સુરત મહાનગરપાલિકાની ભજીયા પાર્ટીનું બિલ ચર્ચામાં! દિવાળી ટાણે સામાન્ય સભામાં નાસ્તાના ખર્ચને લઈને રાજનીતિ ગરમાઈ
Surat Municipal Corporation: સુરત મનપાની ભજીયા પાર્ટીનું બિલ ચર્ચામાં! દિવાળી પહેલાં સુરત મનપાની સામાન્ય સભામાં નાસ્તાના ખર્ચને લઈને વિવાદ ઊભો થયો. નગરસેવકો અને અધિકારીઓ માટે મંગાવાયેલા નાસ્તાનું બિલ ચર્ચાનો વિષય બન્યું. માત્ર ભજીયાના નાસ્તા પાછળ અંદાજે રૂ. 1 લાખનો ખર્ચ થયાનો દાવો. મનપા દ્વારા ભજીયા રૂ. 750 પ્રતિ કિલોના ભાવે ખરીદાયા હોવાની વિગતો. બજારમાં રૂ. 350થી 500માં મળતા ભજીયા મનપાએ મોંઘા ભાવે મંગાવ્યાનો આક્ષેપ. જથ્થાબંધ ખરીદીમાં પણ પ્રતિ કિલોએ માત્ર રૂ. 50નું ડિસ્કાઉન્ટ મળ્યું! સામાન્ય સભા માટે 130 કિલોથી વધુ ભજીયા મંગાવવામાં આવ્યા હોવાની માહિતી.
Surat News: દિવાળી પહેલા સુરત મહાનગરપાલિકા એક મોટા વિવાદોમાં ફસાઈ છે. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં નાસ્તાના ખર્ચને લઈને વિવાદ ઊભો થયો છે. નગરસેવકો અને અધિકારીઓ માટે મંગાવાયેલા નાસ્તાનું બિલ હાલ ચર્ચાનો વિષય બન્યું છે. માત્ર ભજીયાના નાસ્તા પાછળ અંદાજે રૂ. 1 લાખ રૂપિયાનો ખર્ચ થયાનો દાવો કરવામાં આવ્યો છે. આ વિવાદ સામે આવતા પ્રજાના વેરાના પૈસાનો આડેધડ ઉપયોગ થતાં ગંભીર સવાલો ઉભા થયા છે.
Gujarat News Live: થોડીવારમાં બનાસકાંઠાના ભીલડી પહોંચશે PM મોદી, સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, આજે અને કાલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
સુરત મનપા દ્વારા ભજીયા રૂ. 750 પ્રતિ કિલોના ભાવે ખરીદાયા હોવાની વિગતો...
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન નાસ્તા માટે મંગાવવામાં આવેલા ભજીયાનું બિલ આશ્ચર્ય પમાડે તેવું છે. જી હા... પ્રાથમિક માહિતી મુજબ, મનપા દ્વારા ભજીયા રૂ. 750 પ્રતિ કિલોના ઊંચા ભાવે ખરીદવામાં આવ્યા છે. સામાન્ય બજારમાં જે ભજીયા રૂ. 350 થી રૂ. 500 પ્રતિ કિલોના ભાવે મળી રહે છે, તે મનપાએ મોંઘા ભાવે મંગાવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. ખાસ કરીને જ્યારે એક સામટી ખરીદી કરવામાં આવતી હોય ત્યારે દુકાનદાર તરફથી મોટા પ્રમાણમાં છૂટ મળતી હોય છે, પરંતુ આ કેસમાં જથ્થાબંધ ખરીદી કરી હોવા છતાં પ્રતિ કિલોએ માત્ર 50 રૂપિયાનું જ ડિસ્કાઉન્ટ મળ્યું હોવાની વિગતો સામે આવી છે. આ બેઠક માટે કુલ 130 કિલોથી વધુ ભજીયા મંગાવવામાં આવ્યા હતા, જેના કારણે માત્ર ભજીયાના નાસ્તા પાછળ જ અંદાજે 1 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ઘારી કરતાં ભજીયાનું બિલ પાંચ ગણું વધુ હોવાની ચર્ચા, પ્રતિ વ્યક્તિ અંદાજે રૂ. 600નો ખર્ચ
એક તરફ દિવાળી અને ચંદની પડવા નિમિત્તે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં અસલ સુરતી ઘારી પણ પીરસવામાં આવી હતી, જે પાછળ આશરે રૂ. 20 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પ્રખ્યાત સુરતી ઘારીના ખર્ચની સરખામણીમાં માત્ર ભજીયાનું બિલ પાંચ ગણું વધુ મોંઘું સાબિત થયું છે.
પ્રત્યેક વ્યક્તિના નાસ્તા પાછળ આશરે 600 રૂપિયા જેટલો તોતિંગ ખર્ચ
આ સામાન્ય સભામાં 120 ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અન્ય આશરે 80 જેટલા લોકોને ગણવામાં આવે તો કુલ મળીને અંદાજે 200 લોકોએ આ નાસ્તો કર્યો હોવાનો અંદાજ છે. આ હિસાબથી ગણીએ તો પ્રત્યેક વ્યક્તિના નાસ્તા પાછળ આશરે 600 રૂપિયા જેટલો તોતિંગ ખર્ચ થયો છે.
ભીલડીમાં અનોખો સભા મંડપ: દેશી ખાટલા પર બેસી પશુપાલકો PM મોદીને સાંભળશે; બ્રીડિંગ સેન્ટર અને બાયો-CNG પ્લાન્ટની મળશે ભેટ
પ્રજાના વેરાના પૈસે આટલો ખર્ચ કેમ?
એક તરફ સામાન્ય જનતા શહેરમાં પ્રાથમિક સુવિધાઓ, રસ્તા અને ગટર જેવી પાયાની સમસ્યાઓથી પરેશાન છે, ત્યારે મનપાના સત્તાધીશો દ્વારા નાસ્તા પાછળ કરાતા આ પ્રકારના બેફામ ખર્ચે લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે.