• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /શિક્ષક, બિઝનેસમેન અને અમદાવાદના કરોડપતિ ઉદ્યોગપતિ...કેવી રીતે નશાની લતે બદલી નાખી આ 5 લોકોની દુનિયા?

શિક્ષક, બિઝનેસમેન અને અમદાવાદના કરોડપતિ ઉદ્યોગપતિ...કેવી રીતે નશાની લતે બદલી નાખી આ 5 લોકોની દુનિયા?

Nasa Mukt Bharat: નડિયાદ ખાતે ચાલી રહેલ નશામુક્ત કેન્દ્ર live life reheb સેન્ટર પર અનેક લોકો આવ્યા અને નશામુક્ત બન્યા. જે તમામ લોકોએ નશા દરમિયાન ઘણું ખોયું અને આજે તેઓ તે જ સેન્ટરમાં કાઉન્સિલર તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારે તે લોકો કોણ છે જુઓ આ અહેવાલ..

Written ByKinjal Patel
Published: Nov 21, 2026, 12:58 IST|Updated: Nov 21, 2026, 14:04 IST
joinshare
શિક્ષક, બિઝનેસમેન અને અમદાવાદના કરોડપતિ ઉદ્યોગપતિ...કેવી રીતે નશાની લતે બદલી નાખી આ 5 લોકોની દુનિયા?

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

2

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

3

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

4

હવે અગ્નિવીરો પણ કરી શકશે લગ્ન, સરકારે નિયમોમાં કર્યા ફેરફાર! જાણો શું છે શરતો

5

ASRB ભરતી 2026: કૃષિ, IT અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે મોટી તક, ICAR માં 1393 જગ્યાઓ પર ભરતી જાહેર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Nasa Mukt Bharat: નડિયાદ લાસે બિલોદરા ખાતે ચાઇ રહેલા live life reheb સેન્ટર પર એવા તમામ લોકો હાલ કાઉન્સિલર તરીકે સેવા આપે છે. જે તમામ લોકો એક સમયે કોઈના કોઈ વ્યસન સાથે જોડાયેલા હતા. જેઓના કારણે તેમનું અને તેમના પરિવારનું જીવન અઘરું બન્યું હતું. ઘણી આપદા આવી. પણ પરિવારના સપોર્ટ અને સંઘર્ષ અને દ્રઢ મનોબળથી આ તમામ લોકો રિહેબ સેન્ટર પર આવી નશામુક્ત બન્યા અને હાલ તે જ સેન્ટરમાં આવતા લોકોને તેઓ નશામુક્ત બનાવવા કાઉન્સિલર તરીકે કામ કરે છે. અને સેવા આપે છે.

  • નશો બન્યું અઘોગતિ
  • નશાના કારણે ગુમાવો પડ્યો કિંમતી સમય
  • નશાની લત એ બગાડી જિંદગી

 

સુભાષ બ્રિજ દુર્ઘટનાના એક વર્ષ બાદ AMC સફાળું જાગ્યું: અમદાવાદના આ 14 બ્રિજનું થશે 'હેલ્થ ચેકઅપ'

તેમાના એક છે ગુજરાતના હિંમતનગરના પ્રાંતિજના બ્રિજેશ પટેલ...

કે જેઓ એક શિક્ષક પણ છે. જેઓએ શોખના રવાડે ચડીને દારૂનો નશો શરૂ કર્યો હતો અને બાદમાં તે જ નશો તેમની આદત બની ગઈ અને તેઓ નશા ના આદી બની ગયા. જેના કારણે તેઓ પરિવારને પણ સમય આપી શકતા ન હતા. બસ આ જ ચિંતા તેમને અને તેમના પરિવારને સતાવી અને તેઓ રીહેબ સેન્ટર પર પહોંચી ગયા અને પોતાનું રિહેબીટેશન કરાવી નશામુક્ત બન્યા. અને આજે તેઓ તે જ સેન્ટરમાં કાઉન્સિલર તરીકે સેવા આપે છે..

તો બીજા છે મહારાષ્ટ્રના અશ્વિન જોશી...

જેઓ 23 વર્ષના હતા ત્યારથી દારૂનો નશો શોખમાં શરૂ કર્યો અને તેમનો શોખ પણ એક આદત બની ગયો. જેના કારણે પરિવારમાં અનેક વખત ઝઘડા થતાં અને સમસ્યાઓ સર્જાતી અને એ જ સમયે હરીશ કેની તેમના સંપર્કમાં હોવાથી તેઓ તેમની સાથે જોડાયા અને પોતે રિહેબ કર્યું અને નશા મૂકત બન્યા અને આજે તેઓ તેમની સંસ્થામાં નોકરી કરી સારું જીવન જીવી નશા યુક્ત લોકોને નશામુક્ત બનાવવાનું કામ કરે છે

'યોગ્ય તક આપ્યા વિના સાક્ષીની ઉલટતપાસ બંધ કરવાનો ટ્રાયલ કોર્ટને અધિકાર નથી', ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

ત્રીજા છે ગુજરાતના વડોદરાના બિઝનેસમેન ધર્મેશ પંચાલ

સતત 16 વર્ષ શોખમાં નશો કર્યો જ્યાં શરૂઆતમાં તેઓએ ઓકેશનલી શરૂ કરેલો નશો તેમની આદત બનતો ગયો અને તેનું તેમને ભાન ના રહ્યું. જેના કારણે તેમના ધંધા પર અસર. પરિવાર પર અસર. સમાજ માં બદનામી નો ભય જેવી અનેક સમસ્યા આવી. અને ત્યારે હરીશ કેની ની રિહેબ સંસ્થા તેમને ધ્યાને આવી અને તેઓ તેમાં જોડાયા અને રિહેબ થઈ નશામુક્ત બન્યા અને આજે તેઓ કાઉન્સિલર તરીકે સેવા આપી લોકોને નશા મુક્ત બનાવે છે.

ચોથા અને પાંચમી વ્યક્તિ છે ગુજરાતના મહેસાણાની...

એક બિલ્ડીંગ મટીરીયલનો ધંધો કરતા જોયો પણ શોખમાં શરૂઆતમાં ઓકેશનલી વ્યસન શરૂ કર્યું અને એ વ્યસન એ નશો તેમની આદત બની જેના કારણે તેઓ તેમના પરિવાર કે બાળકોને સમય આપી શકતા ન હતા. વેપાર ધંધા પરિવારમાં પણ બનાવો બનતા અને એ નશા ના કારણે તેમના જીવન ઉપર મોટી અસર પડતા તેમને પણ ડિહેબ સેન્ટર અપનાવ્યું અને આજે તેઓ નશામુક્ત બન્યા અને ત્યારે તેમને પાન થયું કે નશા વખતનો સમય તેમના માટે કેટલું કીમતી હતો જે તેઓ ગુમાવી બેઠા એટલું જ નહીં પરંતુ એ જ નશા પાછળ તેમને 30 થી 40 લાખ ખર્ચ કરી નાખ્યા હોવાની પણ વાત કરી. જે જે ખર્ચ જો તેમને મૂડી બનાવીને જમા કરી હોત તો આજે તેની બમણી મૂડી તેમની પાસે હોત અને બીજી કોઈ સમસ્યા પણ સર્જાઈ ન હોત

અમદાવાદમાં દિલજીતનો ફીવર: નમો સ્ટેડિયમમાં 90 હજારથી વધુ લોકોનો જમાવડો, જાણો હોટલના ભાડા, મેટ્રો શિડ્યુલ, ટ્રાફિક ડાયવર્ઝન અને પોલીસ સુરક્ષાનું A to Z

પાંચમી વ્યક્તિ પણ મહેસાણાના વેપારી...

એ પણ શોખમાં દારૂનો નશો શરૂ કર્યો. જેમણે 2010માં નશો શરૂ કર્યો જે 2020 માં તેમની આદત બની જે 2023 સુધી ચાલ્યું. જે બાદ તેઓ રિહેબ થયા અને બાદમાં કેનેડા ગયા અને હવે પરત આવી તેઓ સેવા આપી રહ્યા છે... 

એક એવા વ્યક્તિ કે દારૂની લતમાં 200 કરોડનો ધંધો ઠપ થઈ ગયો..

હવે એક એવી વ્યક્તિની વાત કરીશું કે જેણે દારૂની લતમાં પોતે એક ખોટો નિર્ણય લીધા હોવાની વાત કરી તેના નિર્ણયના કારણે તેમણે પોતાનો 200 કરોડનો ધંધો ઠપ થઈ ગયો હોવાની વાત કરી. અને તે છે અમદાવાદ પાસે રહેતા અને સાયન્સ સીટી ખાતે msme લગતો ધંધો કરતા વિશાલ બ્રહ્મભટ્ટ. કે જેઓએ 2020માં સાયન્સ સીટી ખાતે msme ને લગતી સલાહ આપવા માટે એડવાઇઝરી કંપની શરૂ કરી જે 2023 સુધી કમ્પ્લેટ શરૂ રહી. કેમ કે 2023 થી વેપારીએ શોખ ખાતર ઓકેસનલી દારૂ નો નશો શરૂ કર્યો. જેઓને 2023ની દિવાળીમાં ઓફર મળી અને ફ્રાન્સમાં કોલેજ શરૂ કરી. જેમાં અહીંના છોકરા ત્યાં મોકલી વિઝા અપાવતા જેથી તેમનું ભવિષ્ય સુધરે ઉજ્જવળ બને. જેના માટે  અહીંના ધંધાનું ત્યાં રોકાણ કર્યું. અને 50 ઉપર સ્ટાફ રાખ્યો. ચેનલ પાર્ટનર બનાવ્યા. સ્ટુડન્ટ આવ્યા. જેની ફી ફ્રાન્સમાં ભરી. પણ વિઝામાં સમસ્યા આવી અને પાર્ટનરના પ્રયાસ છતાં મંજૂરી ન લઈ શકતા બિઝનેશ ચાલ્યો નહિ અને રિફંડ આપવાનો વારો આવ્યો. અહીંની કંપનીમાંથી રિફંડ શરૂ કર્યું. આ વચ્ચે તેઓ ડિપ્રેશનમાં આવી નશો વધુ શરૂ કર્યો.  

શું તમારું વાહન પણ આ યાદીમાં છે? ગુજરાતના રસ્તા પર કેટલા વાહનો ફરે છે? વીમા અને PUC વગરના વાહનોના આંકડા જોઈને ચોંકી જશો!

2024માં  એડીક્ટેડ થયા બાદ 2025માં 200 કરોડની કંપની બંધ કરવી પડી

2024માં એડીક્ટેડ થયા અને 2025માં 200 કરોડની કંપની બંધ કરવી પડી. જેના કારણે ભારતમાં 10 ઓફીસના 800 સ્ટાફ વાળી કંપની મહિને 6 કરોડ ટર્ન ઓવર કરતી અને ઓલ ઓવર 200 કરોડ રોકાણ સાથેનો બિઝનેશ હતો તે પૂરો થઈ ગયો. જે ઘટના બાદ તેઓ પહેલા રિહેબમાં ગયા જ્યાં રિપોર્ટમાં દારૂ માં દ્રગ્સ પણ આવ્યો. જેથી તેઓએ તમામ નિદાન સચોટ કરાવી નશામુક્ત બન્યા અને હાલ સેવા આપી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ જ્યારે જૂનો ધંધો બંધ થઈ ગયો અને એઆઈ નો યોગ આવી ગય

એ વચ્ચે પોતાનો જૂનો ધંધો શરૂ નહીં થઈ શકવાની શંકા ને લઈને હવે તેઓ રીહેબ સેન્ટર શરૂ કરીને લોકોને નશા મુક્ત કરવાનું કામ કરશે  અને તેમાંથી જે કમાણી થશે તેમાંથી નાણાં ગુમાવનાર લોકોને રકમ પરત આપવાની પણ ખાતરી આપી. સાથે જ નશા કરવાથી શું હાલત થઈ શકે તેનું ઉદાહરણ આપી લોકોને નશામુક્ત બનવા અપીલ કરી..
 

Add Zee News as a Preferred Source
TAGS:
nasha mukt bharat
ડ્રગ્સ મુક્ત ગુજરાત