SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વલસાડના હરીયા ગામમાં કંપની સામે ગ્રામજનોનો ફાટ્યો આક્રોશ: કેમિકલયુક્ત પાણીથી ખેતી, નદી અને માછીમારી જોખમમાં

વલસાડ જિલ્લાના હરીયા ગામના લોકો પ્રદૂષણથી પરેશાન થઈ ગયા છે. અહીં કંપની દ્વારા ફેલાવવામાં આવેલા પ્રદૂષણને કારણે ગ્રામજનોમાં આક્રોષ ફેલાયો છે. ગ્રામ જનોએ કહ્યું કે પ્રદૂષણને કારણે પાણી, ખેતી અને લોકો પર જોખમ ઉભું થઈ રહ્યું છે. આવો જાણીએ શું છે સમગ્ર વિવાદ..

Written By Gokani Dhaval
Published: Oct 14, 2026, 07:21 PM IST | Updated: Oct 14, 2026, 07:31 PM IST
Join

વિકાસના નામે જો પ્રકૃતિનો વિનાશ થાય... ઉદ્યોગોના ઝેરી પ્રદૂષણથી જો લોકોનું જીવન દુષ્કર બને... તો સવાલ ઉઠવો સ્વાભાવિક છે...વલસાડના હરીયા ગામમાં અતુલ કંપનીના કથિત પ્રદૂષણ સામે હવે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. નદીનું પાણી, ખેતી અને લોકોની આજીવિકા જોખમમાં હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે....જુઓ આ ખાસ અહેવાલ....

વલસાડ શહેર નજીક આવેલું હરીયા ગામ... એક સમયે હરીયાળી અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું આ ગામ આજે પ્રદૂષણની સમસ્યાથી પરેશાન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, અતુલ કંપનીમાંથી કેમિકલયુક્ત પાણી છોડાતાં નદીનું પાણી દૂષિત થઈ રહ્યું છે. તેની અસર ખેતી, માછીમારી અને આસપાસના જળસ્રોતો પર પડી રહી છે. માછીમારોને માછલીઓ મળતી નથી, ચોમાસુ પાકને નુકસાન થયું છે અને વર્ષો જૂનાં વૃક્ષો સુકાઈ ગયાં હોવાની પણ ફરિયાદો ઊઠી છે.

ખેતી, માછીમારી અને આસપાસના જળસ્રોતો પર અસર
માછીમારોને માછલીઓ મળતી નથી
ચોમાસુ પાકને નુકસાન થયું છે
વર્ષો જૂનાં વૃક્ષો સુકાઈ ગયાં હોવાની ફરિયાદો

રાત્રિના સમયે ગેસ અને કેમિકલ છોડાતું હોવાના આક્ષેપો 
ગ્રામજનોના આક્ષેપ મુજબ, અગાઉ બે પાઇપલાઇન નાખવામાં આવી હતી અને હવે ત્રીજી પાઇપલાઇન માટે ખોદકામ ચાલી રહ્યું છે. આ કામગીરી સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. રાત્રિના સમયે ગેસ અને કેમિકલ છોડવામાં આવતાં હોવાના પણ ગંભીર આક્ષેપો છે.

આ પણ વાંચોઃ સસ્તી લોનની લાલચ આપી બેંક એકાઉન્ટ કર્યા સાફ! 23.677 લાખ પડાવ્યા, દિલ્હીથી ચાલતો હતો કાળો 

હરીયા સહિત આસપાસનાં પાંચથી સાત ગામોના લોકો આ સમસ્યાથી પ્રભાવિત હોવાની રજૂઆત કરી રહ્યા છે. ગ્રામજનોની માગ છે કે નવી પાઇપલાઇનનું કામ તાત્કાલિક અટકાવવામાં આવે અને પ્રદૂષણ પર કાયમી રોક લગાવવામાં આવે.

શું છે ગ્રામજનોની માગ? 
નવી પાઇપલાઇનનું કામ તાત્કાલિક અટકાવાય
પ્રદૂષણ પર કાયમી રોક લગાવવામાં આવે

સૌથી મોટો સવાલ એ છે કે ગ્રામજનોના આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ છે અને જવાબદાર તંત્ર અત્યાર સુધી શું કાર્યવાહી કરી રહ્યું છે?...પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન થાય છે કે નહીં, તેની નિષ્પક્ષ તપાસ જરૂરી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક પ્રશાસન હવે તપાસ કરીને જવાબદારો સામે કડક પગલાં લેશે? કે પછી ગ્રામજનોને પોતાની જમીન, પાણી અને આજીવિકા બચાવવા માટે સંઘર્ષ ચાલુ રાખવો પડશે?... હરીયાની આ લડત હવે માત્ર એક ગામની નહીં, પરંતુ સ્વચ્છ પર્યાવરણ અને લોકોના અધિકારોની લડત બની છે.

જવાબદાર તંત્ર અત્યાર સુધી શું કાર્યવાહી કરી રહ્યું છે?
પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન થાય છે કે નહીં?
પ્રશાસન હવે તપાસ કરીને જવાબદારો સામે કડક પગલાં લેશે?

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES