું મોત નિપજ્યું. ગઢ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં અકસ્માતમાં એકનું મોત

બીજી બાજુ  અમદાવાદમાં વહેલી સવારે નરોડામાં ઈંટો ભરેલા ટેમ્પાએ મોટરસાઈકલને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં મોટરસાઈકલ ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. જેના કારણે ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું. ટેમ્પો ચાલક ટેમ્પો રસ્તા પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટેમ્પો ચાલકને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા. આ ઘટનાની જાણ થતા  ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે દોડી હતી. જી  ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠામાં હિટ એન્ડ રન ઘટનામાં 2ના મોત

બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ નજીક હિટ એન્ડ રન ઘટનામાં 2 લોકોના જીવ ગયા છે. અજાણ્યો વાહન ચાલક બાઈકને ટક્કર મારીને ફરાર થઈ ગયો. આ અકસ્માતમાં બે મિત્રોના મોત થયા છે. અમીરગઢ GRDમાં ફરજ બજાવતો યુવક અને તેનો મિત્ર બાઇક ઉપર જતા હતા તે સમયે આ ઘટના ઘટી. બંને યુવકોના મૃતદેહને પીએમ અર્થે અમીરગઢની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. અમીરગઢ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News