SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દિવાળી પહેલાં હવામાનમાં મોટો પલટો: 29 અને 30 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યના ઘણા જિલ્લામાં 29 અને 30 ઓક્ટોબરે વરસાદની સંભાવના છે. બીજીતરફ અંબાલાલ પટેલે પણ હવામાનમાં પલટાની સાથે વાવાઝોડાની અસરની આગાહી કરી છે.

Written By Gokani Dhaval
Published: Oct 27, 2026, 08:02 PM IST | Updated: Oct 27, 2026, 08:04 PM IST
Join

ગુજરાતમાં તહેવારોની ખુશી વચ્ચે હવે અન્નદાતાના માથે કમોસમી વરસાદનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે! હવામાન વિભાગે આગામી 29 અને 30 ઓક્ટોબરે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની સત્તાવાર આગાહી કરી દીધી છે, તો બીજી તરફ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ વાવાઝોડાની અસરથી મોટા પલટાની ચેતવણી આપી છે. નવસારી, વલસાડથી લઈને સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર અને ઉત્તર ગુજરાત સુધી માવઠાની કેવી વર્તાશે અસર, જોઈએ જનતાની વાતમાં...

અન્નદાતાના માથે માવઠાની આફત 
વાવેતર ટાણે વરસાદની આગાહી
તાતનો તહેવાર બગાડશે મેઘરાજા?

દિવાળીના ટાણે જ રાજ્યના હવામાનમાં પલટો આવવાની ઘડીઓ ગણાઈ રહી છે! અપર એર સાયક્લોનિક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ગુજરાત પર કમોસમી વરસાદનું મોટું જોખમ મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસના જણાવ્યા મુજબ, 29 અને 30 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા વરસશે.

29 ઓક્ટોબરે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે, તો 30 ઓક્ટોબરે આ વિસ્તારોની સાથે સાથે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવશે.  

માત્ર સરકારી આગાહી જ નહીં, પરંતુ હવામાનકાર અંબાલાલ પટેલની આગાહીએ તો ખેડૂતોની ઊંઘ ઉડાડી દીધી છે! વાવાઝોડાની સંભવિત અસરના કારણે પંચમહાલ,,,, મહીસાગર,,,, અરવલ્લી,,,, અને સાબરકાંઠા,,, ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભરૂચ,,, સુરત અને સૌરાષ્ટ્રના જૂનાગઢ સુધી હવામાન પલટાઈ શકે છે.

 આટલું જ નહીં, નવેમ્બરના પ્રથમ પખવાડિયાથી શરૂ કરીને આવતા વર્ષે માર્ચ-એપ્રિલ સુધી કમોસમી વરસાદ અને વાવાઝોડાની તલવાર અન્નદાતાના માથે લટકી રહી છે. ઉત્તર ગુજરાતમાં જ્યાં એક તરફ ઘઉં અને રવિ પાકના વાવેતરની સિઝન શરૂ થવાની તૈયારી છે, ત્યાં આ હવામાનનો ઉતાર-ચઢાવ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી ફેરવી શકે છે.

 

ફેબ્રુઆરીની ઠંડીથી લઈને માર્ચ-એપ્રિલના કમોસમી વરસાદ સુધી—આ વર્ષે કુદરત અન્નદાતાની આકરી પરીક્ષા લઈ રહી છે. જો સમયસર સાવચેતી નહીં રાખવામાં આવે, તો તૈયાર પાક બરબાદ થતા વાર નહીં લાગે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES