SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સુરતના બારડોલીમાં ચોંકાવનારી ઘટના, કારમાં આવેલા શખ્સોએ શ્રમજીવી પરિવારને કેનાલમાં ફેંક્યો, ત્રણના મોત, બે બાળકો હજુ લાપતા

Surat Canal Incident : બારડોલીના ઉવા ગામ નજીક ચાર શખ્સોએ શ્રમજીવી પરિવારની કાર આંતરી પરિવારના સભ્યોને નહેરમાં ફેંકી દીધા હોવાની ઘટના સામે આલી છે. આ ઘટનામાં માતા-પિતા સહિત ત્રણના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 13 વર્ષીય કિશોરે પાઇપ પકડીને જીવ બચાવ્યો હતો. પરિવારનાં બે બાળકો હજુ લાપતા છે.

Written By Dilip Chaudhary
Published: Nov 24, 2026, 19:00 IST | Updated: Nov 24, 2026, 19:07 IST
Join

Surat Canal Incident : સુરત જિલ્લાના બારડોલી પંથકમાં માનવતાને હચમચાવી નાખે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉવા ગામ નજીક અજાણી કારમાં આવેલા ચાર શખ્સોએ એક શ્રમજીવી પરિવારની કાર આંતરી પરિવારના સભ્યોને બળજબરીથી બહાર કાઢ્યા બાદ નહેરના ઊંડા પાણીમાં ફેંકી દીધા હોવાની ગંભીર ઘટના સામે આવી છે.

આ ઘટનામાં માતા-પિતા સહિત ત્રણ લોકોના મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જ્યારે 13 વર્ષીય કિશોરે નહેરમાં પાઇપ પકડીને પોતાનો જીવ બચાવ્યો હોવાનું સામે આવ્યું છે. તો બે બાળકો હજુ લાપતા છે.

રાજકોટ જિલ્લા પંચાયતના ₹36 કરોડના નવા ભવનમાં ભ્રષ્ટાચારની પોલ ખૂલી: જૂના સળિયા, હલકી સામગ્રી મળતા વિવાદ

બારડોલીના ઉવા ગામ નજીક બની ઘટના

પ્રાથમિક માહિતી અનુસાર, પરિવાર પોતાની કારમાં જઈ રહ્યો હતો ત્યારે બારડોલીના ઉવા ગામ નજીક અજાણી કારમાં આવેલા ચાર શખ્સોએ તેમની કારને આંતરી હતી. ત્યારબાદ પરિવારના સભ્યોને કારમાંથી ઉતારી નહેરમાં ફેંકી દેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. નહેરના ઊંડા પાણીમાં ફેંકાયા બાદ 13 વર્ષીય કિશોરે હિંમત દાખવી નહેરમાં રહેલી પાઇપ પકડી રાખી હતી અને કોઈક રીતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.

એક પુરુષ, મહિલા અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો

બીજી તરફ, ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મહુવાના ડુંગરી નજીક નહેરમાંથી એક પુરુષ, એક મહિલા અને એક યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક પુરુષની ઓળખ નીતિન ઉર્ફે ભુરિયા પાટીલ તરીકે, જ્યારે મહિલાની ઓળખ કવિતા પાટીલ તરીકે કરવામાં આવી છે. ત્રીજા મૃતદેહની ઓળખ અંગેની વિગતો હજુ સામે આવવાની બાકી છે.

બે બાળકો હજુ લાપતા

આ ઘટનામાં પરિવારના અન્ય બે બાળકો હજુ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમો દ્વારા નહેરમાં સઘન શોધખોળ ચાલી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત ગ્રામ્ય પોલીસે ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ તેજ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની આઠ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.

ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આખા પરિવારને નહેરમાં ફેંકવા પાછળનું કારણ શું હતું? શું આ ઘટના પાછળ જૂની અદાવત, અંગત દુશ્મની કે અન્ય કોઈ કારણ જવાબદાર છે? લાપતા બે બાળકો ક્યાં છે અને આ કૃત્યમાં સામેલ ચાર શખ્સો કોણ છે? આ તમામ સવાલોના જવાબ મેળવવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES