)
સુરતવાસીઓ માટે સાત વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો રોમાંચ માણવાનો અવસર આવ્યો છે. આગામી 1, 3 અને 6 ડિસેમ્બરના રોજ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ભારત અને ઈંગ્લેન્ડની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચની શ્રેણી રમાશે. આ શ્રેણી માટે જાહેર કરાયેલી ભારતીય અંડર-19 મહિલા ટીમમાં અક્ષહ પરમારને સ્થાન મળ્યું છે, અને ક્રિકેટપ્રેમીઓ માટે ખાસ વાત એ છે કે આ ત્રણેય મેચ નિહાળવા માટે દર્શકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે.
અમદાવાદ રેલવે સ્ટેશનને આધુનિક અને વિશ્વસ્તરીય પરિવહન કેન્દ્ર તરીકે વિકસાવવાના પુનર્વિકાસ કાર્યના આગામી તબક્કા અંતર્ગત હાલ નોર્થ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (North MMTH)નું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. આ બાંધકામ સુચારુ રીતે પૂર્ણ કરી શકાય તે હેતુથી મુસાફરોની અવરજવર માટે બનાવાયેલો એલિવેટેડ રોડ બંધ કરવામાં આવ્યો છે અને તેની સાથે સંકળાયેલી પાર્કિંગ સુવિધાઓ હવે સાઉથ MMTH ભવનમાં ખસેડવામાં આવી છે. મુસાફરોને પાર્કિંગ માટે સાઉથ MMTH ભવનની સુવિધાનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે, જ્યાં આગામી નોર્થ MMTH અને અગાઉથી વિકસિત સાઉથ MMTH દ્વારા મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી અને આધુનિક પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ થશે.
કોમનવેલ્થ ગેમ્સ-2030 પૂર્વે શહેરી પરિવહન સેવાઓને આધુનિક અને સુવિધાસભર બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત AMTSના 800 બસ સ્ટોપને 'સ્માર્ટ' બનાવવામાં આવશે. આ સ્માર્ટ બસ સ્ટોપ પર મુસાફરોની સુવિધા માટે GPS આધારિત ETA ડિસ્પ્લે (બસ આવવાનો સમય દર્શાવતી સ્ક્રીન), રૂટ મેપ અને આકર્ષક LED લાઇટિંગ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, શહેરીજનોની મુસાફરીને વધુ સરળ બનાવવા માટે મેટ્રો, BRTS અને AMTS માટે 'સિંગલ વિન્ડો ટિકિટ' સિસ્ટમ શરૂ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કોમનવેલ્થ ગેમ્સ-2030 પૂર્વે શહેરી પરિવહન સેવાઓને આધુનિક અને સુવિધાસભર બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત AMTSના 800 બસ સ્ટોપને 'સ્માર્ટ' બનાવવામાં આવશે. આ સ્માર્ટ બસ સ્ટોપ પર મુસાફરોની સુવિધા માટે GPS આધારિત ETA ડિસ્પ્લે (બસ આવવાનો સમય દર્શાવતી સ્ક્રીન), રૂટ મેપ અને આકર્ષક LED લાઇટિંગ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, શહેરીજનોની મુસાફરીને વધુ સરળ બનાવવા માટે મેટ્રો, BRTS અને AMTS માટે 'સિંગલ વિન્ડો ટિકિટ' સિસ્ટમ શરૂ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં વધઘટ જોવા મળશે, જેમાં દિવસે ગરમી જ્યારે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થશે. 25થી 26 નવેમ્બર દરમિયાન તાપમાનમાં ફરી ઘટાડો થવાની શક્યતા છે, ત્યારબાદ ડિસેમ્બરની શરૂઆતથી ઠંડીનું જોર વધશે અને ખાસ કરીને 17થી 19 ડિસેમ્બર દરમિયાન હાડ થીજાવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.
રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં ચાર મહિના પહેલાં એટલે કે ગત ૩૦ જુલાઈના રોજ સવારે ૧૦ વાગ્યા આસપાસ ધોળા દિવસે આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી રૂ. ૧૯ લાખની લૂંટ ચલાવનાર બે આરોપીઓને પોલીસે આગ્રાથી ઝડપી પાડ્યા છે. પકડાયેલા બંને શખ્સો ઉત્તર પ્રદેશના રીઢા ગુનેગાર અને ગેંગસ્ટર આશમહંમદ કુરેશી તથા વિજય સુરેશચંદ્ર હોવાનું સામે આવ્યું છે, જેમના વિરુદ્ધ પોલીસ ચોપડે ૩૦ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
મુખ્યમંત્રી બાદ હવે રાજ્ય સરકારના તમામ મંત્રીઓ આગામી 27થી 29 નવેમ્બર દરમિયાન ત્રણ દિવસ એટલે કે 72 કલાક માટે આદિવાસી વિસ્તારોના પ્રવાસે જશે. આ પ્રવાસના સુચારુ આયોજનના ભાગરૂપે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્ય સરકારના તમામ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27ની જાહેર રજાઓની તારીખોમાં ફેરફાર કરતું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સરકારી જાહેરનામા મુજબ કરાયેલા આ સુધારા અંતર્ગત હવે ધૂળેટીની જાહેર રજા 22 માર્ચ 2027ના બદલે 23 માર્ચ 2027ના રોજ અને ચેટીચાંદની જાહેર રજા 8 એપ્રિલ 2027ના બદલે 9 એપ્રિલ 2027ના રોજ રહેશે. રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને આ નવા ફેરફારનો ચુસ્તપણે અમલ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં નાસીર નગરના અસરગ્રસ્તોને આવાસ ફાળવવાની કોઈ જોગવાઈ ન હોવાનો ઠરાવ કોઈપણ વિરોધ વગર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો છે. આશ્ચર્યજનક રીતે, સભામાં કોઈ પણ કોર્પોરેટરે આ ઠરાવ સામે વિરોધ દર્શાવ્યો ન હતો; કોંગ્રેસના એકમાત્ર કોર્પોરેટર અરશદ જરીવાલાએ માત્ર નામ પૂરતી રજૂઆત કરીને સંતોષ માન્યો હતો, જ્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ પણ આ મુદ્દે પોતાનો વિરોધ નોંધાવવાનું ટાળ્યું હતું.
રાજકોટમાં ટ્રાફિક નિયમોના કડક અમલના ભાગરૂપે નંબર પ્લેટ વગરના વાહનોમાં પેટ્રોલ પૂરી આપવા બદલ અલગ-અલગ પેટ્રોલ પંપના સંચાલકો અને ફિલરમેન સહિત કુલ ૭ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ટ્રાફિક શાખાની આંકડાકીય માહિતી મુજબ, છેલ્લા એક વર્ષમાં નિયમ ભંગ બદલ ૨.૩૪ લાખ વાહનચાલકોને ઈ-મેમો ઇશ્યુ કરી ૨૨ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, ટ્રાફિક પોલીસ દ્વારા ૨.૧૯ લાખ વાહનચાલકો પાસેથી ૪.૮૮ કરોડના દંડની વસૂલાત કરવાની સાથે ૩૧૭૩ જેટલા વાહનો ડિટેઇન કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પંચાયતના રૂ. 3.36 કરોડના ખર્ચે બની રહેલા નવા બિલ્ડિંગના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનું પદાધિકારીઓની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન સામે આવ્યું છે. પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામમાં જૂના સળિયા, ઈંટોના કટકા અને પ્રતિબંધિત સિલિકા રેતી જેવી હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મામલે માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેરનો ઉધડો લેવામાં આવ્યો હતો અને હજુ 35 ટકા કામ બાકી છે ત્યારે ડીડીઓ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા પદાધિકારીઓએ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ભરૂચના દહેજ પંથકમાં બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના. મિત્ર એ જ મિત્રની પત્ની સાથે પ્રેમ સંબધો બનાવવા મિત્રની બાળકી પર આચર્યું દુષ્કર્મ. માતાને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી આરોપીએ ફોન પર ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ. માતાએ વાતચીત બંધ કરતાં આરોપીએ ગંભીર અંજામ ભોગવવાની ધમકી આપી. ઘરના આંગણે રમતી બે વર્ષની બાળકીને ઉઠાવી રૂમમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાયા. બાળકી હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. પોલીસે 28 વર્ષીય નરાધમ સુરેન્દ્ર કુમાર નામક ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. બે વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદથી સમગ્ર પંથકમાં ચકચાર.
સુમુલ ડેરીના વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી બાદ બદલાયેલા રાજકીય સમીકરણો અને ડિરેક્ટરોની આંતરિક ખેંચતાણની અસર હવે વહીવટી સ્તરે પણ જોવા મળી રહી છે. ડેરીના એમડી અરુણ પુરોહિતે પોતાની નિવૃત્તિના 11 મહિના અગાઉ જ બે મહિના પહેલાં રાજીનામું આપ્યું હતું, જેને તાજેતરમાં મળેલી બોર્ડ બેઠકમાં સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે અને તેમના સ્થાને ડૉ. પી. આર. પાંડેની ઇન્ચાર્જ એમડી તરીકે નિમણૂક કરાઈ છે. જોકે, આ રાજીનામા પાછળના ચોક્કસ કારણો અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.
પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ચાલી રહેલા કારતક પૂનમના મેળામાં નાગરિકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી વિભાગે બીજા દિવસે પણ સઘન તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ખાદ્યચીજવસ્તુઓનું વેચાણ કરતી 17 પેઢીઓમાં ચેકિંગ કરીને 10 નમૂના લેબોરેટરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા, તેમજ આશરે 35 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
વિશ્વ પ્રસિદ્ધ પંજાબી સિંગર દિલજીત દોસાંઝ હાલ કચ્છના પ્રવાસે આવ્યા છે, જ્યાં તેમણે સફેદ રણના કુદરતી સૌંદર્ય અને રણની રોનકની મન મૂકીને મજા માણી હતી. કચ્છના રણનો અદભુત નજારો જોઈને દિલજીત દોસાંઝ અત્યંત અભિભૂત થઈ ગયા હતા.
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે કાર્તિકી પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. સવારે ભગવાન શામળિયાને મંગળા સ્નાન કરાવી મંગળા આરતી કરવામાં આવી હતી, જેમાં અબાલ-વૃદ્ધ સૌકોઈ મોટી સંખ્યામાં દર્શનાર્થે જોડાયા હતા. દૂર-દૂરથી ભક્તો ધજા-પતાકા સાથે શામળિયાના દ્વારે પહોંચી રહ્યા છે, ત્યારે સમગ્ર મંદિર પરિસર અને શિખરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે.
તાપી જિલ્લા વનવિભાગની તાપ્તિ રેન્જને મોટી સફળતા મળી છે. ગત જુલાઈ મહિનામાં ખેરના લાકડાના તસ્કરોનો પીછો કરતી વખતે શહીદ થયેલા RFOના કેસમાં નિઝર નજીકથી સંદીપ વળવી અને દવલત વળવી નામના બે તસ્કરોને ઝડપી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી ખેરના લાકડા સહિત રૂ. 6.62 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે, જ્યારે મહારાષ્ટ્રના હોવાનું મનાતા અન્ય ફરાર તસ્કરોની વનવિભાગે શોધખોળ તેજ કરી છે.
દેવદિવાળીના પવિત્ર પર્વે સુમુલ ડેરીએ પોતાના 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 50નો માતબર વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ચેરમેન કાંતિભાઈ ગામિત અને વાઇસ ચેરમેન ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં બોર્ડ દ્વારા સર્વાનુમતે મંજૂર કરાયેલા આ નિર્ણય મુજબ, ગાયના દૂધનો ભાવ રૂ. 900થી વધારી રૂ. 950 અને ભેંસના દૂધનો ભાવ રૂ. 930થી વધારી રૂ. 980 કરવામાં આવ્યો છે. ઘાસચારા અને પશુઆહારના વધતા ખર્ચ વચ્ચે લેવાયેલા આ પગલાથી સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોને સીધો આર્થિક લાભ થશે અને માર્ચ 2027 સુધીમાં તેઓને રૂ. 70 કરોડથી વધુની વધારાની આવક થવાનો અંદાજ છે. પશુપાલકોએ સુમુલ ડેરીની આ ભેટને 'દિવાળી બોનસ' ગણાવીને આવકારી છે.
સુરતના સુમુલની પશુપાલકોને દિવાળીની ભેટ આપવામાં આવી છે. ગાય અને ભેસના દૂધમાં કિલો ફેટ એ રૂપિયા 50 નો વધારો. રાજ્યમાં સુમુલ ડેરી એ કિલો ફેટ એ સૌથી ઊંચો ભાવ ચૂકવ્યો. અગાઉ ગાયના દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટ રૂપિયા 900 હતો ,જે હવે વધારીને 950 કરવામાં આવ્યો. તેવી જ રીતે ભેંસના દૂધનો ભાવ જુનો રૂપિયા 930 હતો ,જે વધારીને 980 કરવામાં આવ્યો. બંને પ્રકારના દૂધમાં રૂપિયા 50 નો વધારો તાત્કાલિક અસરથી અમલી બનશે. સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને લાભ મળશે. માર્ચ 2027 સુધીમાં પશુપાલકોને રૂપિયા 70 કરોડથી વધુની વધારાની આવક થશે. મોંઘા ઘાસચારા, પશુ આહાર, અલનીનો ની અસર તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે પશુપાલન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..