SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં ચોંકાવનારું ગુજરાત કનેકશન, આરોપીઓએ મુંબઈથી સુરત વચ્ચે છૂપાવ્યું હથિયાર?

ટાઈગર શ્રોફ પર હુમલા કેસમાં ચોંકાવનારું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. શૂટર્સે મુંબઈથી સુરત વચ્ચે ક્યાંક પિસ્તોલ છૂપાવી હોવાની પોલીસને આશંકા છે. મુંબઈ પોલીસના સૂત્રો મુજબ મોબાઈલ પણ ત્યાં ક્યાંક છૂપાવ્યો હોવાનું કહેવાય છે. વધુ માહિતી માટે વાંચો અહેવાલ.

Written By Viral Raval
Published: Oct 22, 2026, 11:52 AM IST | Updated: Oct 22, 2026, 12:02 PM IST
Join

બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફની ગાડી પર રવિવારે સાંજે જે હુમલો થયો તે અંગે અત્યંત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે જે અત્યંત ચોંકાવનારી માહિતી સામે આવી છે જેમાં પહેલી એ છે કે ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરતા પહેલા આરોપીઓએ મુંબઈ આસપાસ ક્યાંક ફાયરિંગની પ્રેક્ટિસ કરી હતી. તદ ઉપરાંત આરોપીઓનું ગુજરાત કનેક્શન પણ સામે આવ્યું છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ હથિયાર અને મોબાઈલ મુંબઈથી સુરત વચ્ચે ક્યાંક છૂપાવ્યા હોવાની આશંકા છે. 

હુમલો કરનારા આરોપીઓ અંગે ચોંકાવનારી માહિતી

ટાઈગર શ્રોફ પર હુમલો કરનારા આરોપીઓની પૂછપરછમાં જે વાત સામે આવી છે તે મુજબ આરોપીઓએ મુંબઈની આસપાસ ક્સાક ફાયરિંગની પ્રેક્ટિસ કરી હતી. જેમાંથી એક આરોપીએ બે ફાયર કર્યા હતા જ્યારે બીજા આરોપીએ ફાયર પ્રેક્ટિસ તરીકે કર્યું જેથી કરીને પિસ્તોલ બરાબર કામ કરે છે કે નહીં તે ખબર પડે. 
અન્ય એક માહિતી એ સામે આવી છે કે મુંબઈમાં અંધેરીની કોઈ હોટલમાં બંને આરોપીઓ જ્યાં રોકાયા હતા ત્યાં અચાનક પિસ્તોલની તપાસ કરતી વખતે ફાયરિંગ  થઈ ગયું હતું જે હોટલના રૂમના બેડ પર ગોળી વાગી હતી. જો કે આ વાતની હોટલના સ્ટાફને ખબર પણ પડી નહતી.

આરોપીઓનું ગુજરાત કનેક્શન

(ઈનપુટ- ઉદય રંજન)

વધુ બે આરોપીઓ પકડાયા

ટાઈગર શ્રોફ પર થયેલા હુમલા મામલે હવે તાર હરિયાણાના સોનીપત સાથે પણ જોડાઈ રહ્યા છે. મુંબઈ પોલીસે સોનીપતમાં એકવાર  ફરીથી મોટું એક્શન લેતા વધુ 2 આરોપીઓની ધરપકડ  કરી છે. જેમની ઓળખ દેવરૂ ગામના સમીર અને ખરખૌદાના નીતિન તરીકે થઈ છે. હવે આ મામલે અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓની ધરપકડ થઈ છે. સમીર અને નીતિનને મેડિકલ તપાસ માટે લઈ જવાયા બાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર હવે બંને આરોપીઓને પોલીસ મુંબઈ લઈ ગઈ છે.

સમીર અને નીતિન વિશે અત્યંત ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ સમીરે જ રેહાનની વાત અનિલ પંડિત સાથે કરાવી હતી. જ્યારે પોલીસનો એવો પણ દાવો છે કે ઘટનામં સામેલ આરોપી નીતિનની ગાડીમાં સવાર થઈને ગયા હતા. નીતિન અગાઉ પકડાયેલા સુમિતનો મિત્ર હોવાનું કહેવાય છે. આ સમગ્ર મામલે સોનીપતથી અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ થઈ છે. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES