સુરેન્દ્રનગર NCC કેડેટ્સનો ડંકો: ઇન્ટર બટાલિયન ફાયરિંગ સ્પર્ધામાં 26 ગુજરાત બટાલિયનને પ્રથમ સ્થાન, 13 વિદ્યાર્થીઓ મેડલ વિજેતા
Surendranagar News: ગુજરાત NCC ઇન્ટર બટાલિયનની શુટિંગ સ્પર્ધામાં સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓએ ઇતિહાસ રચ્યો છે જેમાં રાજકોટ ગ્રૂપ દ્વારા યોજવામાં આવેલ શુટિંગ સ્પર્ધામાં સુરેન્દ્રનગરના 13 વિદ્યાર્થીઓએ મેડલ મેળવ્યા હતા. જેમાં 107 વિદ્યાર્થીઓએ શુટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સાથે રાજકોટ ગ્રુપના કમાન્ડિંગ ઓફિસર કર્નલ નીરજ સુદ સુરેન્દ્રનગર આવ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
Surendranagar News : સુરેન્દ્રનગરના NCC કેડેટ્સની શાનદાર સિદ્ધિ, ઇન્ટર બટાલિયન ફાયરિંગ સ્પર્ધામાં 26 ગુજરાત બટાલિયનને પ્રથમ સ્થાન સુરેન્દ્રનગર જિલ્લાના એનસીસી કેડેટ્સે પોતાની પ્રતિભા, શિસ્ત અને નિશાનબાજીની કુશળતાના બળે રાજ્યકક્ષાએ ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2026-27ની ઇન્ટર બટાલિયન એનસીસી ફાયરિંગ સ્પર્ધામાં 26 ગુજરાત બટાલિયન એનસીસી, સુરેન્દ્રનગર દ્વારા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવામાં આવ્યું છે.
ભાજપના ધારાસભ્યના ઘરમાં અમદાવાદની યુવતીનો હાઈવોલ્ટેજ ડ્રામા, બળજબરી પૂર્વક ઘરમાં ઘૂસી બૂમ બરાડા પાડ્યા
આ સ્પર્ધામાં 26 ગુજરાત બટાલિયનના કેડેટ્સે ઉત્કૃષ્ટ પ્રદર્શન
બ્રિગેડિયર સુષ્મ બિશ્વાસ અને કર્નલ નીરજ સૂદ, એસ.સી.ના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં 26 ગુજરાત બટાલિયનના કેડેટ્સે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. આ સ્પર્ધામાં એમ.પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, એસ.વી.સી. કોલેજ તેમજ સુરેન્દ્રનગર યુનિવર્સિટીના એનસીસી કેડેટ્સે ભાગ લીધો હતો. કેડેટ્સે શાનદાર પ્રદર્શન કરીને કુલ 8 ગોલ્ડ મેડલ અને 4 સિલ્વર મેડલ પ્રાપ્ત કરી બટાલિયનને ગૌરવ અપાવ્યું છે.
શિક્ષક, બિઝનેસમેન અને અમદાવાદના કરોડપતિ ઉદ્યોગપતિ...કેવી રીતે નશાની લતે બદલી નાખી આ 5 લોકોની દુનિયા?
આ સિદ્ધિ અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બની
એનસીસીનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં એકતા, શિસ્ત, સેવા અને દેશભક્તિની ભાવના કેળવવાનો છે. ત્યારે આ સિદ્ધિ કેડેટ્સની સતત મહેનત, સખત તાલીમ, આત્મવિશ્વાસ અને સમર્પણનું પરિણામ છે. આ સફળતા બદલ બટાલિયનના અધિકારીઓ, તાલીમ આપનાર સ્ટાફ, કોલેજ સંચાલકો અને કેડેટ્સને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના એનસીસી કેડેટ્સની આ સિદ્ધિ અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બની છે.