SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સુરતમાં ખોડલધામના નામે બે-બે મોટા પ્રોજેક્ટ: અંત્રોલી પછી હવે વેલંજામાં 150 વીઘામાં 'અન્નપૂર્ણા ખોડલધામ'ની જાહેરાતથી પાટીદાર સમાજમાં નવી ચર્ચા

સુરતમાં ખોડલધામના બે-બે મોટા પ્રોજેક્ટની ચર્ચા થઈ રહી છે. અંત્રોલી પછી હવે વેલંજામાં 150 વીઘામાં અન્નપૂર્ણા ખોડલધામની જાહેરાતથી પાટીદાર સમાજમાં નવી ચર્ચા છે. તેવામાં સૌથી મોટી ચર્ચા થઈ રહી છે કે પાટીદાર સમાજમાં એકતા છે કે નેતૃત્વ ખેંચતાણ જોવા મળી રહ્યું છે. જાણો કેમ આ સવાલ ઉભો થઈ રહ્યો છે.

Written By Gokani Dhaval
Published: Oct 16, 2026, 06:26 PM IST | Updated: Oct 16, 2026, 06:31 PM IST
Join

કાગવડના ખોડલધામથી લઈને સુરત સુધી પાટીદાર સમાજની એકતા અને સંગઠનની વાતો થતી રહી છે. પરંતુ હવે સુરતમાં જ 150 વીઘા જમીનમાં અન્નપૂર્ણા ખોડલધામ બનાવવાની જાહેરાત થતાં અનેક સવાલો ઊભા થયા છે. એક તરફ નરેશ પટેલનું અંત્રોલીમાં ખોડલધામ બનાવવાનું આયોજન... તો બીજી તરફ વેલંજા ખાતે નવા ભવ્ય સંકુલની જાહેરાત...શું આ માત્ર ધાર્મિક આસ્થાનું નવું કેન્દ્ર છે? કે પછી પાટીદાર સમાજના નેતૃત્વ અને પ્રભાવને લઈને નવી ચર્ચાનો પ્રારંભ? જુઓ આ વિશેષ અહેવાલ...

સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં વસતા લેઉવા પાટીદારો માટે ખોડલધામ માત્ર મંદિર નહીં, પરંતુ આસ્થા અને સામાજિક સંગઠનનું પણ મોટું કેન્દ્ર છે. ખોડલધામના પ્રણેતા નરેશ પટેલનું નામ પણ પાટીદાર સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. રાજકીય નેતાઓની ખોડલધામ ખાતેની મુલાકાતો પણ તેના સામાજિક પ્રભાવને ચર્ચામાં રાખે છે. પરંતુ હવે સુરતમાં જ ખોડલધામના નામ સાથે જોડાયેલી નવી જાહેરાતે ચર્ચા જગાવી છે.

સુરતના વેલંજામાં 15 જેટલા ઉદ્યોગપતિઓ દ્વારા..
નરેશ પટેલ દ્વારા સુરતના અંત્રોલીમાં 40 વીઘાથી વધુ જમીનમાં ખોડલધામ બનાવવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી. ત્યારે હવે સુરતના વેલંજા વિસ્તારમાં 15 જેટલા ઉદ્યોગપતિઓ દ્વારા 150 વીઘા જમીનમાં અન્નપૂર્ણા ખોડલધામ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટના મુખ્ય સ્વપ્નદ્રષ્ટા તરીકે મુકેશ પટેલ અને જયંતિ એકલારા જવાબદારી સંભાળી રહ્યા છે.

આ પણ વાંચોઃ વિદ્યાનું ધામ કલંકિત: ગીર સોમનાથનો પૂર્વ પોલીસકર્મી અને વર્તમાન શિક્ષક બન્યો હવસખોર

એક પ્રોજેક્ટની જાહેરાત થઈ તો બીજા પાછળનું આયોજન શું?
મહિલા સશક્તિકરણ, વડીલોની સેવા અને સામાજિક પ્રવૃત્તિઓ આ સંકુલના મુખ્ય ઉદ્દેશ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. પરંતુ સવાલ એ છે કે જ્યારે એક પ્રોજેક્ટની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે બીજા વિશાળ પ્રોજેક્ટની જાહેરાત પાછળનું આયોજન શું છે? અને બંને સંસ્થાઓ વચ્ચે સંકલન કેવું રહેશે?

બીજી તરફ, સુરતના પાટીદાર અગ્રણી અને કાગવડ ખોડલધામ સાથે સંકળાયેલા ધાર્મિક માલવીયાએ અન્નપૂર્ણા ખોડલધામની પહેલને સમાજ માટે સારી બાબત ગણાવી છે. નરેશ પટેલને જાણ કરવામાં આવી હતી કે નહીં, તે અંગે તેમણે મુકેશ પટેલને જ પૂછવાનું જણાવ્યું છે.

એટલે કે, એક તરફ નવા પ્રોજેક્ટને લઈને ઉત્સાહ છે, તો બીજી તરફ બંને પહેલ વચ્ચેના સંબંધો અને સંકલન અંગે ચર્ચા પણ શરૂ થઈ છે.

150 વીઘાની જમીન, 15 જેટલા ઉદ્યોગપતિઓ અને મહિલા સશક્તિકરણથી લઈને વડીલોની સેવા સુધીના અનેક ઉદ્દેશ્યો...સુરતના વેલંજા ખાતે અન્નપૂર્ણા ખોડલધામની આ જાહેરાત હવે આગામી દિવસોમાં કઈ દિશા લે છે, તેના પર સૌની નજર રહેશે. હાલ રાજકીય વિખવાદની કોઈ સ્પષ્ટ પુષ્ટિ નથી, પરંતુ પાટીદાર સમાજમાં આસ્થા, સંગઠન અને નેતૃત્વને લઈને નવી ચર્ચા ચોક્કસ શરૂ થઈ છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES