)
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ભવિષ્યને લઈને ઊભા થયેલા પ્રશ્નાર્થ અને અનિશ્ચિતતાના કારણે અમેરિકન શેરબજારમાં ભારે વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. બજારમાં આવેલા આ મોટા કડાકાને પગલે રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે. શેરબજારની સાથે ક્રિપ્ટો માર્કેટ પર પણ તેની ગંભીર અસર જોવા મળી છે, જેના પરિણામે બિટકોઈન ગગડીને છેલ્લા 2 વર્ષના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે સાંજે યોજાનારા જાણીતા ગાયક દિલજીત દોસાંજના ભવ્ય કોન્સર્ટને આખરે ફાયર NOC મળી ગઈ છે. આ મંજૂરી મળતાની સાથે જ કાર્યક્રમના આયોજનનો માર્ગ મોકળો થયો છે. દિલજીતના લાઈવ પર્ફોર્મન્સને માણવા માટે દેશ અને દુનિયાભરમાંથી અમદાવાદ ઉમટી પડેલા ચાહકોમાં ભારે ઉત્સાહ અને આતુરતા જોવા મળી રહી છે.
એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ મૃતદેહનો મલાજો જાળવવામાં નિષ્ફળ રહી હોવાની ગંભીર સ્થિતિ સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને ઢાંકવા માટે પૂરતા કાપડની પણ વ્યવસ્થા ઉપલબ્ધ નથી, જેના કારણે પરિવારજનોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ મામલે આરોગ્ય વિભાગના પરિપત્રની ખુલ્લેઆમ અવગણના થઈ રહી હોવાનું સ્પષ્ટપણે જણાય છે.
ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ અને રોજગાર મંત્રીઓની વિશેષ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં મુખ્યત્વે શ્રમ કાયદાઓ અને EPFOમાં કરવામાં આવેલા મહત્ત્વપૂર્ણ પરિવર્તનો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્રીય મંત્રી, વિવિધ રાજ્યોના સચિવો અને મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.
ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સાચી માહિતી મળી રહે તે હેતુથી આઈસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના વેચાણને લઈને તંત્ર દ્વારા મેગા ડ્રાઈવ સતત યથાવત રાખવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ તમામ વેચાણ એકમોમાં તેઓ આઈસ્ક્રીમ વેચે છે કે ફ્રોઝન ડેઝર્ટ, તેની સ્પષ્ટ માહિતી આપતું બોર્ડ લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ નિયમોનો ભંગ કરનાર એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજુલા તાલુકા ભાજપ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ વિક્રમ સાંખટ વિરુદ્ધ દુષ્કર્મની FIR! ખાંભા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ. થોડા દિવસ પહેલા જ રાજુલા તાલુકા ભાજપ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોંપાઈ હોવાનું સામે આવ્યું. મહિલાની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું. રાત્રે મહિલાના ઘરનો દરવાજો ખખડાવી પોલીસ સાથે રાખી આવ્યો હોવાનો ડર બતાવ્યો હતો. ઘરમાં પ્રવેશી ખોટા કેસમાં ફિટ કરાવવાની ધમકી આપી દુષ્કર્મ કર્યું, વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો પણ આક્ષેપ.
આગામી વિધાનસભા ચૂંટણીને લઇ સિંધી સમાજની માંગ. સિંધી સમાજ દ્વારા ટિકિટ અને પદ ની માંગ કરવામાં આવી છે. સિંધી સમાજને ભાજપ એક જ ટિકિટ વર્ષો થી આપે છે - મેઘરાજ દોડવાણી. 182 બેઠકો માંથી સિંધી સમાજ 5 થી વધુ બેઠકો પર હાર જીત નક્કી કરી શકે છે. ગાંધીધામમાં 80% વસ્તી સિંધી સમાજ ની છે, એટલે ભાજપે 2027 ની ચૂંટણીમાં 5 જેટલી ટિકિટ આપવી જોઈએ, સિંધી એટલે ભાજપ આવી અમારી છાપ પડી ગઈ છે, ત્યારે ભાજપ પક્ષ સિંધી સમાજ મુદ્દે વિચારણા કરે એવી કરાઈ માંગ.
વડોદરામાં દિવાળી બાદ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાતા ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સોનાનો ભાવ ઘટીને અંદાજે 1.28 લાખ રૂપિયા થયો છે. જ્યારે ચાંદીનો ભાવ પણ ઘટીને આશરે 1.54 લાખ રૂપિયા નોંધાયો છે. ભાવમાં ઘટાડાને પગલે ખરીદી વધવાની આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. એટલું જ નહીં, આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે તેવી પણ વેપારીઓની સંભાવના છે. જોકે, ગ્રાહકોને બજારની અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.
વડોદરા શહેરમાં વાયુ પ્રદૂષણનું સ્તર વધતાં નાગરિકોના સ્વાસ્થ્ય સામે ચિંતા ઊભી થઈ છે. શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI 200ને પાર પહોંચ્યો છે. હવાની નબળી ગુણવત્તાને કારણે શ્વાસ સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસની બીમારી ધરાવતા લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. ત્યારે શહેરમાં પ્રદૂષણ વધવા પાછળનાં કારણો અંગે GPCBના પ્રાદેશિક અધિકારી માર્ગી પટેલે માહિતી આપી છે.
વડોદરામાં ભાજપ નેતાના પુત્ર સહિત 3 સામે ગોરવા પોલીસ મથકે 5મી ફરિયાદ. PMAY હેઠળ દુકાન અપાવવાના બહાને શિક્ષિકા સાથે રૂ.12 લાખની ઠગાઈ. ભાજપ અગ્રણી રાકેશ જોષીના પુત્ર કશ્યપ જોષી, જીલ બારોટ અને રણવીરસિંહ સિંધા સામે ગુનો. ગોત્રીની 56 વર્ષીય શિક્ષિકા સંધ્યાબેન જાધવ બન્યાં ઠગાઈનો શિકાર. સુભાનપુરા હાઇટેન્શન રોડ પર ઝાંસી રેસિડેન્સીની દુકાન નં.-4 બતાવી કર્યો સોદો. રૂ.12 લાખમાં સોદો નક્કી કરી બુકિંગ પેટે લીધા રૂ.2 લાખ, કરાવ્યું નોટરી બાનાખત. ઓનલાઇન અને રોકડમાં તબક્કાવાર ચૂકવાયા પૂરા રૂ.12 લાખ. રકમ લીધા છતાં ન મળી દુકાનનો કબજો કે ન થયો વેચાણ દસ્તાવેજ. પૈસા પરત માંગતા અપાયો રૂ.12 લાખનો ચેક, બેંકમાં ભરતાં થયો બાઉન્સ. સરકારી આવાસ યોજનાના નામે ખોટો વહેમ ઊભો કરી આચર્યું કાવતરું. ગોરવા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.
બરોડા સ્ટેટ રાજમાતા સુભાંગીની રાજે અને શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ બહુચરાજી મંદિરની મુલાકાતે. બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા રાજવી પરિવારનું કરાયું ભવ્ય સ્વાગત. ભૂદેવો દ્વારા રાજવી પરિવારનેમાં બહુચરના વિધિ વિધાન મુજબ દર્શન કરાવ્યા. વડોદરા રાજવી પરિવારને માં બહુચર પર છે અતૂટ શ્રદ્ધા. વડોદરાના રાજવી શ્રીમાન માનાજીરાવ ગાયકવાડને પણ માં બહુચર પર હતી અતૂટ શ્રદ્ધા. ગાયકવાડ પરિવાર દ્વારા અગાઉ માં બહુચરને અનેક અમૂલ્ય ભેટ અર્પણ કરાઈ ચુકી છે.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા રોઝ બેરી સ્પામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઓશિયા મોલની બાજુમાં આવેલા લોટસ એલાઇટ કોમ્પ્લેક્સમાં સ્પામાં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
જામનગરના જોલી બંગલા નજીક રાજકોટ રેન્જ પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડી પાન-મસાલા, તમાકુ અને સિગારેટનો શંકાસ્પદ મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા અંદાજે રૂ. 15.41 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન આમદ મેમણ, કાદર ફુલવાડી, મુકેશ જેસાણી અને દીપક સોનછાત્રા પાસેથી બિલ કે અન્ય આધાર-પુરાવા વગરનો પાન-મસાલા, તમાકુ અને સિગારેટનો જથ્થો મળી આવતા કબજે કરવામાં આવ્યો હતો. કબજે કરાયેલ સમગ્ર મુદ્દામાલ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે જામનગર સીટી એ-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ પોલીસની આ કાર્યવાહીથી પાન-મસાલા અને તમાકુના શંકાસ્પદ વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
ખેતરમાં કામ કરતા 55 વર્ષીય આધેડ પર સિંહણનો જીવલેણ હુમલો, ઘટનાસ્થળે મોત બાદ વન વિભાગે પાંજરા ગોઠવાયા. ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ. રબારીકા ગામમાં ભયનો માહોલ. વિસ્તારમાં સિંહ અને હિંસક પ્રાણીઓના હુમલાની વધતી જતી ઘટનાઓ ગ્રામજનો તથા ખેડૂતો માટે અત્યંત ચિંતાજનક.
રાજકોટ રેલવે પોલીસ વિડ્યો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. બાળક ની મિશિંગ કમ્પ્લેન કરવા ગયેલા પરિવાર જનો ને જવાબ દેવાને બદલે 24 કલાક રાહ જોવાનું કહ્યું. જે પરિવાર નો બાળક મિશિંગ થયો તેને ઉઠી ને માત્ર આસવાસ આપવામાં ને બદલે 24 કલાક રાહ જોવા નું કહ્યું. બાળક અજાણ્યા નંબર થી દ્વારકા જવાનું કહ્યું હતું ટ્રેન માં જેથી પરિવાર રેલવે પોલીસ મથકે પહોંચ્યો હતો. પરિવાર ને આવા જવાબ આપવાથી રેલવે પોલીસ સામે ઉઠ્યા ગંભીર સવાલો.
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ, રોજગાર અને ઉદ્યોગ મંત્રીઓની બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ. દેશના 60 કરોડ શ્રમિકોના કલ્યાણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને એક વર્ષનો એક્શન પ્લાન તૈયાર કરશે. 2014માં દેશમાં 29 કરોડ લોકો સામાજિક સુરક્ષાના દાયરામાં હતા, આજે આ સંખ્યા વધીને 101 કરોડ થઈ. આગામી સમયમાં દેશના 100 ટકા શ્રમિકોને સામાજિક સુરક્ષાના કવચ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક. શ્રમિકો અને ઉદ્યોગો એક જ ગાડીના બે પૈડાં છે, બંનેના હિતોનું રક્ષણ જરૂરી: કેન્દ્રીય શ્રમ મંત્રી. શ્રમિકોના હિતની વાત કરનાર ઉદ્યોગ વિરોધી અને ઉદ્યોગોના હિતની વાત કરનાર શ્રમિક વિરોધી હોવાની માનસિકતા બદલાઈ. વિકસિત ભારત 2047ના લક્ષ્યને સાકાર કરવા શ્રમિક કલ્યાણ અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે સંતુલન જાળવવા પર ભાર. શ્રમ સંહિતામાં શ્રમિકોને નિમણૂક પત્રની ગેરંટી, લઘુતમ વેતન અને સામાજિક સુરક્ષાની જોગવાઈઓ. ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓને પણ સામાજિક સુરક્ષાનો લાભ આપવાની જોગવાઈ
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે મહિલાએ હંગામો કર્યો. અગાઉ વિવાદોના મામલે થયેલી ફરિયાદના સમાધાનના મામલે હંગામો કર્યો. ધારાસભ્યના વૃદ્ધ પિતા અને મુલાકાતીઓ હાજર હોવા દરમિયાન હોબાળો કર્યો. અમદાવાદની યુવતીએ બળજબરી પૂર્વક ઘરમાં ઘૂસી આવી બૂમ બરાડા પાડ્યા. ધારાસભ્ય ગજેન્દ્રસિંહનું રાજકારણ ખતમ કરી દઈશ જેવી ધમકીઓ આપી. પોલીસની વાન આવતા જ નંબર વિનાની કાર લઈ ફરાર થઈ ગઈ. ધારાસભ્યના પિતાએ તલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.
મહીસાગર જિલ્લામાં 112 અને 181 માં નોકરી મેળવવાના નામે યુવકો અને યુવતી છેતરાયા. 112 માં તેમજ 181 માં નોકરી આપવાના બહાને 58 માણસો સાથે છેતરપિંડી. સંતરામપુર પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ. 58 ઉમેદવારો પાસે 11,20,650 રૂપિયા નોકરી આપવાના બહાને ઉઘરાવ્યા. આરોપી મહીપાલસિંહ વિજયસિંહ જાદવ નામના વ્યક્તિએ 58 પીડિતો પાસે નોકરી આપવાના બહાને રૂપિયા લઈ અને રૂપિયા પરત ન કરતા ફરિયાદ નોંધાઈ. સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે હિતેશ બારીયા નામના યુવકે ફરિયાદ નોંધાવી.
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ મોતનો મલાજો સાચવવામાં નિષ્ફ્ળ. પોસ્ટ મોર્ટમ બાદ પરિવારજનો માટે ડેડબોળી સ્વીકારવી બની મુશ્કેલ. પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહને ઢાંકવા માટે કપડાં અને થેલીઓ જ નહી. પરિવારજનો બહારથી થેલી અને કાપડ લઇ આવવા સૂચના. સ્વજનની અંતિમ ઘડીએ કુટુંબીજનો અંતિમવિધીમાં જાય કે પછી કાપડ લેવા તે સૌથી મોટો પ્રશ્ન. આરોગ્ય વિભાગના પરિપત્ર મુજબ કફન કે અન્ય સામગ્રીનો ખર્ચ કરાવી ન શકાય. સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના પરિપત્રની અવગણના.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા બનાસકાંઠાના ભીલડીના બલોધર ગામે. નાયબ મુખ્યમંત્રી તેમના પરિવાર સાથે બલોધર ગામે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં યજ્ઞ માં બેસ્યા. નાયબ મુખ્યમંત્રી બલોધર ગામથી પહોંચશે કાંકરેજના કાકેર ગામેં. કાકેર ગામમાં સમોરમાતાના મંદિરે પહોંચી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કરશે દર્શન. દર્શન બાદ સમોર માતાના મંદિરે યોજાનાર યજ્ઞમાં નાયબ મુખ્યમંત્રી બેસી હવન હોમ કરી આપશે આહુતિ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે જિલ્લાના અનેક ભાજપના નેતાઓ જોડાશે.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..