• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ભાજપના ધારાસભ્યના ઘરમાં અમદાવાદની યુવતીનો હાઈવોલ્ટેજ ડ્રામા, બળજબરી પૂર્વક ઘરમાં ઘૂસી બૂમ બરાડા પાડ્યા

ભાજપના ધારાસભ્યના ઘરમાં અમદાવાદની યુવતીનો હાઈવોલ્ટેજ ડ્રામા, બળજબરી પૂર્વક ઘરમાં ઘૂસી બૂમ બરાડા પાડ્યા

Gujarat Politics: પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે મહિલાએ હંગામો કર્યો. અગાઉ વિવાદોના મામલે થયેલી ફરિયાદના સમાધાનના મામલે હંગામો કર્યો હોવાની વાત સામે આવી છે. ધારાસભ્યના વૃદ્ધ પિતા અને મુલાકાતીઓ હાજર હોવા દરમિયાન હોબાળો કર્યો. અમદાવાદની યુવતીએ બળજબરી પૂર્વક ઘરમાં ઘૂસી બૂમ બરાડા પાડ્યા. ધારાસભ્ય ગજેન્દ્રસિંહનું રાજકારણ ખતમ કરી દઈશ જેવી ધમકીઓ આપી. પોલીસની વાન આવતા જ નંબર વિનાની કાર લઈ ફરાર થઈ ગઈ. ધારાસભ્યના પિતાએ તલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

Written ByKinjal Patel
Published: Nov 21, 2026, 14:16 IST|Updated: Nov 21, 2026, 14:17 IST
joinshare
ભાજપના ધારાસભ્યના ઘરમાં અમદાવાદની યુવતીનો હાઈવોલ્ટેજ ડ્રામા, બળજબરી પૂર્વક ઘરમાં ઘૂસી બૂમ બરાડા પાડ્યા

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

2

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

3

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

4

હવે અગ્નિવીરો પણ કરી શકશે લગ્ન, સરકારે નિયમોમાં કર્યા ફેરફાર! જાણો શું છે શરતો

5

ASRB ભરતી 2026: કૃષિ, IT અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે મોટી તક, ICAR માં 1393 જગ્યાઓ પર ભરતી જાહેર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Politics: સાબરકાંઠાના પ્રાંતિજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના નિવાસસ્થાને એક મહિલાએ ભારે હંગામો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ધારાસભ્યના વૃદ્ધ પિતા અને મુલાકાતીઓ હાજર હોવા દરમિયાન હોબાળો કર્યો છે. યુવતીએ ધારાસભ્ય ગજેન્દ્રસિંહનું રાજકારણ ખતમ કરી દઈશ જેવી ધમકીઓ આપી હતી. ત્યારબાદ પોલીસની વાન આવતા જ નંબર વિનાની કાર લઈ ફરાર થઈ ગઈ હતી. ધારાસભ્યના પિતાએ તલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

ઘરમાં બળજબરીથી પ્રવેશ અને વૃદ્ધ પિતાની હાજરીમાં હોબાળો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના પિતા દ્વારા તલોદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ અમદાવાદની એક યુવતીએ ઘરમાં બળજબરીપૂર્વક ઘૂસી જઈને હોબાળો કર્યો હતો અને ધમકીઓ આપી હતી. પોલીસ ફરિયાદના આક્ષેપો અનુસાર, જ્યારે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના વૃદ્ધ પિતા અને અન્ય મુલાકાતીઓ ઘરે હાજર હતા, તે દરમિયાન અમદાવાદની એક યુવતી અચાનક બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસી આવી હતી. યુવતીએ ઘરમાં પ્રવેશીને બૂમબરાડા પાડવાનું શરૂ કર્યું હતું અને વાતાવરણ તંગ બનાવી દીધું હતું.

 

રાજકારણ ખતમ કરી નાખવાની ધમકીઓ પણ ઉચ્ચારી હોવાનો દાવો

ફરિયાદમાં જણાવાયા મુજબ, આ સમગ્ર હંગામો અગાઉ થયેલા વિવાદો અને તે સંદર્ભે નોંધાયેલી ફરિયાદના સમાધાનના મુદ્દે કરવામાં આવ્યો હતો. યુવતીએ ઉશ્કેરાઈ જઈને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારનું રાજકારણ ખતમ કરી નાખવાની ધમકીઓ પણ ઉચ્ચારી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પોલીસ પહોંચતા જ નંબર વગરની કારમાં ફરાર

ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે, પોલીસની વાન ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ હંગામો મચાવનાર યુવતી નંબર પ્લેટ વગરની કાર લઈને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. આ સમગ્ર મામલે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના પિતાએ તલોદ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે નંબર વગરની કાર અને ફરાર થઈ ગયેલી અમદાવાદની યુવતીની શોધખોળ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News