SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દારૂમાં નશાની ગોળીઓ પાઈને યુવકની હત્યા, વાવ પંથકમાં ચાર દિવસમાં હત્યાની બીજી ઘટનાથી ફફડાટ

Vav-Tharad District: વાવમાં પ્રેમ પ્રકરણમાં 18 વર્ષીય યુવકની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે પ્રેમસંબંધની અદાવતમાં યુવકને દારૂમાં નશાની ગોળીઓ ભેળવી પીવડાવ્યા બાદ ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. હત્યા કર્યા બાદ સમગ્ર ઘટનાને આત્મહત્યામાં ખપાવવા મૃતકના જ શર્ટથી મૃતદેહને લટકાવી દેવામાં આવ્યો હતો. આ સનસનાટીભર્યા બનાવમાં બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. વાવ પંથકમાં ચાર દિવસમાં હત્યાની બીજી ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

Written By Kinjal Patel
Published: Oct 23, 2026, 06:29 PM IST | Updated: Oct 23, 2026, 07:10 PM IST
Join

Vav-Tharad District: વાવ-થરાદ જિલ્લામાં પ્રેમ પ્રકરણની અદાવતમાં 18 વર્ષીય યુવકની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વાવની સીમમાં સ્વરૂપ પાટિયા નજીક આવેલા ખેતરના ઢાળિયામાંથી અશોકભાઈ ભગાભાઈ ઠાકોરનો મૃતદેહ શર્ટ વડે લટકેલી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, મૂળ ઉચપા ગામના અને વાવની સીમમાં રહેતા અશોકભાઈને મહેશ કરશનભાઈ ઠાકોરની બહેન સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ હતો.

ગુજરાતમાં ફરી 17 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂંકનો ગંજીપો ચિપાયો, જાણો કોને ક્યાં મુકાયા?

દારૂમાં નશાની ચાર ગોળીઓ ભેળવી તેને પીવડાવવામાં આવી હતી
આ સંબંધને લઈને આશરે પંદર દિવસ અગાઉ મહેશ અને અશોક વચ્ચે બોલાચાલી તથા ઝઘડો થયો હતો. આ અદાવતને પગલે 21 ઓક્ટોબરની સાંજે મહેશ ઠાકોર અને કિરણ ઠાકોરે અશોકને દારૂ પીવાના બહાને ભેગો કર્યો હતો. ત્યારબાદ દારૂમાં નશાની ચાર ગોળીઓ ભેળવી તેને પીવડાવવામાં આવી હતી. અશોક નશાની હાલતમાં આવી જતાં તેને ખેતરના ઢાળિયામાં લઈ જઈ ગળે ટૂંપો આપી તેની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ ઘટનાને આત્મહત્યા દર્શાવવા મૃતકના જ શર્ટ વડે તેના મૃતદેહને ઢાળિયાના લાકડા સાથે લટકાવી દેવામાં આવ્યો હતો.

મૃતકના ભાઈ મુકેશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો
બીજી તરફ, અશોક ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન મળેલી જાણકારીના આધારે પરિવારજનો ખેતરના ઢાળિયામાં પહોંચ્યા હતા. જ્યાં અશોક લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક વાવની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. આ મામલે મૃતકના ભાઈ મુકેશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો.

સુરતમાં મોબાઈલ ફોન બન્યો મોતનું કારણ, ધાબા પરથી પટકાતા 42 વર્ષીય યુવકનું કરૂણ મોત, પરિવારમાં શોક

આરોપીઓએ ગુનો કબૂલ કર્યો હતો અને બંને સામે કાયદેસરની કાર્યવાહી
ઘટનાની ગંભીરતાને પગલે જિલ્લા પોલીસ વડાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તપાસ દરમિયાન હ્યુમન સોર્સની મદદથી સમગ્ર બનાવનો ભેદ ઉકેલાયો હતો અને મહેશ કરશનભાઈ ઠાકોર તથા કિરણ જોહાભાઈ ઠાકોરને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓએ ગુનો કબૂલ કર્યો હતો અને બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, વાવ પંથકમાં માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામાં હત્યાની બીજી ઘટના સામે આવતાં વિસ્તારના લોકોમાં ભારે ચર્ચા જાગી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES