• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /કપડાં સિવડાવવા ગયેલી યુવતી સાથે અડપલાં: બારડોલીના મઢી ગામે દરજી વિરુદ્ધ આક્રોશ ફાટી નીકળતા પોલીસ મથકે હોબાળો!

કપડાં સિવડાવવા ગયેલી યુવતી સાથે અડપલાં: બારડોલીના મઢી ગામે દરજી વિરુદ્ધ આક્રોશ ફાટી નીકળતા પોલીસ મથકે હોબાળો!

આજના સમયમાં નાની બાળકીઓને ગુડ ટચ કે બેડ ટચનો અભ્યાસ શાળામાંથી અપાતું થયું છે. જે સૌથી મોટું હિતકારી કામ છે પરંતુ હજુ પણ હવસના પુજારીઓ પોતાની તરસ છીપાવવા માટે કોઈને કોઈ એવું કાંડ કરી નાખે છે. જેનાથી મહિલાને જીવનભર યાદ રહે તેવો કડવો અનુભવ થાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી. જ્યાં બની છે એક એવી ઘટના જેણે ફરી એકવાર મહિલા સુરક્ષા સામે ઉઠાવ્યા છે સવાલ ત્યારે શું છે સમગ્ર મામલો.

Written ByKaran Rajput
Published: Oct 03, 2026, 04:25 PM IST|Updated: Oct 03, 2026, 04:26 PM IST
joinshare
કપડાં સિવડાવવા ગયેલી યુવતી સાથે અડપલાં: બારડોલીના મઢી ગામે દરજી વિરુદ્ધ આક્રોશ ફાટી નીકળતા પોલીસ મથકે હોબાળો!
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
મોટો ધડાકો! અમદાવાદમાં નવરાત્રી દરમિયાન ગર્ભનિરોધક ગોળીઓના વેચાણમાં ધરખમ વધારો; આંકડો જાણી તમે ચોંકી જશો!

મોટો ધડાકો! અમદાવાદમાં નવરાત્રી દરમિયાન ગર્ભનિરોધક ગોળીઓના વેચાણમાં ધરખમ વધારો; આંકડો જાણી તમે ચોંકી જશો!

2

પુતિનની NATOને સીધી ચેતવણી! અમને મજબૂર ના કરતા નહીં તો..., NATOએ એવું તે શું કર્યું કે પુતિનનો પિત્તો ગયો

3

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદમાં સાબરમતી નદી પર 12 માળ જેટલો ઊંચો પુલ બનીને તૈયાર, ગુજરાતમાં 18 નદી પર પુલનું કામ પૂર્ણ

4

આખરે કોણ છે હમામ અલ-હમ્મામી? સ્મિત મચ્છર પર હુમલો કરી ઈઝરાયેલમાં તબાહી મચાવવાનું હતું પ્લાનિંગ, પાકિસ્તાન બન્યું બેશરમ!

5

આ IPO પર તૂટી પડ્યા રોકાણકારો, GMP દેખાડે છે 40%નો ફાયદો, જાણો ડિટેલ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

સંદીપ વસાવા, બારડોલી : મોડી રાત્રે રસ્તા પર લોકોની ભીડ નજરે પડી રહી છે. આ ભીડ જાણે કોઈ હોબાળાને લીધે એકઠી થઈ હોય તેવું લાગી રહ્યું છે અને ભીડ એકઠી થવાનું કારણ છે છેડતીનો બનાવ. આ ઘટના ઘટી છે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામમાં જ્યાં છેડતીની ઘટના બનતા મચ્યો છે હોબાળો.

  • કપડાં સીવતા યુવાને કર્યુ ન કરવાનું કામ
  • કપડાંનું માપ લેવાના બહાને અયોગ્ય વર્તન
  • યુવતીએ છેડતીનો આરોપ લગાવતા હોબાળો

કપડાં સિવવાની દુકાનમાં કામ કરતા એક  દીનેશ મારવાડી નામના યુવક પર એક યુવતીએ છેડતીનો આરોપ લગાવ્યો છે. યુવતીના આરોપ મુજબ ઘટના અંગે વાત કરીએ તો....

શું બની ઘટના? 

  • કપડાં સીવડાવવા માટે યુવતી દુકાને આવી હતી
  • દિનેશે કપડાં સીવવા માટે માપ આપવા માટે કહ્યું હતું
  • માપ લેવાના બહાને દિનેશે અયોગ્ય વર્તન કર્યુ
  • જે બાદ યુવતીએ પરિજનોને આ ઘટના જણાવી
  • પરિજનોએ દુકાનમાં ઘૂસીને હોબાળો મચાવ્યો

ઘટના અંગે પીડિતાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી. જેના આધારે બારડોલી ગ્રામ્ય પોલીસે આરોપી દિનેશ મારવાડીની ધરપકડ કરી લીધી છે.

પોલીસે દરજીની કરી અટકાયતની કાર્યવાહી

પોલીસના જણાવ્યા મુજબ આરોપી દિનેશ મારવાડી મૂળ રાજસ્થાનનો વતની છે અને મઢી ગામે મહિલાઓના કપડાં સીવવાનું કામ કરે છે. પીડિતા જ્યારે પોતાના કપડાં સીવડાવવા આવી હતી ત્યારે આરોપીએ એકલતાનો લાભ ઉઠાવીને છેડતીના ગુનાને અંજામ આપ્યો હતો. એક તરફ પોલીસે અટકાયતની કાર્યવાહી કરી તો બીજી તરફ મામલો ગરમાતાં ચૌધરી સમાજના લોકોનું એક ટોળું પોલીસ મથકે આવી પહોચ્યું હતું. એટલું જ નહીં આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે માગ પણ કરી હતી.

મઢી ગામે બનેલી છેડતીની આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા સામે ફરી એકવાર સવાલ ઉઠાવ્યો છે. આ કેસમાં પોલીસ પાસે લોકો અપેક્ષા રાખી રહ્યાં છે કે દાખલો બેસે તે પ્રકારની આરોપી સામે કાર્યવાહી થાય.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News