કોર્ટ કેસમાં વાહન પોલીસ સ્ટેશને રાખવાનો કોઈ ફરજિયાત નિયમ નથી: ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Ahmedabad News: દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા વાહનોની જપ્તી મામલે હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આવા કેસોમાં વાહનને લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનમાં જપ્ત રાખવાનો કોઈ ફરજિયાત નિયમ નથી. કોર્ટે એ પણ નોંધ્યું છે કે વાહન માલિકને વાહનની વચગાળાની કસ્ટડી આપવાથી ભવિષ્યમાં જો આરોપી દોષિત ઠરે તો તે વાહનને કાયદેસર રીતે જપ્ત કરવાની સત્તા સમાપ્ત થતી નથી.
Ahmedabad News: ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરીના અનેક કેસ સામે આવતા હોય છે. ત્યારે દારૂની હેરાફેરીના ગુનામાં જપ્ત કરવામાં આવેલા વાહનો અંગે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દારૂનો જથ્થો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોય તો પણ ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી વાહન પોલીસ સ્ટેશનમાં જ રાખવું પડે તેવો કોઈ સંપૂર્ણ અને આપોઆપ લાગુ પડતો પ્રતિબંધ નથી.
દિવાળી બાદ ફરી ગાંધીનગર આંદોલનોનું એપી સેન્ટર બન્યું: સત્યાગ્રહ છાવણીમાં એક સાથે ત્રણ મોરચે આંદોલનથી સરકારની મુશ્કેલી વધી!
દારૂની હેરાફેરીના આરોપમાં જપ્ત થયેલા વાહનને ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી....
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ ૯૮(૨) હેઠળ દારૂની હેરાફેરીના આરોપમાં જપ્ત થયેલા વાહનને ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી ન છોડી શકાય તેવી જોગવાઈને સંપૂર્ણ પ્રતિબંધ તરીકે ગણી શકાય નહીં.
ગુજરાત હાઈકોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ-૪૯૭ હેઠળ રાજ્યની ફોજદારી અદાલતને તપાસ કે ટ્રાયલ દરમિયાન જપ્ત થયેલા વાહનની વચગાળાની કસ્ટડી આપવાની કે તેને છોડવાની સત્તા છે. વાહનમાલિકને વચગાળાની કસ્ટડી આપવાનો નિર્ણય લેતી વખતે અદાલતે વાહન પોલીસ પાસે રાખવાની ખરેખર જરૂર છે કે નહીં, પુરાવા કેવી રીતે સુરક્ષિત રાખી શકાય અને વાહનમાલિકના હિતનું રક્ષણ કેવી રીતે થઈ શકે તે બાબતો તપાસવી જોઈએ.
Gujarat News Live: આજે દેવ દિવાળીનું પાવન પર્વ, ગુજરાતમાં જબરદસ્ત ઠંડીનો ચમકારો, રાજકોટના જેતપુર નજીક ટ્રેનની અડફેટે બે સિંહણના મોત
સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સંદર્ભ અને સુરતના કેસમાં આદેશ
સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાઓને ટાંકતાં જસ્ટિસ જે.સી. દોશીએ જણાવ્યું કે, પ્રોહિબિશન એક્ટની કલમ-૯૮(૨) અંતર્ગત વાહનની વચગાળાની કસ્ટડી અંગે પુરાવાની જરૂરિયાતનું સ્વતંત્ર મૂલ્યાંકન કરીને નિર્ણય લેવાની સત્તા અદાલતો ધરાવે છે. આ કાયદાકીય મુદ્દો સુરતના ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં જપ્ત કરાયેલી સ્વિફ્ટ કારના કેસમાં નિર્ણિત કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે અરજદાર વાહનમાલિકની અરજી મંજૂર કરીને કાર શરતોને આધીન વચગાળાની કસ્ટડીમાં સોંપવાનો આદેશ આપ્યો હતો.
વાહનની વચગાળાની કસ્ટડી આપવાથી આરોપી નિર્દોષ સાબિત થતો નથી
કારની વચગાળાની કસ્ટડી સોંપતા હુકમમાં હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે વાહનની વચગાળાની કસ્ટડી આપવાથી આરોપી નિર્દોષ સાબિત થતો નથી. ભવિષ્યમાં કાયદા મુજબ વાહન જપ્ત કરવાની કાયદાકીય સત્તા સમાપ્ત થતી નથી. હાઈકોર્ટે સંબંધિત આરટીઓ (RTO) ને વાહનના ટ્રાન્સફર પર પ્રતિબંધની નોંધ કરવા આદેશ આપ્યો હતો અને અરજદાર પર કેટલીક શરતો પણ લાદી હતી.
વર્ષો સુધી વાહનો પુરાવાના નામે પોલીસ સ્ટેશનમાં પડી રહેતા કટાઈ જતા અને ભંગાર બની જતા હતા.
હાઈકોર્ટના આ ચુકાદાને પગલે પક્ષકારોને બિનજરૂરી કાનૂની કાર્યવાહી (લિટિગેશન) નહીં કરવી પડે. અગાઉ સામાન્ય સંજોગોમાં મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા વાહનો છોડવામાં આવતા નહોતા અથવા વચગાળાની કસ્ટડી આપવાનો ઈન્કાર કરાતો હતો, જેના કારણે વર્ષો સુધી વાહનો પુરાવાના નામે પોલીસ સ્ટેશનમાં પડી રહેતા કટાઈ જતા અને ભંગાર બની જતા હતા. આ સ્થિતિમાં વાહનમાલિકોને કસ્ટડી મેળવવા માટે હાઈકોર્ટ સુધી લાંબુ થવું પડતું હતું, જેનાથી સમય, નાણાં અને શક્તિનો વ્યય થતો હતો.
Gujarat News Live: આજે દેવ દિવાળીનું પાવન પર્વ, ગુજરાતમાં જબરદસ્ત ઠંડીનો ચમકારો, રાજકોટના જેતપુર નજીક ટ્રેનની અડફેટે બે સિંહણના મોત
રાજ્યની તમામ જિલ્લા અદાલતોના ન્યાયિક અધિકારીઓને મોકલી આપવા રજિસ્ટ્રીને આદેશ
હાઈકોર્ટે આ ચુકાદાની સોફ્ટ કોપી રાજ્યની તમામ જિલ્લા અદાલતોના ન્યાયિક અધિકારીઓને મોકલી આપવા રજિસ્ટ્રીને આદેશ કર્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ફોજદારી અદાલત (મેજિસ્ટ્રેટ) પાસે વાહનો છોડવાની સત્તા છે. વાહન જપ્ત થયું હોય તો પણ માલિકની અરજી પર તમામ સંજોગો ધ્યાનમાં લઈને નિર્ણય કરવાનો રહે છે. માત્ર પ્રોહિબિશન એક્ટ હેઠળ વાહન જપ્ત થવાને પાત્ર છે તે કારણસર મેજિસ્ટ્રેટ પોતાની સત્તાનો ઉપયોગ કરવાનો ઈનકાર કરી શકે નહીં.