વીકએન્ડ પાર્ટી બની મોતનું આમંત્રણ: બ્લાઈન્ડ મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ, સુરત સુધી લંબાયા હત્યાના તાર
Daman Blind Murder : દમણની એ ખુશનુમા અને રંગીન રાતોની પાછળ. હવે એક એવું ખૌફનાક રહસ્ય છુપાયેલું બહાર આવ્યું છે, જેને જાણીને તમારા પણ રુંવાડા ઊભા થઈ જશે! પ્રવાસન સ્થળ તરીકે જાણીતા સંઘ પ્રદેશ દમણમાં એક એવી નિર્દયી હત્યા થઈ, જેનો કોઈ પતો નહોતો, કોઈ પત્તો નહોતો. બસ, હતી તો એક અજાણી લાશ અને અનેક સળગતા સવાલો!. કોની હત્યા થઈ અને કેમ હત્યાને અંજામ અપાયો. શું થયો પોલીસ તપાસમાં ખુલાસો જોઈશું આ અહેવાલમાં
Surat Caterer Killed : ગુજરાતના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના કચીગામ વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો, જ્યારે ગત 14મી તારીખે એક નિર્માણાધીન બિલ્ડીંગમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. લાશનું મોઢું કોથળા અને કપડાથી ઢાંકેલું હતું અને શરીર પર જીવલેણ હુમલાના નિશાન હતા.
દમણ પોલીસ માટે આ કેસ શરૂઆતથી જ લોઢાના ચણા ચાવવા જેવો હતો, કારણ કે દમણમાંથી કોઈ વ્યક્તિ ગુમ હોવાની ફરિયાદ જ નહોતી. લાશ કોની છે? ત્યાંથી શરૂ થયેલી તપાસ માટે પોલીસે વાપી રેલવે સ્ટેશન સુધીના સીસીટીવી અને બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું. આખરે પોલીસને મોટી સફળતા મળી અને મૃતકની ઓળખ સુરતના સૈયદપુરામાં રહેતા અને કેટરીંગનું કામ કરતા સૈયદ અકરમ અલી તરીકે થઈ!.
- અજાણી લાશ...રહસ્ય ઘેરાયું
- દમણથી સુરત સુધી હત્યાના તાર
- લાશની ઓળખથી કાતિલો સુધી
- બારમાં બબાલ...પછી લોહિયાળ ખેલ
- બ્લાઈન્ડ મર્ડરનો આખરે પર્દાફાશ
પ્રવાસન સ્થળ દમણમાં વિકેન્ડ મનાવવા આવતા પ્રવાસીઓની ભીડ વચ્ચે હત્યારાઓને શોધવા આસાન નહોતું પણ ગુનેગારો ગમે તેટલી ચાલાકી કરે, સીસીટીવીની નજરથી બચી શકતા નથી. દમણ પોલીસે કડીઓ જોડીને આ સનસનીખેજ હત્યાકાંડના મામલે સુરતથી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા હત્યારાઓમાં શૈલેષ રાકેશ સોની અને સહાની રામ સજીવનનો સમાવેશ થાય છે. જ્યારે આ હત્યાનો ત્રીજો મુખ્ય સૂત્રધાર આનંદ પાંડે હજી પણ પોલીસ ચોપડે વૉન્ટેડ છે અને તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.
દારૂના નશામાં બંને પક્ષો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી
પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તે ચોંકાવનારો છે. બનાવના દિવસે મૃતક સૈયદ અકરમ અલી દમણના કચીગામ વિસ્તારના એક બારમાં પાર્ટી કરવા આવ્યો હતો ત્યાં હત્યારાઓ પણ દારૂ પી રહ્યા હતા. દારૂના નશામાં બંને પક્ષો વચ્ચે કોઈ નજીવી બાબતે બોલાચાલી થઈ અને ઝઘડો ઉગ્ર બન્યો. બારની બહાર નીકળતા જ નશામાં ધૂત હત્યારાઓ અકરમ અલીને બાજુની અવાવરું બિલ્ડિંગમાં ખેંચી ગયા, જ્યાં લાકડાના ફટકા અને હથિયારોથી તેના પર તૂટી પડ્યા.
- અજાણી લાશ...અને સળગતા સવાલો
- દમણથી સુરત સુધી...હત્યાના તાર
- બ્લાઈન્ડ મર્ડર કેસનો 'પર્દાફાશ'
અકરમ અલીને મોતને ઘાટ ઉતારી, ઓળખ છુપાવવા મોઢે કોથળો બાંધી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આરોપીઓ મોબાઈલ ફોન વાપરતા નહોતા, જેથી કોલ ડિટેલથી પણ પોલીસ તેમને ટ્રેસ ન કરી શકે, પણ દમણ પોલીસની જીદ્દ સામે હત્યારાઓનો પરફેક્ટ પ્લાન ફેલ સાબિત થયો.
દારૂનો નશો કેવી રીતે હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખે છે
હાલમાં દમણ પોલીસની ગિરફતમાં રહેલા બંને કાતિલો રિમાન્ડ હેઠળ છે. પોલીસ હવે એ તપાસી રહી છે કે આ હત્યામાં અન્ય કોઈ સામેલ હતું કે કેમ, અને આરોપીઓનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે નહીં. પણ આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દારૂનો નશો કેવી રીતે હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખે છે અને સામાન્ય ઝઘડાને લોહિયાળ ખેલમાં ફેરવી નાખે છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસની આગામી પૂછપરછમાં આ હત્યારાઓ બીજા કયા ચોંકાવનારા રહસ્યો પરથી પડદો ઉઠાવે છે.